________________
૨૦૫
ગાયક સમકિત પામઈ તેહો રે, સાત બોલ પાલઈ નર જેહો રે; ક્રોધ માન માયોનિ લોભો રે, હનિ આવતાં ન દીઈ થોલો રે. ... ૧૧૦૬
અનંતાનુબંધીયા એ ચ્યારો રે, સમકીત મોહનીનો પરિહારો રે; મિથ્યાત્વ મોહની મિશ્ર તજી જઈ રે, ગાયક સમકિત એમ ભજી જઈ રે... ૧૧૦૭ એ સમકિત સઘલાંમાં સારો રે, પામઈ જીવ તે એક જ વારો રે; આણઈ ભવિ તો એ પણિ પારો રે, શ્રેણિક લહઈ સઈ જિન અવતારો રે.... ૧૧૦૮ એમ કહી સુર તિહાં પરગટ થાય રે, ધિન ધિન સમકિત શ્રેણિક રાય રે; ઈદ્રિ વાત કહી મુઝ જેહવી રે, દીસઈ ચઢતી નહી કાંઈ તેહવી રે. ... ૧૧૦૯ માટી ગોલા સુર દઈ સારો રે, શ્રેણિકનિ દીધો એક હારો રે; ત્રુટો હાર પરોસઈ જેઠો રે, નિર્થિ ભવ ચૂકેસે તેડો રે.
... ૧૧૧૦ ઈમ કહી સુર ચાલ્યો જિ વારઈ રે, નૃપના ગુણ બોલઈ હરી પાસિં રે;
શ્રેણિક નિજ ઘરિ આવ્યો જિ વારઈ રે, તેડી ચિલણા દેવી તિવારઈ રે. ... ૧૧૧૧ અર્થ - મહારાજા શ્રેણિક રાજમહેલ તરફ જઈ રહ્યાં હતાં. મહારાજાની નજર એક મુનિવર ઉપર પડી. તેમના ખભા ઉપર માછલાં પકડવાની જાળ હતી. તેમણે જાળ લઈને સમુદ્રના પાણીમાં નાખી. થોડીવારમાં માછલીઓને જાળમાં ભરી બહાર આવ્યા. મહારાજાએ તેમને પકડયા.
.. ૧૦૯૪ મહારાજાએ મહાત્માને પૂછયું, “હે મુનિવર ! કહો તમે આ માછલાનું શું કરશો?' મુનિએ કહ્યું, “હું તેને મદિરા સાથે ખાવાના ઉપયોગમાં લઈશ.” મહારાજાએ પૂછ્યું, “શું તમે મદીરા પણ પીઓ છો?'
૧૦૯૫ મુનિએ કહ્યું, “હું એકલો નથી પીતો. મારી સાથે ગણિકા હશે. તેની સાથે હું પીશ.” મહારાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, “ગણિકાને આપવા માટે ધન ક્યાંથી લાવો છો?” મુનિએ કહ્યું, “હું ખાતર પાડી, ગાંઠડી છોડી, કપટ કરી, બીજાનું ધન જપ્ત કરું છું.
.. ૧૦૯૬ વળી આખો દિવસ કેમ વ્યતીત થાય? તેથી પરસ્ત્રીગમન કરું અથવા જુગાર રમું છું. તેમજ ચાડી ચાડી ચુગલી કરવામાં, બીજાનાં દોષ દર્શનમાં અને બીજાને કલંક લગાડવામાં મને ખૂબ આનંદ આવે છે. મને કંચન અને કામિની પર અત્યંત અનુરાગ છે.” (અહીં કવિએ બધા વ્યસનોને કથાના માધ્યમે આવરી લીધા
.. ૧૦૯૭ મહારાજા શ્રેણિકે કહ્યું, “હું તમને ધન અને ધાન્ય આપું પણ તમે શ્રેષ્ઠ એવા સંયમનું યથાર્થ પાલન કરો. તમે હિંસા, વૈશ્યાગમનથી નિવૃત થાવ.” મહારાજા શ્રેણિકના વચનોથી મુનિવર પર કોઈ અસર ન થઈ. મુનિવર પુનઃ પોતાના કાર્યમાં વ્યસ્ત થયાં.
... ૧૦૯૮ મહારાજા શ્રેણિક માર્ગમાં ચાલતાં ચાલતાં બજારમાં એક ખુલ્લી દુકાન ઉપર જઈ બેઠા. ત્યાં તેમણે એક ગર્ભવતી સાધ્વીજીને કોડીયો માંગતા જોયા. મહારાજાએ જોયું કે કોઈએ સાધ્વીજી સાથે અન્યાય કર્યો
... ૧૦૯૯
છે.)
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org