SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ४०३ ઉપકાર કર્યો. 'સુકોશલ મુનિએ પોતાના પિતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી. ...૩૪૪ મેઘરથ રાજાનો ચમત્કાર જુઓ! તેમણે શરણે આવેલા કબૂતરને બચાવવા માટે પોતાના દેહનું બલિદાન આપ્યું. શૂરવીર સિંહકુમાર નગરમાં કોઈ અન્ય કાર્ય માટે આવ્યો હતો પરંતુ ઉન્મત્ત બનેલા હાથીના ત્રણ પગ પોતાના દેહ પર ધરીને રહ્યો. ...૩૪૫ ચિત્રકારે કહ્યું, “મહારાજ! મેં પણ તેવી જ રીતે યક્ષરાજની સ્તુતિ કરી વિનંતી કરતાં કહ્યું, “હે ગુણવંતદેવ! તમે આજથી કોઈપણ મનુષ્યને મારશો નહીં. તમે ચિત્રકાર ઉપર કૃપા કરો.” યક્ષરાજ વિનંતીભર્યા નમ્ર વચનો સાંભળી અત્યંત ખુશ થયો. ..૩૪૬ યક્ષરાજે પ્રસન્ન થઈ પુનઃ બીજું વરદાન માંગવાનું કહયું. મેં કહ્યું, “યક્ષરાજ! હું કોઈ પણ વ્યક્તિ અને પશુના એક અંગને નીરખીને તેનું સંપૂર્ણ યથાર્થ ચિત્ર આલેખી શકું એવું વરદાન આપો, તો હું જાણું કે આપ મારા ઉપર તમે ખરેખર ખુશ થયાં છો?” ...૩૪૭ દેવે મને (‘તથાસ્તુ' કહી) વરદાન આપ્યું. હું ત્યાંથી નીકળી ચાલતો ચાલતો અહીં આવ્યો. મેં મૃગાવતી રાણીનો અંગૂઠો જોઈ તેમનું ચિત્ર બનાવ્યું. (હું નિર્દોષ છું.) વિના અપરાધ આપ મને મૃત્યુદંડ ન આપશો. હે મહારાજ! આપ (આવેશ છોડી) દીર્ઘદ્રષ્ટિ કરી વિચારો.” ...૩૪૮ જે પુરુષ વિચાર કર્યા વિના કાર્ય કરે છે. તે પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. જુઓ! સતી સીતા સંબંધી શીલના વિષયમાં અવગુણ બોલાવનારા અયોધ્યાવાસીઓના વચનો સાંભળી રાજારામે પોતાની પત્નીની આકરી કસોટી કરી. તેમને અગ્નિ પ્રવેશ કરાવ્યો (પરિણામ તેમણે પોતાની પત્નીજ ગુમાવી). ...૩૪૯ આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું ત્યારે ચાર જ્ઞાનના સ્વામી ગૌતમ ગણધર આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. જ્યારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સત્ય જાણ્યું ત્યારે તેમને મિચ્છામિદુક્કડ આપવા માટે આનંદ શ્રાવકના ઘરે જવું પડયું. ...૩૫૦ પૃથ્વીપતિ શંખરાજાએ વગર વિચાર્યું ભાન ભૂલી (શીલ સંબંધી અવિશ્વાસ કરી) પોતાની પત્ની કલાવતી રાણીના હાથાના કાંડા કપાવી નાખ્યા. ‘અમરકુમારે વગર વિચાર્યું ઇર્ષાની આગમાં પોતાની જ પત્ની સુરસુંદરીનો ત્યાગ કરવાની મહાભયંકર ભૂલ કરી. ...૩૫૧ ‘નળરાજાએ મૂઢપણે દમયંતીરાણીને વનમાં એકલી મૂકી, તેનો ત્યાગ કર્યો ત્યારે અભિમાની નળ રાજાએ નિશ્ચયથી ખોટો નિર્ણય કર્યો હતો. “હે રાજન! તમે પણ અવિચારી પગલું ભરી અઘટિત ન (૧) સુકોશલના માતા-પિતાનું નામ કીર્તિધર અને સહદેવીરાણી હતું કીર્તિધરરાજાએ ધર્મઘોષમુનિ પાસે દીક્ષા લીધી. મોટા થઈને સુકોશલ કુમાર પણ દીક્ષિત થયા. રાણી પતિ-પુત્રના વિયોગથી આર્તધ્યાન કરી મૃત્યુ પામી વાઘણ બની. એકવાર જંગલમાં વિહાર કરતાં વાઘણે બન્ને મુનિઓને જોયા. કીર્તિધર મુનિએ પુત્રને કહ્યું, “ઉપસર્ગ થશે.' સુકોશલમુનિ ત્યાં જ ઊભા રહ્યા. વાઘણે ઉપસર્ગ આપ્યો પરંતુ શુભધ્યાને તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.(ભરડેસરની કથાઓ પૃ૪૩,૪૪) (૨) ભરફેસરની કથાઓ પૃ૧૭૬. (૩) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, અ.૧, ગા.૯૩, પૃ.૬૬,૬૭. (૪) શ્રી જૈન કથારત્ન મંજુષા- પૃ૧૧૩ થી ૧૨૪. (૫) એજ. પૃ.૩૫૫ થી ૩૬૮ (૬) ભરફેસરની સત્યકથાઓ- પૃ૧૫૭ થી ૧૭૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy