SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ આવ્યા. તેમણે કહ્યું, “ઋષિરાય!આ સમયે શું કરતા હશે?” ... ૯૭૩ હે રાજનું! સુખી લોકો ખૂબ સુખ ભોગવવામાં મગ્ન છે. તેઓ મનગમતા રવાદિષ્ટ ભોજનનો આહાર કરે છે. વિરલ વ્યક્તિ તો તે જ કહેવાય જેઓ બીજાનો વિચાર કરે છે. .. ૯૭૪ ચેલણારાણીએ એક ધ્યાનસ્થ યોગીરાજનો યાદ કર્યા છે. તે ધર્મપ્રેમી નારી છે. હે રાજનું! તમારું અંતઃપુર અત્યંત નિર્મળ અને પવિત્ર છે. તેમના વિશે અંતકરણમાં અંશમાત્ર સંદેહ ન ધરવો''...૯૭૫ ભગવાન મહાવીર સ્વામીના વચનો સાંભળી નિઃસંદેહ બનેલા મહારાજા શ્રેણિકનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠયો. તેમનું હૃદય પશ્ચાતાપથી ગદ્ગદિત બન્યું. તેઓ ઝડપથી રાજમહેલ તરફ જતા હતા ત્યાં દૂરથી ધૂમાળાના ગોટાઓ અને અગ્નિ જવાળાઓ દેખાણી. ત્યારે મહારાજાના (કંઈક અનર્થ થવાના એંધાણ દેખાતાં) પેટમાં ફાળ પડી. ...૯૭૬ (અભયકુમારે ચેલ્લણારાણીને સર્વ હકીકત કહી. ચેલણારાણીએ અભયકુમારને સત્ય હકીકત જણાવી.) મહામંત્રીએ (મહારાજાની ગેરસમજ દૂર કરવા) ચેલુણારાણીને અંદર ભોંયરામાં બેસાડી લાક્ષાગૃહને આગ ચાંપી. ચારે બાજુ અગ્નિની જ્વાળાએ ફેલાવા લાગી. અભયકુમાર પણ પ્રભુ મહાવીરના દર્શન કરવા ગયા ત્યારે રાજમાર્ગ ઉપર શ્રેણિકરાજા સામે મળ્યા. ... ૯૭૭ શ્રેણિકરાજાએ આવેશમાં આવી, લાલ નેત્રો કરી, મહામંત્રી અભયકુમારનો તિરસ્કાર કરતાં કહ્યું, અરે મૂર્ખ!તે હસતાં હસતાં તારી માતાને જીવતી બાળી નાખી? ખરેખર ! તું બુદ્ધિનિધાન નથી...૯૭૮ અરે મૂઢ ! આ શું કર્યું? તેં આવું અકૃત્ય કરવા પૂર્વ જરા પણ વિચાર ન કર્યો? હવે શું મુખ લઈને અહીં મારી સમક્ષ ઊભો છે. જા ચાલ્યો જા અભયકુમાર મને તારું મોઢું બતાવીશ નહીં.” ...૯૭૯ શ્રેણિકરાજા તરફથી જાકારો મળતાં અભયકુમાર રાજ આજ્ઞાનું પાલન કરવા ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્યાંથી નીકળી ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ઉપસ્થિત થયા. તેમણે ત્યાં જઈ શીધ્ર સંયમ અંગીકાર કર્યો. બીજી બાજુ શ્રેણિક રાજા ચેલુણારાણીના મહેલ તરફ ગયા. (મહેલ બળી ચૂક્યો હતો. પાણીવડે અગ્નિ શાંત કર્યો. ત્યાં ભોંયરામાંથી નવકાર મંત્રનો પવિત્ર ધ્વનિ સંભળાયો. મહારાજાએ ત્યાં જઈને જોયું) મહારાણી ચેલણાને ક્ષેમકુશળ જોઈ મહારાજાને અપાર આનંદ થયો. ... ૯૮૦ અભયકુમારે પિતાના વચનનું પાલન કરવા લાક્ષાગૃહને આગ લગાડી પરંતુ મહારાણી ચેલણાની ખૂબ જ સંભાળ લીધી. ખરેખર! અભયકુમાર ચાર પ્રકારની બુદ્ધિના સ્વામી હતા. ધન્યવાદ છે તેજસ્વી પ્રજ્ઞાધારી અભયકુમારને! ... ૯૮૧ શ્રેણિકરાજા અભિનંદન આપવા માટે અભયકુમારની રાહ જોવા લાગ્યા પરંતુ મહામંત્રી અભયકુમાર આવ્યા જ નહીં. જ્યારે મહારાજાએ સાંભળ્યું કે, “મહામંત્રી અભયકુમાર મોક્ષના પથિક મહામુનિ બન્યા છે' ત્યારે મહારાજાની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. ••. ૯૮૨ તેમણે કરૂણ સ્વરે કહ્યું, “મારા ઘરમાંથી આજે ચિંતામણિરત્ન ચાલ્યું ગયું. તેના દ્વારા રાજ્યનાં અટપટાં કાર્યો સરળતાથી થતાં હતાં. મોટા મોટા રાજર્ષિઓ, દેવો અને મહર્ષિઓ પણ તેનું માન સન્માન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy