________________
૧૨૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
. ૬૨૧
. ૬રર
... ૬૨૩
•.. ૬૨૪
•
૬ર૫
••. ૬ર૬
•.. ૬ર૭
સુલસા નાગ સુણઈ પછઈ વાત, બત્રીસઈ બેટાની ઘાત; માંડી તેહ કહું અવદાત, સાથિં જગ્યા બત્રીસઈ ભાત એક દિન વિર જિણોસર રાય, રાજગ્રહીના વનમાં જાય; સમેસરણ રચીલું તિહા સહી, વંદન લોક ગયા ગેહ ગહી અંબઇ તાપસ શ્રાવક થયો, વીર તણિ તે વંદનિ ગયો; સાતસિંચેલા તાપસ હોય, સમોશરણે જઈ બેઠા સોય સુનિ વખાણ અંબડ ઉઠંતિ, વીર તણાઈ વેગિં પુષંતિ; જાઉં સ્વામી રાજગૃહી માંહિ, કહો કામ હોય વલી ત્યાંહિ વીર કહઈ સુલસા ઘરિ જઈ, વલજે ધર્મલાભ મુઝ કહી અંબડ આપ વિચારઈ અઢું, સુલસા સંભારી તેને કહ્યું અનેક શ્રાવક નગર મઝાર, પ્રથમ સંભારી સુલસા નારિ; કરૂં પરીક્ષા એહની હિં, કવણ વશેષાઈ એ માંહિ પ્રથમ પૂરવ પોલિં ગયો, પોતઈ બ્રહ્મા રૂપિ થયો; નગરીમાંહિં જાણિઉ જસિં, સકલ લોક વંદન ગયો તસિં એક ન ગઈ વંદનિ સુલતાય, તવ અંબડ દખ્યણ દસિ જાય; કરયું રૂપ શંકરનું સહી, સકલ ગયા સુલતા નવિ ગઈ અંબડ પછિમ પોલિં સંચરઈ, કૃષ્ણ રૂપ તે પોતઈ ધરઈ; સકલ લોક ગયા વંદિવા, સુલસા મન ન થયું જાણવા તવ અંબડ ઉત્તર દિસિ જઈ, જિનનું રૂપ કરઈ ગઈ ગાહી; પંચવીસમો તીર્થંકર નામ, અંબડ આપ ધરાવઈ તામ અનેક વંદન ગયા લોક, સુલસા કહઈ એ સહુ ઈ ફોક; જિન ચોવીસ જ થાય સોય, પંચવીસમો નવિ હુંઉં કોય ઈદ્ર જાણીઉં દીસઈ કોય, સાચો વીર જિણસર સોય; જિન વિણ અવર ના નામું સીસ, કુણ બ્રહ્મા કુણ માધવ ઈસ સમકિત દ્રઢ જાણિઉ સુલતાય, તવ અંબડ ચાલી ઘરિ જાય; શન્યાસી દીઠો તેણી વાર, ઊભી ન થઈ તે લગાર જાણી દ્રઢ અંબઇ બોલીઉં, ધર્મલાભ વરિ તુમ દીઉં તતખિણ ઊઠી ઊભી થઈ, જિનવરની સુધિ પુછી સહી આવ્યા જાણી વંદણ કરઈ, સબલ હરખ હઈઆમાં ધરઈ; અંબડ કહઈ ચિહું રૂપ જ ઘરી, મિં તુમ સમકિત પરીક્ષા કરી
•• ૬૨૮
... ૬ર૯
.. ૬૩૦
•.. ૬૩
•. ૬૩૨
...૬૩૩
•• ૬૩૪
... ૬૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org