________________
४०४
કવિ ત્રઢષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
કરશો.” ત્યારે શતાનીકરાજાએ ચિત્રકારના શબ્દો હદયે ધર્યા.
•..૩પર રાજાનું ચિત્ત હજી શાંત થયું ન હતું. તેમને ચિત્રકાર પ્રત્યે ઘણો રોષ હતો. (ચિત્રકારની વાત સત્ય છે કે નહીં તેની ખાતરી કરવા) રાજાએ કુબડીના પગનો અંગૂઠો' ચિત્રકારને બતાવી કહ્યું, “આ ચિત્ર મને બનાવી બતાવ.” ચિત્રકારે રાજાની સન્મુખ મુખ રાખી દાસીનું ચિત્ર આલેખ્યું.
...૩૫૩ ચિત્રકારે દાસીનું યથાર્થ ચિત્ર દોર્યું પરંતુ શતાનીકરાજાએ (રાજહઠથી) મોટી મૂર્ખાઈ કરી. તેમણે નિર્દોષ ચિત્રકારનો જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો. નિરપરાધી ચિત્રકારને રાજા પ્રત્યે મનમાં અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો.
....૩૫૪ | ચિત્રકારે વિચાર્યું, “મહારાજાએ મને નિર્દોષ હોવા છતાં દંડ આપ્યો છે. હવે હું જોઈ લઉં છું કે તેઓ કઈ રીતે શાંતિથી રાજ્ય કરે છે?” ચિત્રકારે પુનઃ યક્ષમંદિરમાં જઈ યક્ષની ઉપવાસ ઈત્યાદિ વડે ખૂબ આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ વામ હાથે ચિત્ર દોરી શકે એવું વરદાન આપ્યું.
...૩૫૫ હવે ચિત્રકારે બદલો લેવા પટ ઉપર પુનઃ મૃગાવતી રાણીનું ચિત્ર બનાવ્યું. આ ચિત્રપટ લઈ તે માલવપતિ ચંડપ્રદ્યોતનરાજાની રાજસભામાં જઈ ઊભો રહ્યો. તેણે રાજાને મૃગાવતી રાણીનું ચિત્ર બતાવ્યું. કામાંધ ચંડપ્રદ્યોતનરાજા મૃગાવતી રાણીનું મનોહર ચિત્ર જોઈ કામાતુર થયા.
..૩૫૬ શ્લોક : – વિષયાંધ વ્યક્તિને કેવી લાજ શરમ કે મર્યાદા? માંસ ભક્ષણના લોલુપીને કેવી જીવદયા? મદીરાપાનના વ્યસનીને કેવી પવિત્રતા? દરિદ્રીને કેવી જ્ઞાતિ?
•••૩૫૭ ઢાલઃ ૧૫ મૃગાવતી રાણીનું સૌંદર્ય
ચંદ્રાયણિની કસી લાજ કામાતુર થાયો, પુછે ચંદ્ર પ્રદ્યતન રાયો; કવણ રુપ ચીતારા એહો, ઉપજે દેખી સબલ સનેડો કહે ચીતારો સાંભલિ ભૂપો, મૃગાવતીનું એહ સપો; પૂરું રુપ લખ્યું નવિ જાઈ, ગુણ બોલી ન સકે બ્રહ્માઈ ચંદમુખી મૃગનયણી નારી, સૂર સૂણતા કોયલ મેં હારી; ભાલ તીલકને માંગ સમારી, નયણ બાણ રહી તે મારી નાસિકા નારીની અતી અણીઆલી, અધર વરણ જાણે પરવાલી; દંત પંક્તિ ઉજલ અજુઆલી, રસના તેહની અતિ અણીઆલી ઉંનત પયોધર ચિત્રાલંકી, દેખી મૃગ મોહ્યો વનપંખી; કમલ માલ જસી બાંહોડીઆ, બાધ્યા બિહેરખા રત્નસુ જડીઆ ... ૩૬૨ જંઘા જેની કદલીથંભો, જાણોં દેવ તણી એ રંભો; ગત દેખી ગજ નગરી મુકેં, જિણે દીઠઈ તપસી ચૂકે
... ૩૬૩ (૧) રાજાએ દાસીનું ફક્ત મુખ બતાવ્યું. જુઓ ત્રિ.શ.પુ.ચ પર્વ-૧૦, સર્ગ–૮, પૃ. ૧૪૫.
. ૩૫૮
• ૩પ૯
••• ૩૬૦
••. ૩૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org