________________
મોહિત થયા. (શેઠ પાસે આ સંપત્તિ ક્યાંથી આવીને પૂછવાનું જ રાજા ભૂલી ગયા) ... ૨૪૪
રાજાને નમસ્કાર કરતાં શેઠે પૂછયું, “હે રાજનું! પહડ વગાડવાનું શું પ્રયોજન છે.” રાજાએ કહ્યું, “જો તમે તેજંતૂરી આપશો તો તમારું શ્રેષ્ઠીપદ હું તમને પાછું આપીશ.
... ૨૪૫ શ્રક સંબોધન નામના વ્યાપારી પાસે ઘણી બહુમૂલ્ય વસ્તુઓ છે પરંતુ તેની પાસે તેજંતૂરી નથી. જો તેને આપણા રાજ્યમાંથી તેજંતૂરી નહીં મળે તો તે આ નગરમાંથી ખાલી હાથે પાછો જશે. જો એવું થશે તો આપણા નગરની ધનાઢય તરીકેની નામના કેમ રહેશે?”
.. ૨૪૬ ધનાવાહ શેઠે કહ્યું, “હે રાજનું! મેં તેજંતૂરી બજારમાં રહેલી મારી પેઢીએ મૂકી છે.” રાજાએ કહ્યું, “શેઠજી ! તમે વ્યાપારી સાથે પેઢીએ જઈ બેસો. (તમને તેની સાથે વ્યાપાર કરવા મંજૂરી આપું છું). વ્યાપારી પણ જ્યાં તેજંતૂરી છે, તે સ્થાને સર્વ વસ્તુ લઈ આવે.”
.. ૨૪૭ રત્નના પ્રભાવથી રાજા વશ થયા. શેઠની બધીજ વાતો રાજાએ બરાબર સાંભળી. રાજાએ કહ્યું, “શેઠજી વ્યાપારીને જેટલી તેજંત્રી જોઈએ તેટલી આપજો. તમારી યશ, પ્રતિષ્ઠા ખૂબ વધશે.'... ૨૪૮
શેઠે શ્રક સંબોધન નામના સાર્થવાહને સેવકો દ્વારા તેડાવ્યો. શેઠે કહ્યું, “હે પરદેશી વ્યાપારી! તમને જે જોઈએ છે તે માંગો?” વ્યાપારીએ કહ્યું, “શેઠજી ! મને તેજંતૂરી જોઈએ છે. તે તમારી પાસે હોય તો મને લાવી આપો.' ... ૨૪૯
રાજકુમાર શ્રેણિક, ધનાવાહ શેઠ અને સાર્થવાહ સાથે પેઢીએ આવ્યા. સંઘવી સાંગણનાં પુત્ર કહે છે, કે રાજકુમાર શ્રેણિક સાર્થવાહને તેજંત્રી કેવી રીતે આપશે તે સાંભળો.
.. ર૫૦ દુહા : ૧૭ રાસ સુણો રંગ કરીહો સઈ, રાસ સુણો રંગિ કરી, નાયક બેઠો પેઢીઈ, બોલઈ મધુરી ભાષ.
... રપ૧ કનક તણું બીજોરડું, મુંકઈ સાહ નઈ ભેટિ; વણિક કહઈ દિઉં કુમર નઈ, અછઈ સહુનો સેઠ
••• ૨પર અર્થ - હે ભવ્ય જીવો! તમે રાસ રસપૂર્વક ઉત્સાહથી સાંભળો. સાર્થવાહ વ્યાપાર કરવા માટે શેઠની પેઢીએ આવ્યો. તે શેઠ સાથે મધુર ભાષામાં વાર્તાલાપ કરવા લાગ્યો.
... રપ૧ (શ્રુક સંબોધન સાર્થવાહ ખૂબ ચતુર વ્યાપારી હતો.) તેણે ધનાવાહ શેઠ સમક્ષ સોનાનું બિજોરું કાઢી ભેટ ધર્યું. ધનાવાહ શેઠે કહ્યું, “મહાનુભવ! આ ભેટ કુમારને આપો.(મારો બધોજ કારભાર આ કુમાર સંભાળે છે. તેજંત્રીના જાણકાર પણ આ કુમાર જ છે !) અમારા બધાના તેઓ શેઠ છે' .. રપર
(સાર્થવાહે કહ્યું, “મેં તમારી બંનેની પાસે એક એક સુવર્ણ બિજોરું મૂક્યું છે. સાર્થવાહે બીજું બિજોરું લઈ રાજકુમાર શ્રેણિકને ભેટ ધર્યું) સાર્થવાહ શેઠના વચનોથી પ્રભાવિત થયો.(તેણે વિચાર્યું, “ધનાવાહ શેઠ ખરેખર વિનમ્ર અને વિવેકી છે. તેઓ ચતુર છે, પોતાનાથી નાના વ્યક્તિ માટે કેટલું બહુમાન છે ! જે નગરમાં આવા શ્રેષ્ઠીઓ હોય તે નગર ધન્ય છે !') સાર્થવાહને શેઠ અને કુમાર પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયો.”.. ૨૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org