SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ કુવ્યસનના સેવનથી સત્યકી ત્યાર પછીના(નરકના) ભવમાં પણ દુઃખ પામ્યો. કુવ્યસનના સેવનથી દુઃખ મળે, લોકોમાં બેઆબરુ થવાય, ઈજ્જત જાય તેમજ નાની વયમાં મૃત્યુ થાય છે. વરરુચિ બ્રાહ્મણ વેશ્યાના સંગથી મૃત્યુ પામ્યા. હે ભવ્યજીવો! તેવું જાણી કદી કુવ્યસનનું સેવન ન કરો. ...૬૧૦ કુવ્યસનના સેવનથી સત્યકી નરકગતિમાં પટકાયો. તે ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં શતકીર્તિ' નામના દશમા તીર્થંકર થશે. તે તીર્થકરના આત્માને હું પ્રણામ કરું છું. ... ૬૧૧ સત્યકીનું અકાળે મૃત્યુ થયું તે સાંભળી તેના નંદી અને ઈશ્વર નામના બે શિષ્યો ખૂબ ગુસ્સે થયા. તેમણે નગરમાં મરકીનો રોગ વિકુ તેમજ નગરના પુરુષોને તેઓ પ્રહાર કરવા લાગ્યા. ...૬૧ર લોકોએ પ્રહાર કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “અમારા(રાજા) વામીને તમારા રાજાએ શા માટે મરાવ્યા? તેથી અમે આ નગરમાં ઉત્પાત મચાવશું (શિલાથી ચગદાવશું.) જો તમે મારી એક વાત માનીતે પૂર્ણ કરો તો આખા નગરમાંથી મરકીનો રોગ દૂર કરીશ. ..૬૧૩ આ નગરમાં એક મંદિર બનાવી તેમાં અમારા ગુરુ(રાજા)ની સંભોગ કરતી મૂર્તિ પધરાવો. આ મૂર્તિની નગરજનો ત્રણે કાળ પૂજા કરે તેમજ રાજા સહિત નગરજનો તે મંદિરમાં આવે તો હું મરકીનો રોગ તત્કાલ મટાડીશ.' ...૬૧૪ રાજાએ સોનાની બે મૂર્તિઓ કરાવી. આ મૂર્તિઓ જાણે પતિ-પત્નીની જેમ સંભોગ કરતી હોય તેવા આકારની બનાવી સ્થાપિત કરી. આ પ્રમાણે કરતાં નગરમાંથી રોગ દૂર થયો. ...૬૧૫ સુષ્ઠાનો પુત્ર જગતમાં “ઈશ્વર ત્રિલોક' નામથી વિખ્યાત થયો. (સત્યકી અગિયારમા રુદ્ર ગણાયા.) કવિ કહે છે કે, હવે ચલણા રાણી અને મહારાજા શ્રેણિકનો ઘર સંસાર જુઓ. ... ૬૧૬ દુહા ઃ ૩૫ ગુણિકાનેહ છાંડિ કરી, કરઈ સુપુરૂષની સેવ; શ્રેણિકરાસ સુપરિ સુણો, હોસઈ જિનવર દેવ ... ૬૧૭ અર્થ - પરસ્ત્રીગમન (ગણિકનો સંગ)નો દોષ(કુવ્યસન) છોડી સપુરુષની સેવા કરો. હે ભવ્યજીવો! તમે શ્રેણિકરાસને સારી રીતે શ્રવણ કરી તેનું ચિંતન કરો. આ રાસનું શ્રવણ, મનન અને ચિંતન પરમાત્મા બનવાનો સુયોગ પ્રાપ્ત કરાવશે...૬૧૭ ચોપાઈઃ૧૦ મહાસતી સુલસાનું ચરિત્ર શ્રેણિકરાય સ્ત્રીનિ લેઈ જાય, હઈડઈ હરખ ઘણેરો થાય; બોલાવી સુજેષ્ટા જસંઈ, કહઈ ચેલણા હું આવી તસિં શ્રેણિકરાય વિચારઈ તામ, ફોકટ ન થયું આરંભિલું કામ; ભોહડી બેહનિ સુચેષ્ટા તણી, બાંધું પ્રિતી હવઈ ચિલણા ભણી શ્રુભ લગનિ આવઈ પુરમાંહિ, પુરજન લોક વધાવઈ ત્યાંહિ; વેગિં ગાંધર્વ વિવાહ કરઈ, ચેલણા સું નેહ સબલો ધરઈ •.. ૬૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy