________________
૫૦૫
૯૪૦
••• ૯૪૧
૯૪૨
*. ૯૪૪
મંત્રીઈ તેડયો જિણદાસ, તેણંઈ તિહાં કીધા વચન પ્રકાશ; સ્વામી માહરી વાસણી તેહ, સાચો સેઠિત આપઈ તેહ. પુછે સેઠિને અભયકુમાર, સાચો કહે નર એહ ગમાર; સબલો કુમર જ ગૃહી વાસ, ભૂલેં સરખા દેખ્ય અવાસ. અભયકુમાર કરિ લે વાસણી, દેખાડી જિણદત્ત સાહા ભણી; તાહરી હોઈ તો તુ લઈ સેઠિ, જેતા શીતલ હોઈ પેઢિ. પડયો ઘસકો સાચા પેટિ, વદન મ્યાંમ થયો તસ નેટિ; અભયકુમાર પચારે ઘણો, નીર ઉતારય સમકીત તણોં.
.. ૯૪૩ ધરમી થઈ કરો તુમ પાપ, તુમ પાતિગનો બહુ સંતાપ; પાપી પાપ કરેં નર જેહ, તુમથી સોહલો છૂટઈ તેહ. લાજી સાચો નમીઉં પાય, મુઝ અપરાધ ખમો નર રાય; અભયકુમાર ન ઠંડઈ જોય, શ્રાવક માટે મુંકે સોય.
••• ૯૪૫ અર્થ - રાજગૃહી નગરીના મહામાત્યા ચોક્કસપણે ઉત્તમ પુરુષ હતા. રાજગૃહી નગરીમાં સાચા નામના એક ઉત્તમ શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ (જિનોપાસક હોવાથી) શ્રાવક નામ ધરાવતા હતા. તેઓ નિત્ય ઊભયકાળ બે પ્રતિક્રમણ કરતા હતા.
ઉજ્જયિની નગરીમાં જિનદત્ત નામના શેઠ રહેતા હતા. તેમણે સંઘનું આયોજન કર્યું. આ સંઘ શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જઈ રહ્યો હતો. માર્ગમાં આવતા પ્રત્યેક સ્થળે તેમણે જિનપૂજન કર્યું. યાત્રાળુઓનો સંઘ લઈ જિનદત્ત શેઠ રાજગૃહી નગરીમાં આવ્યા.
...૯૨૮ (આ સંઘ હજુ આગળ યાત્રા કરવાનો હોવાથી, રસ્તામાં ચોર, લૂંટારાઓના ભયથી) જિનદત્ત શેઠ પોતાની પાસે રહેલી સુવર્ણમય રત્નજડિત વાંસળી લઈ સાચા શેઠની હવેલીમાં આવ્યા. તેમણે કહ્યું, “શેઠ હું
જ્યારે યાત્રા કરીને પાછો ફરીશ ત્યારે મારી વાંસળી પાછી લઈ જઈશ. ત્યાં સુધી આ વાંસળી થાપણ તરીકે તમારી પાસે મૂકું છું.”
.. ૯૨૯ સાચા શેઠ તે સમયે સામાયિક વ્રતનું આરાધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય! હું આપને કઈ રીતે ઉત્તર આપી શકું કારણકે હું સામાયિક વ્રતનું પાલન કરું છું. તમે જઈને પેલા સામે રહેલા ગોખલામાં તે વાંસળી મૂકી દો. હું મારું વ્રત પૂર્ણ કરી ત્યાંથી લઈ લઈશ.”
... ૯૩૦ જિનદત્ત શેઠ ગોખલામાં વાંસળી મૂકી સાચા શેઠને કહીને ગયા તેઓ (સંઘ સાથે) શત્રુંજય તીર્થના જુહાર કરી નિર્મળ બન્યા. ત્યાંથી તેઓ સંઘ લઈ પાછા રાજગૃહી નગરીમાં આવ્યા. તેમણે સાચા શેઠના ઘરે જઈ થાપણ મૂકેલી વાંસળી પાછી માંગી.
...૯૩૧ ત્યારે સાચા શેઠે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય!તમે ઘર કેમ ભૂલી ગયા છો? તમે બરાબર યાદ કરો, આ ઘર તે નથી” ભોંઠા પડેલા જિનદાસ શેઠ હતપ્રભ બન્યા. જિનદાસ શેઠ (આબરૂદાર હતા. સાચા શેઠના આવા ઉલટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org