SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ કરીત શ્રેણિકની ચાકરી, સાથિં લેઈ ગયો ઈસ રે; નાગ સુલસા તણા દિકરા, મુઆ તેહ બત્રીસ રે ... ૬૬૦ આ. અર્થ :- આ જગતમાં વર્તમાન કાળે સતી સુલસા સમાન દઢ સમકિતી શ્રાવિકા કોઈ નથી; એવું સુધર્મા સભામાં ઈન્દ્ર મહારાજાએ અન્ય દેવોની સમક્ષ કહ્યું. એક મિથ્યાત્વી દેવતાને ઈન્દ્ર મહારાજાના વચનો પર વિશ્વાસ ન આવ્યો. ... ૬૪૦ મિથ્યાત્વી દેવતા સતી સુલસાની શ્રદ્ધાની પરીક્ષા કરવા આ ધરતી પર આવ્યા. તેમણે જૈન સાધુનું રૂપ લીધું. મુનિવરે “ધર્મલાભ' કહી ઘરમાં પ્રવેશ કર્યો. તેમણે કહ્યું, “અતિ ગુણકારી એવું લક્ષપાક તેલ (ઘણા રોગોની સારવારમાં ઉપયોગી તેલ) આપના ઘરમાં સૂઘતું, નિર્દોષ છે?” (સુપાત્ર દાન આપવાનો આજે સુંદર અવસર પ્રાપ્ત થયો છે એવું સમજી) સતી સુલસા હરખભેર લક્ષપાક તેલનો બાટલો લઈ વહોરાવવા ઓરડામાંથી દોડતી દોડતી બહાર આવી. ઓરડાના બારણાના ઊંબારામાં ઉતાવળમાં આવવાથી ઠેસ લાગી. તેલનો બાટલો હાથમાંથી છટક્યો અને ત્યાંજ ફૂટી ગયો. ...૬૪૨ મુનિવર શોક વ્યક્ત કરતાં કહ્યું, “અરે રે! કિંમતી લક્ષપાક તેલનો બાટલો ફૂટી ગયો.” સતી સુલતાના મનમાં લેશ માત્ર દુઃખ ન થયું. (તે જાણતી હતી કે પુગલનો રવભાવ જ ગલન, પડન અને સડન છે. તે એક દિવસ તો તૂટવા, ફૂટવાનો છે જ!) (સતી સુલસા તરત જ દોટની અંદર ઓરડામાં ગઈ.) તેણે કબાટમાંથી બીજો બાટલો લીધો. તે ઝડપથી ચાલતી બારણાના દ્વાર પાસે આવી. પુનઃ ઠેસ વાગતાં બીજો બાટલો પણ તૂટી ગયો. ...૬૪૩ મુનિવરે કહ્યું, “રહેવા દો. બહુ નુકશાન થયું છે. હવે હું લપાક તેલ નહીં લઉં” સતી સુલસાએ કહ્યું, “મુનિવર ! આપ સંકોચ ન કરો. તમારે લક્ષપાક તેલ લેવું જ પડશે. મારા ઘરમાં લક્ષપાક તેલના ઘણા બાટલા છે. આપના જેવા સંયમી આત્માઓને ઉપયોગમાં ન આવે તો શું ફાયદો ?(સુપાત્રદાન જેવું શ્રેષ્ઠ અન્ય કોઈ દાન નથી)” ...૬૪૪ સતી સુલસા એક પછી એક એમ સાત બાટલાઓ ઘરમાંથી લાવી. દેવની માયાજાળથી તેમના હાથે કિંમતી લક્ષપાક તેલના બાટલાઓ તૂટી ગયા. દેવ સતી સુલસાની દઢ શ્રદ્ધાની પરીક્ષા કરતા હતા. ઘણું નુકશાન થવા છતાં મન, વચન અને કાયાથી સતી સુલસાને અંશ માત્ર ગુસ્સો, અફસોસ કે દુઃખ ન થયું. ૬૪૫ જે વ્યક્તિ કારણ હોવા છતાં ગુસ્સો-ક્રોધ ન કરે, ગરીબોને દાન આપે, આપત્તિ આવે છતાં વ્રતનું ખંડન ન કરે તેનું દેવો પણ સન્માન કરે છે. તે દેવોને પ્રિય બને છે. . ૬૪૬ સતી સુલસા ઘેર્યવાન અને શ્રદ્ધાવાન છે'; એવું જાણી દેવે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. દેવે પણ ધર્મ પ્રિય સુલતાના ચરણે નમસ્કાર કરી કહ્યું, “ઈન્દ્ર મહારાજાએ સુધર્મા સભામાં તમારી ધર્મશ્રદ્ધાની ખૂબ પ્રશંસા કરી કરી, તમે તો તેનાથી પણ અધિક શ્રદ્ધાવાન છો.” ...૬૪૭ દેવે કહ્યું, “હું તમારા પર પ્રસન્ન થયો છું. તમે વરદાન માંગો.” સતી સુલતાએ કહ્યું “હે સૂરરાય! (૧) સુલસાની દઢ શ્રદ્ધા : ભરફેસરની કથાઓ, પૃ. ૧૪૦ થી ૧૪૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy