________________
૪૪૫
પાડયો. અમે ભીલ પલ્લીપતિ ભીમને મળવા જતા હતા ત્યારે માર્ગમાં કેટલાક ચોર મળ્યા. તે નિર્દયી અમને પકડીને ઉજ્જયિની નગરીમાં લઈ ગયા.
.. પ૯૬ ઉજ્જયિની નગરીના સેનાપતિએ અમને ઓળખ્યા. તેઓ અવંતી નરેશ પાસે લાવ્યા. અંવતી નરેશે કહ્યું, “સેનાપતિ! તમે કોને બંદીવાન બનાવી અહીં લાવ્યા છો?(આ ઉદાયનરાજાના મંત્રી છે.) મેં ઉદાયનરાજા સાથે મૈત્રી કરી છે.
...૫૯૭ પાલગોપાલે ઉદાયનકુમારની કીર્તિની ખૂબ પ્રશંસા કરી છે તેથી મેં ઉદાયનકુમારને ઉત્તમ જાણી મારી પુત્રીના તેમની સાથે વિવાહ કર્યા છે. મંત્રીશ્વર! તમે પુનઃ તમારા રાજા પાસે જાવ.” રાજાએ તરત જ એક વેગવાન ઘોડો તૈયાર (સજજ) કરી આપ્યો.
...૫૯૮ ચંડપ્રદ્યોતનરાજાએ હાથી ઘોડા આપતાં કહ્યું, “મારી પુત્રી જે દિવસે ઉદાયનરાજા સાથે પરણે, ત્યારે તમે તેને આ કરિયાવર આપજો.' યુગંધરાયણ મંત્રીએ ઉદાયન રાજાને કહ્યું, “મારી આશા આજે પૂર્ણ થઈ છે. અમે બધાં આજે એકઠાં મળ્યાં છીએ.
..પ૯૯ રાજનું! માર્ગમાં ચાલતાં અમને જે જકાત ભરવી પડી તેનું અમે રાજા (ચંડપ્રદ્યોતન) ને કારણ પૂછયું. ચંડપ્રદ્યોતનરાજાએ પ્રથમ વિચાર કરી પછી અચાનક હસીને કહ્યું, મારું વચન છે કે આજથી સર્વ કરવેરો માફ, (દૂર) થશે.”
..૬૦૦ આ સાંભળી ઉદાયનરાજા અત્યંત ખુશ થયા. તે સ્થાને મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્ત ઉદાયનરાજા અને વાસવદત્તારાણીના વિવાહ થયા. ચંડપ્રદ્યોતનરાજાએ મંત્રી સાથે મોકલાવેલ ઉત્તમ પ્રકારના હાથી, ઘોડાઓ દીકરીને કરિયાવરમાં આપ્યા.
...૬૦૧ ત્યાં આવેલ બ્રાહ્મણ પુરુષ, સેનાપતિ હતો. તે લગ્ન કરાવી ત્યાંથી પાછો ફર્યો ત્યારે વાસવદત્તાવાણી સૌને જતાં જોઈ રહ્યા. તેમણે સમાચાર આપતાં કહ્યું, “સૌને મારા પ્રણામ કહેજો. ...૬૦૨
તમે ઉજ્જયિની નગરીમાં જઈ માતા-પિતા અને ભાઈ પાલગોપાલને મારા નમસ્કાર કહેજો. હે મંત્રીશ્વર !તમે ભૂલી ન જતાં. તમે જલ્દી જઈને ઉજ્જયિની નરેશને મળીને મારો સંદેશો કહેજો.......૬૦૩
મંત્રીશ્વર આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા. કૌશાંબી નગરીમાં રાજા ઉદાયને પ્રવેશ કર્યો. કૌશાંબી નગરીમાં ભવ્ય મહોત્સવ ઉજવાયો. પ્રત્યેક ધરે લોકોએ મંગળ ગીતો ગાયાં. ઘરનાં દ્વારે કંકુવાળા થાપા થયા અને તોરણ બંધાયા.
...૬૦૪ ઉદાયનરાજાના આગમનની ખુશીના સમાચારથી ખૂબ વધામણાં થયા. તેમના રાજ્યમાં સર્વજનો સુખી થયા. મંત્રીએ ધુરંધર (અગ્રણી, મોવડી) રીતે રાજ્ય કર્યું. કવિ ઋષભભદાસ કહે છે કે ઉદાયનરાજાએ લોકોનાં દુઃખો દૂર કર્યા.
દુહા : ૩૦ દારિદ્ર દુખ જગનોહરયો, ઉદયન મહાદાતાર; વાસવદત્તા સ્યુ વલી, સફલ કરંઈ અવતાર.
૬૦૬
...૬૦૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org