________________
૨૪૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
થવાનું છે.”
... ૧૩૪૫ મહારાજા શ્રેણિક સેવકની વાત સાંભળી ગભરાઈ ગયા. તેમણે વિચાર્યું, કોણિકે પ્રથમ કોરડાનો માર મરાવ્યો. શું હવે તે દંડથી મારશે? કોરડાનો માર પણ હવે મારાથી સહન થતો નથી તો લોખંડના દંડનો પ્રહાર મારાથી શી રીતે સહન થશે. (હું તેને પિતૃઘાતક નહીં બનવા દઉં). તેમણે આ પ્રમાણે વિચાર કરી પોતાના હાથમાં પહેરેલી વીંટીમાં જે તાલપુટ વિષ (હીરાકણી)હતું તે ચૂસી લીધું. ... ૧૩૪૬
મહારાજા શ્રેણિકનું મૃત્યુ થયું. (કોણિકરાજાને ખૂબ અફસોસ થયો. પિતાના પાર્થિવ દેહને જોઈ છાતીફાટ રુદન કર્યું.) કોણિક રાજા રડતાં રડતાં રાજમહેલમાં પાછા આવ્યા. તેમણે ચેલણા માતાને વંદન કરી રુદન કરતાં કહ્યું, “હે માતા! મારા પિતાજીનું મૃત્યુ થયું છે. તેમનો વિરહ અસહ્ય છે'' ... ૧૩૪૭
કોણિકરાજાના શોકનો કોઈ પાર ન હતો. (કોણિકરાજાએ રાજ્યની દેખભાળ-સંચાલન કાર્ય છોડી દીધું.) તેમણે પોતાના દેહની સાર સંભાળ કરવાનું પણ છોડી દીધું. તેમણે સુંદર વસ્ત્રો અને આભૂષણો છોડયાં. તેમણે રાજાને યોગ્ય તલવાર આદિ શસ્ત્રો પણ ધારણ ન કર્યા. તેમણે સુંદર, પૌષ્ટીક આહાર છોડયાં. (પિતાના અકસ્માત મૃત્યુથી આઘાત લાગતાં કોણિકરાજાની મનઃસ્થિતિ નાજુક બની.)... ૧૩૪૮
કોણિકરાજા સદા શોકમગ્ન રહેવા લાગ્યા ત્યારે તેમના બીજા ભાઈઓને તેમને દિલાસો આપતાં કહ્યું, “ભ્રાતા! જે બનવાનું હતું તે બની ગયું. પિતાજીનું મૃત્યુ થયું છે. તેઓ હવે જીવતા નહીં થાય. જિનેશ્વર ભગવંતો અને નરવીર એવા ચક્રવર્તીઓ પણ આ માર્ગે જાય છે. (અર્થાત્ જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે.) તમે હવે શાંત બનો, મનમાં ઉચાટ (ખેદ) ન કરો.
.. ૧૩૪૯ અભવીને કદી મુક્તિ પ્રાપ્ત ન થાય. સિદ્ધ ભગવંતો કદી મુક્તિશિલા ઉપરથી પાછા ન આવે દેવ મરીને ફરી દેવગતિ પ્રાપ્ત ન કરે, તેમ મૃત્યુ પામેલા પ્રાણીઓ કદી જીવતાંન થાય. ... ૧૩૫૦
ભ્રાતા!તમે પિતા ઉપર ઉપકાર કરવા માટે તેમને છોડાવવા દોડયા હતા પરંતુ ભલું કરવા જતાં ભૂરું થયું. તેમાં મોટાભાઈ તમારો શું દોષ?''
... ૧૩પ૧ કોણિકરાજાને તેમના પ્રધાન મંત્રીઓએ સમજાવતાં કહ્યું, “રાજનું! તમે હૃદયમાં વિવેક ધારણ કરો. તમારા પિતાનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હતું તેથી તેમનું મૃત્યુ થયું છે. કવિ ઋષભ કહે છે, તેમાં રાજા કોણિકનો કોઈ ગુનો નહતો.
... ૧૩પર દુહા : ૬૮ વાંક તુમારો નહી કસ્યો, ચિંતિઉં કરઈનકોય; નિસિ ભાવટ લઈ નહી, હોનારું તે હોય
... ૧૩૫૩ અર્થ - પ્રધાનમંત્રીએ કહ્યું, “રાજન! તમારો કોઈ અપરાધ નથી. તમે કોઈ જાતની ચિંતા ન કરો. નિશ્ચયથી ભાવિને કોઈ બદલી શકતું નથી. જે થનારું હોય તે થઈને જ રહે છે.”
.. ૧૩પ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org