SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ રહી શકીએ'. ...૨પર ભીલયુવક સ્ત્રીના વચનો સાંભળી કંગન લઈ ત્યાંથી નગરમાં આવ્યો. તે કૌશાંબી નગરીમાં પહોંચી સોનીની દુકાને ગયો. ...૨૫૩ ભીલયુવકે સોનીના હાથમાં રત્નજડિત કંગન મૂક્યું. આ કંગન ઉપર મૃગાવતી રાણીનું નામ અંકિત હતું. ભીલયુવકે સોનીને કહ્યું, “આ કિંમતી કંગન વેચીને હું ઘણી વસ્તુઓ મેળવીશ.” ...૨૫૪ સોનીએ ભીલને કહ્યું, “તું મારી સાથે આવ. હું તને સારી કિંમતમાં આ કંગન વેચી આપીશ.” સોની આ પ્રમાણે કહી ભીલયુવકને શતાનીકરાજા પાસે લઈ ગયો. ...૨૫૫ સોનીએ રાજદરબારમાં આવી પોતાની સાથે લાવેલ કિંમતી ભેટ-સોગાદો રાજાને ભેટ ધરી. રાજા ખૂબ પ્રસન્ન થયા. તેમણે સોનીને કહ્યું, “શેઠ! તમે ક્યા કાર્ય માટે આવ્યા છો? તે કહો.” ...૨૫૬ સોનીએ કહ્યું, “મહારાજ! આ ભીમ નામના યુવકને હું તમારી પાસે લાવ્યો છું. આ યુવક તમારું કંગન (મૃગાવતી રાણીના નામનું કંગન) મારી પાસે લાવ્યો છે.” ...૨૫૭ સોનીએ પોતાની પાસે રહેલું કંગન રાજાના હાથમાં મૂક્યું. રાજાએ મૃગાવતી રાણીનું કંગન જોઈ તેને હૃદય સરસો ચાંપ્યો. રાજાને મૃગાવતી રાણીની જેમ તેમનું કંગન પણ મનને ખૂબ પ્રિય હતું. ...૨૫૮ (કંઈક અશુભ થયાની આશંકાથી) રાજા બોલ્યા, “હે કંગન! તું કહે. મારી પ્રિય રાણીનાં કોણે પ્રાણ હરણ કર્યા છે? હે કંગન!તેં મૃગાવતી રાણીના હાથનો સથવારો શામાટે છોડી દીધો. ...૨૫૯ હે કંગન! તું કહે. મારી પ્રાણપ્રિય રાણીની કોણે હત્યા કરી ? તે પાણીમાં પડીને તણાઈ ગઈ? શું તેને જંગલના જંગલી વનચરોએ (વાધ) બચકા ભરી મારી નાખી (ફાડી ખાધી). ...ર૬૦ હે કંગન! તું મને તારો વૃત્તાંત કહે. (તું તો સદા તેની સાથે રહેતું હતું, તેને જંગલમાં એકલી કોણે મૂકી? મારી પ્રિય રાણીને કેવાં કેવાં દુઃખો સહન કરવાં પડયાં હશે? ... ર૬૧ મારી પ્રિય રાણીનું મૃત્યુ શી રીતે થયું હશે? શું તેણે મને અંતિમ પળોમાં યાદ કર્યો હતો? હે કંગન ! તે તારાથી શી રીતે અળગી (દૂર) થઈ તે કહે.” ...૨૬૨ રાજાએ વિલાપ કરતાં એકાએક વિચારધારા બદલી ચિંતન કર્યું કે, કંગન તો મૂક છે. તે નહીં બોલે તેનો વૃત્તાંત હું આ ભીલયુવકને જ પૂછું.” ...૨૬૩ શતાનીક રાજાએ ભીલયુવકને એક બાજુ બોલાવી કહ્યું, તું ભયભીત થયા વિના મને કંગનનો વૃત્તાંત કહે. ...૨૬૪ ભીલયુવકે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું, રાજ! એક જંગલમાં રહેનારો ભીલ યુવક છું. મારું નામ ભીમ છે. •.૨૬૫ પશુઓનો શિકાર કરનારો હિંસક, પાપી ભીમ છું. મેં જંગલના પ્રાણીઓનાં વધ કરી અપાર પાપ કર્મો કર્યા છે. મેં મૃગ, ચિત્તા, સસલા જેવા ઘણાં પ્રાણીઓની હિંસા કરી છે. હે રાજન! મારા જીવે તેતર, અજગર, મોર, સૂવર, શિયાળ, વાઘ, સિંહ, હાથી અને રીંછ જેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy