SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ઘડા ફોડયા (જેથી અનલગિરિ હાથી ઉપર બેસી રાજા તેમનો પીછો ન કરે) જ્યારે તેમણે સો યોજનાનો પંથ કાપ્યો ત્યારે નિમિત્તકના વચનાનુસાર ભદ્રાવતી હાથિણીનું ત્યાં મૃત્યુ થયું. ...૫૮૫ ઉદાયનરાજાએ પોતાના હૈયાની વાત કરવા માટે મંત્રી અને મહાવતને ત્યાં બોલાવ્યા. તેમણે કહ્યું, “તમે ભીમ નામના ભીલ પલ્લીપતિ પાસે જાવ. હું પણ રાણીને સાથે તેડીને ત્યાં આવું છું.” ...૫૮૬ ઉદાયનરાજા પોતાની રાણી વાસવદત્તાને ભીમ પલ્લીપતિ પાસે લઈ ચાલ્યા. રાજા જંગલના માર્ગમાં પગપાળા ચાલવા લાગ્યા. વાસવદત્તારાણી નાજુક હોવાથી તે ચાલતાં ચાલતાં થાકી ગયા ત્યારે તેમની સાર સંભાળ (કાળજી) રાજાએ સ્વયં કરી. ...૫૮૭ વાસવદત્તાવાણીને ભૂખ લાગી ત્યારે રાજાએ વનફળ લાવી આપ્યા. તેમને સરિતાનું ઠંડુ, નિર્મળ જળ નેહભાવ ધરીને પીવડાવ્યું. માર્ગમાં આવતા કંટકોને રાજાએ સ્વયં દૂર કર્યા તેમજ જ્યારે રાણીના પગ તડકામાં બળતા ત્યારે પગની નીચે (ખભા ઉપરનું) અંગવસ્ત્ર પાથરતા. ...૫૮૮ જ્યારે વનફળ ખાઈ સૌએ પોતાની ક્ષુધા શાંત કરી ત્યારે ભીલ સમુદાય તેમની પાસે પહોંચી આવ્યો. વાસવદત્તારાણી મહાકાય ભીલને જોઈ ભયથી ધ્રૂજતા રડવા લાગ્યા. ભીલનું ભયંકર રૂપ જોઈ રાણી મૂછિત થઈ ભૂમિ ઉપર ઢળી પડ્યા. ...૫૮૯ - ઉદાયનરાજાએ કહ્યું, “દેવી ! તમે ડરો નહીં. તમે આ સમયે સાધ્વી મૃગાવતીજીનું સ્મરણ કરો. તેમના સત્વ, શીલ-સદાચારના જિનેશ્વર દેવ સહિત સૌ ગુણગાન ગાય છે. તેઓ તમારી સાસુ છે અને મારી માતા છે. ...૫૯૦ મૃગાવતીજીનું નામ સ્મરણ અત્યંત પ્રભાવક છે. હું હમણાં જ ભીલોનાં સ્થાન નષ્ટ કરું છું. ભીલોનો પરાજ્ય થશે. હું હમણાં જ તેમનો પડાવ- મુકામ છોડાવું છું. વાસવદત્તાએ એક સ્થાને ઊભા રહી સતી મૃગાવતીજીનું નામ સ્મરણ કરતાં જાપ કર્યા. ઉદાયનરાજા પણ તેમનું નામ સ્મરણ કરવા લાગ્યા. અધર્મી ભીલો સાથે ઉદાયનરાજાનું ધમાસાણ યુદ્ધ થયું. ...૫૯૨ ઉદાયનરાજા ધનુષ્યની પણછ ખેંચી તીવ્ર વેગથી ભીલો ઉપર બાણો છોડવા લાગ્યા. તે સમયે ભીમ નામનો પલ્લીપતિ ત્યાં સમાચાર સાંભળી પહોંચી આવ્યો. (તેણે ઉદાયનકુમારને ઓળખ્યા) ભીમે આ યુદ્ધ થતું અટકાવ્યું. ભીમ પલ્લીપતિએ આનંદપૂર્વક રાજાના ચરણે નમસ્કાર કર્યા. ...૫૯૩ - ઉદાયનરાજાએ ભીમ પલ્લી પતિને ભેટીને ક્ષેમકુશળતા પૂછી. ઉદાયનરાજાને ભીમ પોતાના આવસે લઈ આવ્યો. ત્યાં તેણે રાજા અને રાણીને ભોજન-પાણી આપી તેમની ભક્તિ કરી. ત્યાર પછી ઉદાયનરાજાએ ભીમને પૂછયું. ...પ૯૪ મેં આજે મારા મંત્રી યુગંધરાયણ અને મહાવત વસંતને તમારી પાસે મોકલ્યા હતા. તેઓ કેમ અહીં દેખાતા નથી? ક્યાં ગયા હશે?” ભીમકુમારે કહ્યું, “મેં તેમને અહીં જોયા નથી.” ઉદાયન રાજાને તેમના કોઈ સમાચાર ન મળતાં તેઓ ખૂબ ચિંતીત થયા. ...પ૯૫ કેટલોક સમય પસાર થઈ ગયો ત્યારે બન્ને પુરુષો ત્યાં આવ્યા. તેમણે પોતાની પૂર્વ કથા પર પ્રકાશ ••.પ૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy