________________
૪૦૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
ચિત્ર બનાવ્યું છે.
... ૩૩૬ હે રાજનું! મને દેવ વરદાન મળ્યું છે. સાકેતપુર નગરમાં સુપ્રિય નામના યક્ષનું દેવાલય હતું ત્યાં પ્રતિવર્ષ પ્રતિમાને ચિત્રાવી લોકો મહોત્સવ કરતા હતા.) જે ચિત્રકાર ચિત્ર બનાવે તેને ચક્ષ મારી નાખતો. (ચિત્ર ન બનાવે તો નગરમાં યક્ષ મરકીનો રોગ ફેલાવતો. અંતે રાજાએ સર્વ સિતારાઓના નામો ચિઠ્ઠીમાં લખી ઘડામાં નાખ્યા. જેના નામની ચિઠ્ઠી નીકળે તે ચિત્રકારે યક્ષનું ચિત્ર દોરવું એવું નક્કી થયું.) ...૩૩૭
હું એકવાર કૌશાંબી નગરીમાંથી સાકેતપુર નગરમાં ગયો. ત્યાં મારા માસી રહેતા હતા. તેમને મળવા મારું મન ઉત્સુક બન્યું. ત્યાં મને મારા માસિયાઈ ભાઈનો પત્ર આવ્યો. તેણે પત્રમાં આમંત્રણ આપતાં લખ્યું કે, “તમે અહીં ચિત્ર દોરવા આવો' (તે વરસે માસીના પુત્રનો વારો આવ્યો. માસીના રુદનનું કારણ જાણ્યું. તેમનો એક જ પુત્ર હતો, જે યમરાજના મુખમાં જતો હતો.)
.૩૩૮ પત્ર વાંચી સાકેતપુર નગરીમાં ગયો. મેં કહ્યું, “હું યક્ષનું ચિત્ર આલેખીશ.' મેં યક્ષરાજને ભાવપૂર્વક પ્રમાણ કર્યા. મેં ત્યાં વિધિપૂર્વક, મૌનપણે, કોઈની સાથે વાદ-વિવાદ કર્યા વિના યક્ષમંદિરનું સુંદર ચિત્ર દોર્યું.
...૩૩૯ મેં ત્યારે બે ઉપવાસ (છઠ્ઠ) ના પ્રત્યાખ્યાન કર્યા હતા. મેં સ્નાન કરી, સ્વચ્છ ધોયેલાં વસ્ત્રો પહેરી, શરીરે ચંદનનું વિલેપન કરી મનમાં દ્વેષનો ત્યાગ કરી પ્રસન્નતાપૂર્વક ચિત્ર દોરવાની શરૂઆત કરી. મેં મુખ ઉપર આઠ પડ વાળી મુખવસ્ત્રિકા બાંધી.
..૩૪૦ મેં નવીન પીંછીઓ અને સુંદર રંગોથી યક્ષદેવનો વિનય કરી તેમનું ચિત્ર દોર્યું. ચિત્ર દોરતી વખતે છીંક, બગાસું, ઓળકાર કે ખાંસી જેવા શારીરિક આગારો પણ અંશમાત્ર ત્યાંન કર્યા. ...૩૪૧
ચક્ષદેવનું ચિત્ર સંપૂર્ણ આલેખી લીધું ત્યારે મેં તેમને નમસ્કાર કર્યા.મેં કહ્યું, “હે સુરપ્રિય દેવ શ્રેષ્ઠ ! અતિ ચતુર ચિત્રકાર પણ આપનું ચિત્ર દોરવાને સમર્થ નથી તો હું તો મુગ્ધ બાળક છું. હે યક્ષરાજ! મેં મારી શક્તિ અનુસાર જે કર્યું છે, તેને સ્વીકારજો. મારાથી આવજ્ઞા થઈ હોય તો ક્ષમા કરજો.” યક્ષરાજ મારો વિનય જોઈ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, “ચિત્રકાર ! વર માંગ' કહ્યું, “હે દેવ ! હવેથી કોઈ ચિત્રકારને મારશો નહીં”
...૩૪૨ ઉત્તમ પુરુષો નિત્ય બીજાના ઉપર ઉપકાર કરે છે. વીસમા તીર્થકર મુનિસુવ્રત સ્વામીનો અવતાર ધન્ય છે ! જેમણે સાઠ જોજનનો ઉગ્ર વિહાર કર્યો. તેઓ ભરૂચ શહેરમાં પહોંચ્યા. ત્યાં જઈ તેમણે જિતશત્રુ રાજાના અશ્વને મિથ્યાત્વ છોડાવી બોધ પમાડયો.
...૩૪૩ જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીનું જીવન બીજાના ઉપર પરોપકાર કરવા માટે જ સર્જાયું હતું. ચંડકૌશિક જેવા મહાકાય સર્ષના ડંખથી તેમનું ધ્યાન વિચલિત થયું, છતાં તેને બોધ પમાડી તેના ઉપર પ્રભુએ
(૧) સુરપ્રિય ચક્ષની કથા: ત્રિ.શ.પુ.ચ. પર્વઃ ૧૦, સર્ગ૭૮, પૃ.૧૪૩, ૧૪૪ (૨) મુનિસુવ્રત ચરિત્રઃ ત્રિ.શ.પુ.ચ. પર્વ ૩-૪-પ-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org