SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ મોક્ષ પ્રાપ્તિનો સંકેત કર્યો છે. જેમાં અઘાતિ કર્મનો જલ્દી ક્ષય થાય તેવું મંગલકામનાનું રહસ્ય છુપાયેલું છે.) હે દેવાનુપ્રિય! પેડા મેળવીને તેને છોડી ફોતરાં કોણ ખાય? ... ૧૦૮૨ હે રાજનું!તમને ‘ચિરંજીવ રહેવાનું કહ્યું તેની પાછળ રહસ્ય છે. અત્યારે તમે મનુષ્ય ભવના સુખો ભોગવો છો પરંતુ મૃત્યુ પામી નરક ગતિમાં જશો. હે મગધેશ્વર! નરકનું આયુષ્ય પૂર્ણ થયા પછી તમે ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થકર થશો. .. ૧૦૮૩ અભયકુમાર સમ્યકત્ત્વ સહિત વ્રતધારી શ્રાવક છે. તે મૃત્યુ પામીને દેવતા થશે. તે જગતમાં પરોપકારના કાર્ય કરે છે. તેમના આ લોક અને પરલોક બંને સુખમય છે તેથી તેમને ‘ભલે મરે ભલે જીવે” એમ ... ૧૦૮૪ કાલસીરિક કસાઈ રાત-દિવસ અહીંજૂર હિંસાના પરિણામ કરી જીવોનો ઘાત કરે છે. એ અહીંથી મૃત્યુ પામી સાતમી નરકમાં ઉત્પન થશે. ત્યાં અનંત દુઃખો છે તેથી તેનું જીવન અને મૃત્યુ બંને નિરર્થક છે તેથી દેવે તેને “સદાજીવો' એવું કહ્યું.” ... ૧૦૮૫ (ચાર છીંકનો ખુલાસો મહારાજા શ્રેણિકે સાંભળ્યો) હું નરકમાં જઈશ એવાં વચનોથી મહારાજા શ્રેણિક ધ્રુજી ઉઠયા. તેઓ બાળકની જેમ રુદન કરતાં બોલ્યા, “નરકમાં પડતાં મને કોઈ ઉગારો.... ૧૦૮૬ હે દેવાધિદેવ! તમે કોઈ ઉપાય બતાવો. જે કહેશો તે હું કરીશ. મારા નરકગતિનાં દુઃખોનું નિવારણ કરો.” (મહારાજા શ્રેણિક પુનઃ પુનઃ બોલવા લાગ્યા ત્યારે) ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “દેવાનુપ્રિય!તમે નિકાચિત કર્મ બાંધ્યું છે તેથી નરકમાં તો જવું જ પડશે. ... ૧૦૮૭ મગધેશ્વર! તમે શિકારના શોખમાં એક સગર્ભા હરણીને વનમાં વીંધી નાખી. એક જ બાણથી હરણી અને તેના બચ્ચાને વીંધી, તમે તમારી ભુજા બળનું અભિમાન કર્યું તેથી તમે નરકમાં જવા યોગ્ય નિકાચિત કર્મ બાંધ્યું છે. ... ૧૦૮૮ તે શિકારના પાપે તમારે પ્રથમ નરકમાં જવું પડશે.” ત્યારે મહારાજા શ્રેણિકે કહ્યું, “હે પ્રભુ! જો એમ જ થવાનું હોય તો તમારું શરણું સ્વીકાર્યું તેનું શું? ... ૧૦૮૯ ઘણાં પુણ્યથી તમારા જેવા કલ્યાણકારી જિનેશ્વરદેવ મળ્યા. તમારો ભક્ત થઈને જો હું નરકમાં જાઉં તો તમારી લાજ જશે. પ્રભુ! મને કોઈ ઉપાય બતાવી નરકમાં પડતો બચાવો.” ... ૧૦૯૦ મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી ખુશ થતાં ઉઠયાં. “હવે હું નીચે નરકમાં નહીં જાઉં. પરમાત્માએ જે કહ્યું છે તે કરીને હું સ્વર્ગમાં જઈશ પણ નરકમાં નહિ જાઉં. ... ૧૦૯૧ કાલસીરિક કસાઈ અને કપિલા દાસી ઉપર મારો અધિકાર છે. તેઓ મારું કહ્યું જરૂર માનશે.” એ પ્રમાણે વિચાર કરતાં મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીર સ્વામીનાં દર્શન કરી પાછાં વળ્યાં. કવિ ઋષભદાસ કહે છે કે ત્યારે મહારાજા શ્રેણિકને રસ્તામાં એક દેવતા મુનિવરનું રૂપ લઈ મળ્યા. ... ૧૦૯૨ દુહા : પ૬ દદૂર દેવ આવી કરી, કીધું મુનિવર રૂપ; શ્રેણિક સમકિત પરખીઈ, ચલઈ કઈ ન ચલઈ ભૂપ ••• ૧૦૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy