________________
પ૧૫
પ્રતિભા પ્રકાશી હતી.
... ૯૮૬ રબારીની પુત્રી અપતગંધા સાથે મારું પાણિગ્રહણ કરાવ્યું. ઉદ્યાનમાંથી આંબાની ચોરી કરનારા ચોરને તેં પકડયો હતો. હે વત્સ! તારા શું વખાણ કરું? તું તો બુદ્ધિનો મહાસાગર છે ! જેમ ઘનઘોર વાદળોને જોઈને મોર ટહુકે તેમ તારા કાર્યોને યાદ કરી હું તને સંભારું છું.
.. ૯૮૭ રૌહિણેય ચોરને સમજાવી તેને મુક્તિનો માર્ગ અપાવ્યો. નગરના લોકો, જેઓ મુનિવરની નિંદા કરતા હતા તેમને પ્રચુર બુદ્ધિના કારણે શાનમાં સમજાવી દીધા. સાચા શેઠ પાસેથી ન્યાય કરી રત્નો પાછાં મેળવ્યાં.
...૯૮૮ હે પુત્ર! અગણિત કાર્યો કરનારો મહા પ્રજ્ઞાવાન મારા અણવિચાર્યા બોલાયેલા શબ્દોનું માઠું લગાડ્યું. હું આક્રોશમાં અપશબ્દ બોલ્યો છું. તું મારા શબ્દોને પતિવ્રતા નારીની જેમ ચિત્તમાં ન ધરીશ.” શ્રેણિકરાજા પુત્ર વિરહથી સંતપ્ત થઈ પશ્ચાતાપ કરવા લાગ્યા. તેમનું હૃદય દુઃખથી વ્યથિત બન્યું...૯૮૯
તેઓ શોકાતુર બન્યા. સુનંદારાણીએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે અશ્રુ ભીની આંખે વિલાપ કરતાં કહ્યું, “મારો પુત્ર મને કહ્યા વિના જ જતો રહ્યો.' એવું કહી સુનંદારાણી તરત જ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યાં.
... ૯૯૦ શીતળ જળનો છંટકાવ કરતાં સુનંદારાણીને મૂર્છા વળી. તેઓ સચેતન બન્યા. તેઓ પુનઃ વિલાપ કરતાં બોલ્યાં, “હે વત્સ ! હું આ સંસારના મોહમાં અટવાયેલી છું પરંતુ તે તો અંતે સંસારનો સ્નેહ છોડી દીધો! હું તારા આ સુવિચારની અનુમોદના કરું છું. હું પણ તારા માર્ગનું અનુસરણ કરું છું.” ... ૯૯૧
અભયકુમારની માતા સુનંદાદેવીના હૃદયમાં વૈરાગ્યનો દીપ પ્રગટયો. તેમને ભગવાન મહાવીર સ્વામી પાસે સંયમ અંગીકાર કર્યો. સુનંદા દેવીએ પોતાની પાસે રહેલા દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્ર પોતાના પુત્ર હલ-વિહલ કુમારને આપ્યા.
... ૯૯૨ અભયકુમારે દીક્ષા ગ્રહણ કરી. (અગિયાર અંગ સૂત્રનો અભ્યાસ કર્યો.) ઉગ્ર તપશ્ચર્યા કરી (તેઓ પાંચ વર્ષનો શુદ્ધ સંયમ પર્યાય પાળી, અંતિમ સમયે અનશન કરી, એક માસની સંલેખના કરી પાદોપગમન સંથારો કરી સ્વર્ગવાસી થયા.) તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ એક અવતાર મનુષ્યનો ધારણ કરશે તેમની સિદ્ધગતિ પામશે.'
. ૯૯૩ દુહા : ૪૬ દીક્ષા ગ્રહી મુગતિ જર્સ, જનમ જરા નહી મરણ; રોગ સોગ દુખ ભય નહીં, નહી તન પાવઈ વરણ.
*. ૯૯૪ અનંત જ્ઞાનને અનંત બલ, અનંત વીરજ સુખ જ્યાંહિ; અભયકુમાર વંદુ સદા, પહુંચે મુગતિ જ માંહિ.
•.. ૯૯૫ અર્થ - અભયકુમાર (મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો અવતાર પ્રાપ્ત કરી સંયમ ગ્રહણ કરી) તે જ ભવમાં (૧) નોંધ : - અભયકુમારનો પૂર્વભવ. જુઓ - પરિશિષ્ટ વિભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org