SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ જાળવતાં હતાં.’’ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ અભયકુમારની સુકૃતની યાદી નાહનપણિં બુધિ તુઝ ઘણી રે, પ્રથમ પહરી મુદ્રાય રે; ચંડપ્રદ્યોતન લાજીઉ રે, ઝાલી આંણ્યો તે રાય રે. ધૂઅ ચેડા પરણાવતો રે, વીષમ ડોહલો પૂરયો ત્યાંહિ રે; મેઘ તણી છટા આંણતો રે, ગજસુકમાલ કરયો આંહિ રે. હાર ગયો તેં વાલીઉં રે, પૂરી કેંવન્ના આસ રે; મેતારજ સમઝાવીઉ રે, કીધી બુધિ પ્રકાસ રે. કુમરી પરણાવી રાઈકા તણી રે, ગ્રહ્યો આંબાનો ચોર રે; બુધિસાગર સુત કિહાં ગયો રે, સમરું જિમ ધન મોર રે. જેણે રોહણીઉ સમઝાવીઉ રે, ટાલે મુનિવર નંદ્યાય રે; ખરો જેણે સાહીઉં એ, રત્ન કાઢયા કરી ન્યાય રે. હું અણ સમઝી બોલીઉ રે, નો લહણ્યો જિમ નારિ રે; પ્રશ્ચાતાપ કરે પછે રે, નૃપ દુખ હઈડા મઝારિ રે. શ્રેણીક શોકાતર થયો રે, જાણેં સુનંદા નારિ રે; પુત્ર ગયો મુઝ અણ કહિ રે, હુઈ મુરછા તેણે ઠારિ રે. સીતલ નીરે સુધિ વાલતા રે, કહે નર હું સંસાર રે; પણું અંતઈ નેહ ઠંડીઉં રે, હુંઅ નમું તું સુવીચાર રે. સંયમ લીઈ સૂનંદા વલીરે, અભયકુમારની માય રે; કુંડલ ચીવર દીઈ પૂતનેં રે, હલ વીહલ કિોંવાય રે. અભયકુમાર તપ બહુ તપે રે, અનુત્તર વિમાનિ જાય રે; એક અવતાર ધરી અતિ ભલા રે, સીધગતિ તેહની થાય રે. ૯૯૩ વી અર્થ : - અભયકુમારનાં કરેલાં વિવિધ કાર્યોને યાદ કરતાં મહારાજાએ કહ્યું, ‘‘વત્સ ! તું બાળપણમાં જ તીવ્ર બુદ્ધિશાળી હતો. સૌ પ્રથમ તેં નિર્જળ કૂવામાંથી મારી મુદ્રિકા કાઢી તારી આંગળીમાં પહેરી. તેં ચંડપ્રદ્યોતનરાજાને લજ્જિત કર્યા. તેમને યુક્તિપૂર્વક પકડીને તું અહીં લાવ્યો. ...૯૮૪ તેં શૂરવીર ચેડા રાજાની પુત્રી ચેલ્લણાના મારી સાથે વિવાહ કરાવ્યા. તેનો વિષમ દોહદ તારી બુદ્ધિ કૌશલ્યથી તેં પૂર્ણ કર્યો. ત્યારપછી નાની માતા ધારિણી દેવીનો અકાળે પંચવર્ણી મેઘનો દોહદ પણ તેં પૂર્ણ કર્યો. તેં ઉત્તેજિત થયેલા સેચનક હાથીને વશ કરી તેને ઉપશાંત કર્યો. ...૯૮૫ Jain Education International ...૯૮૩ ... ૯૮૪ વી . ૯૮૫ વી૰ ૯૮૬ વી૰ ૯૮૭ વી ... ૯૮૮ વી ... ૯૮૯ વી. ... ૯૯૦ વી ૯૯૧ વી ૯૯૨ વી જ્યારે ચેલ્લણારાણીનો દિવ્યહાર ચોરાઈ ગયો ત્યારે તેં જ શોધી આપ્યો હતો. તેં કયવન્નાકુમારની પોતાની પત્નીઓ અને પુત્રોને મળવાની અભિલાષા પૂર્ણ કરી હતી. ચાંડાલને સમજાવીને તારી તેજસ્વી બુદ્ધિ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy