________________
૩૯૫
• ૩૦૬
... ૩૦૭
.. ૩૦૮
... ૩૦૯
••• ૩૧૦
•.. ૩૧ર
કહઈ નૃપ મંત્રી નઈ એમ રે, મુઝ મુખ જોસઈ એ કેમ રે; લાર્જિનઈ મલ્યો ન જાય રે, કરો મંત્રી તુમહી ઉપાય રે મંત્રી પગિ લાગી રાય રે, કેડિ તાપસ કૌતક જોય રે; હાથ ઝાલીને બેઠો કીધો રે, મંત્રીને ઠબકો દીધો રે નૃપ બહુ નારી ભરતાર રે, તેણઈ ન કરી માહરી સાર રે; તો તિ ન કરી કાં સૂધિ રે, ભાઈ કિહાં ગઈ તુમ બુધિ રે જો મુઝ વીસરી ગઈ રે, તો સુત વીસાયો કાઈ રે; સહૂ આણઈ મુખની લાજ રે, મુખ ફેરવિ કાં કરઈ કાજ રે ફરી બોલ્યો સેનાની તામ રે, રાઈ જોયા વન આરામ રે; ઘણા દેશ વિદેશ ચલાવ્યા રે, કોઈ સુધિ લેઈ નવિ આવ્યો રે નીજ નૃપ ધરતો દુખ હરે, લહઈ કેવલચાની તેહ રે; સુણી સતીઈ નિરખ્યો નાથ રે, તવો હેઠો જુઈ રાય રે
... ૩૧૧ નારી કહે નૃપ ઉંચો જુએ રે, મુઝ કરમાઈ વિજોગ જ હુઉં રે; નથી કાઈ તુમારો વાંક રે, પુણ્ય ખુટે દુખી રાય રાંક રે એમ કહીનઈ તેડ્યો બાલ રે, મલ્યો કોસંબી ભૂપાલ રે; મિલવાઉં માહો મુઝ રે, મિલ્યો તાત ઉભો આ તુઝ રે
૩૧૩ કર જોડી લાગો પાય રે, ઉઠી આલિંગન દે રાય રે; આનંઈ આનંદ કેરા પૂર રે, રિદઈ વિકસે પૂર રે, વિહાણઈ જિમ સૂર રે ... ૩૧૪ રાય નમીઉં તાપસ પાય રે, તઈ મેળવ્યો સુતા સુતામાય રે, બ્રહ્મભૂતિ નઈ નમતો રાય રે, માંગઈ અનુમતિ તેણઈ ઠાય રે .. ૩૧૫ દિઈ તાપસ તિહાં આસીસ રે, ચાલ્યો તિહાંથી જ નરેસ રે; અનુકરમેં નગરી આર્વે રે, મંત્રી જન સાહમા જાવું રે
... ૩૧૬ રાઈ આવ્યો નગરીમાંહિ રે, બંદી જન મુક્યા તાંહિ રે; પહઈરામણી સબલાં દાન રે, હોઈ જિનપૂજા બહુ ગાંન રે
... ૩૧૭ પલઈ નગરીમાંહિં અમારિ રે, લલીઆ તોરણ ઘરબાર રે; જોઈ ઉદયનને સહુ લોક રે, રુપ દેખી મલઈ નર થોક રે
. ૩૧૮ અર્થ - પ્રચુર પુણ્યના ઉદયથી સધળાં વિષમ કાર્યો પાર પડે છે. પ્રબળ પુણ્યના યોગથી ઉત્તમ ગૃહ, ગૃહિણી અને સંપત્તિ મળે છે. ઘણા પુણ્યના સંગ્રહથી જ પૃથ્વીપતિ થવાય છે. પુણ્યથી જ યશ, પ્રતિષ્ઠા અને કીર્તિ વધે
...૩૦૩ પુણ્યનાં પ્રભાવે રણ (રાન)માં પણ સમુદ્ર (વેલાઉલ) અર્થાતું પાણી પ્રગટે છે. પુણ્યથી પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org