________________
તું નવિ અમાનઈ હરીહર બ્રહમ, તું સમઝી જિનશાસન મર્મ; માનઈ સક્તિ તણઈ કેતલા, જાવઈ પીર તણઈ રોટલા યોગી શન્યાસીનિં નમઈ, વાત ફરંગીની મને ગમઈ; જાઈ લાગઈ જિનવર ભણી, એ સમકીત ઢીલાના ઘણી
સુધું સમકિત સુલસામાંહિ, જિન વિણ સીસન નામઈ ક્યાંહિ; ઋષભ કહઈ સુર ઈંદ્ર સુજાણ, કરતો સુલસા તણુ જ વખાણ
૬૩૮
અર્થ :મહારાજા શ્રેણિક ચેડારાજાની સુકન્યાને પોતાની સાથે લાવ્યા. (સ્વરૂપવાન અને ગુણિયલ) કન્યાને મેળવીને રાજાનું મન પુલિકત બન્યું. તેમણે કન્યાને ‘સુજ્યેષ્ઠાના’ નામથી સંબોધન કર્યું. ત્યાં કુંવરીએ રાજાને કહ્યું, ‘‘હું ચેલણા છું. હું વિશાલા નગરીથી આપની સાથે આવી છું.’’
...૬૧૮
(મહારાજાએ ચેલણાને જોઈ. તે સુજ્યેષ્ઠા જેવી જ રૂપવાન હતી.) મહારાજા શ્રેણિકે ત્યારે વિચાર્યું, ‘મેં જે કામ પ્રારંભ કર્યું હતું તે વ્યર્થ નથી ગયું. ભલે સુજ્યેષ્ઠા ન આવી પણ ચેલણા પણ એવી જ સુંદર અને સુશીલ કન્યા છે . સુજ્યેષ્ઠાની આ નિર્દોષ અને ભોળી બહેન છે. હવે હું ચેલણા સાથે પ્રીતી બાંધીશ.’... ૬૧૯ મહારાજા શ્રેણિક અને ચેલણા રાણીએ શુભ મુહૂર્તે નગરમાં પ્રવેશ કર્યો. નગરજનોએ આનંદથી તેમને વધાવ્યા. તેમના ઝડપથી ગાંધર્વ લગ્ન લેવાયા. મહારાજા શ્રેણિક હવે ચેલણા રાણી પ્રત્યે અનુરાગ
ધરાવવા લાગ્યા.
૬૨૦
૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
૬૩૬
(રાજગૃહી નગરીની દઢ શ્રદ્ધાવાન) 'સતી સુલસા અને ધર્મપ્રિય શ્રાવક નાગ ગાથાપતિના બત્રીસ પુત્રોનું મહારાજા શ્રેણિકની સુરક્ષા કરતાં મૃત્યુ થયું. હવે તેની કથા વિગતે કહું છું. આ બત્રીસ ભાઈઓ એક સાથે જન્મ્યા હતા.
૬ર૧
એકવાર ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવ્યા. રાજગૃહીના ઉદ્યાનમાં તે સમયે દેવો દ્વારા સમવસરણની રચના થઈ. નગરજનો પ્રસન્ન થઈ જિનેશ્વર ભગવંતના દર્શન કરવા ગયા. . ૬૨૨
આ સમવસરણમાં(પરમાત્માના દર્શન અને જિનવાણીના શ્રવણથી) અંબડ નામના તાપસે શ્રાવક ધર્મ(આગાર ધર્મ) સ્વીકાર્યો. અંબડ સંન્યાસીના સાતસો તાપસ શિષ્યો હતા. તેમણે જિનવાણીનું શ્રવણ કરવા સમવસરણમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
૬૨૩
જિનવાણીનું શ્રવણ કરી અંબડ સંન્યાસી પ્રભુ મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમણે વંદન કરી કહ્યું, “હે દેવાધિદેવ ! હું રાજગ્રહી નગરીમાં જઈ રહ્યો છું, ત્યાં કંઈ કામ હોય તો કહો.'
...૬૨૪
પ્રભુ મહાવીરે કહ્યું, ‘‘તમે સુલસા શ્રાવિકાના ઘરે જઈ મારા તરફથી ‘ધર્મલાભ' કહેજો.'' અંબડ સંન્યાસીએ સ્વયં મનોમન વિચાર્યું, ‘પ્રભુએ સુલસા શ્રાવિકાને શા માટે યાદ કર્યા હશે ?
...૬૨૫
આ રાજગૃહી નગરી ઘણી મોટી છે. ત્યાં અનેક શ્રાવકો રહે છે, છતાં પરમાત્મા મહાવીર પ્રભુએ (૧) સતી સુલસા : ત્રિ.પુ.શ.ચ. પર્વ-૧૦, સર્ગ-૯, પૃ.૧૭૭ થી ૧૮૦. અને કથાભારતી સામયિક ક્ર. ૧૯, વર્ષ-૪, અંક-૧, પૃ. ૫ થી ૮. ઈ.સ. ૧૯૫૯.
૬૩૭
www.jainelibrary.org