SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' તેને નગરમાં પહોંચતાછ માસ થયા. તે પોતાનાં સવાલાખ પોઠિયાં(વણજારા)ને સાથે લાવ્યો હતો. તેની સાથે અશ્વ, હાથી, ઘોડા અને પાડાઓ જેવા બહુલ સંખ્યામાં પશુઓ પણ હતા. તેને કોઈ વાતની કમી ન હતી. (શ્રીમંત વ્યાપારી પોઠિયાં પર બહુમૂલ્ય વસ્તુઓ લાવ્યો હતો.) ... ર૩૬ આ શ્રક સંબોધન પાસે એક દેવતાઈ પોપટ હતો, જે છ-છ માસના અંતરે બોલતો હતો.(એક દિવસ શ્રક સંબોધને પોપટને પૂછયું, “તોતાજી! હવે તેજંત્રી કયાંથી મળશે?'') પોપટે કહ્યું, “બેનાતટ નામના નગરમાં તેજંતૂરી છે તે લઈ આવો.” તેવું સાંભળી વેપારી અહીં આવ્યો હતો. ... ર૩૭ શ્રક સંબોધને પોપટની વાત પર વિશ્વાસ મૂક્યો. તે સવાલાખ પોઠિયાઓની સાથે રાજદરબારમાં જઈ રાજાને મળ્યો. તેણે રાજાને અનેક કિંમતી વસ્તુઓ ભેટ ધરી.(રાજાએ ખુશ થઈ “સોદાગરને કહ્યું, આ નગરમાં કેમ આવવાનું થયું? શ્રુક સંબોધનેકહ્યું, “રાજનું! તમારાં નગરમાંથી હું તેજંત્રી લેવા આવ્યો છું. તમારું રાજ્ય વિશેષ પ્રકારે ધનાઢય હોવાથી અહીંથી મળશે એવી આશા સાથે આવ્યો છું.” ... ૨૩૮ રાજાએ મંત્રીને પૂછયું, “મંત્રીજી! આપણા નગરમાં તેજંત્રી કોની પાસે છે?' મંત્રીએ કહ્યું, “મહારાજ! આપણા રાજ્યમાં તેજંત્રી ક્યાંથી પ્રાપ્ત થશે તે ચોક્કસ કહી ન શકાય પરંતુ નગરમાં પડહ વગાડતાં સંભવ છે કે તે જંતૂરી મળી શકે.' ... ર૩૯ રાજાની આજ્ઞાથી મહામંત્રીએ ઢંઢેરો પીટાવ્યો. જેની પાસે તેજંતૂરી હોય તે રાજાને આપો. રાજા તેને નગર શ્રેષ્ઠીનું બિરુદ આપશે તેમજ તેની નગરમાં યશ, પ્રતિષ્ઠા વધશે.” ... ૨૪૦ રાજાનો આવો ઢંઢેરો કાને સાંભળીને રાજકુમાર શ્રેણિકે તરત જ ધનાવાહ શેઠને કહ્યું, “શેઠજી ! તમે ઉઠો. આજે તમારું ભાગ્ય ખૂલી ગયું છે. હું તમને તમારું શ્રેષ્ઠીપદ અને સંપત્તિ પાછી અપાવીશ. (તમારી યશ-પ્રતિષ્ઠા રવયં તમારી પાસે આવશે. તમે આ ઢંઢેરાની શરત સ્વીકાર કરો.') ... ૨૪૧ (શેઠે નવકાર મંત્રનું સ્મરણ કર્યું.) શેઠ ચાર રસ્તા પર પડહ વગાડનારા પાસે આવ્યા. શેઠે ઢંઢેરો સ્વીકાર કર્યો. નગરવાસીઓ આશ્ચર્યચકિત બન્યા. તેમણે કહ્યું, “આ વાણિયો ગુણહીન(નિર્ધન) બની ઘેલો તો નથી થયો ને? રાજાએ તેનું બધું ધન તો જપ્ત કરી લીધું છે. તેની પાસે ક્યાંથી તેજંતૂરી હોય? તેની પાસેથી તો ધૂળ મળશે ધૂળ!” .. ૨૪૨ ધનાવાહ શેઠે ઢંઢેરો સ્વીકાર કર્યો છે, એવું જાણી રાજાને કૌતુક થયું. તેમણે તરતજ શેઠને પ્રથમ રાજ દરબારમાં બોલાવ્યા.(રાજાને થયું, “સંપત્તિ જવાથી ધનાવાહ શેઠ મતિભ્રમ થયા છે. તેની પાસે પત્થર પણ નહીં હોય! હશે તો કદાચ માટી હશે!) રાજાના મનમાં કુતૂહલ થયું તેથી રાજાએ પ્રથમ પોતાની પાસે શેઠને બોલાવ્યા. રાજ સેવકો જ્યારે પેઢી તરફ આવતા હતા ત્યારે તેમને જોઈ ધનાવાહ શેઠે કહ્યું, “કુમાર! તમે મારા જમાઈ છો હવે તમેજ કંઈક મારું ઈષ્ટ કરો.(તમે જ મને બચાવો)'' .. ૨૪૩ રાજકુમારે પોતાની પાસે રહેલું રાજ વશીકરણ રત્ન હાથમાં લીધું. શેઠના મસ્તકે રહેલી પાઘડીમાં રત્ન બાંધી દીધું.(શેઠને રસ્તામાં રત્નનું સ્મરણ કરવાની ભલામણ આપી) બંને જણા રાજસભામાં આવ્યા. રાજાને પ્રણામ કર્યા. (શેઠે રત્નનો થાળ રાજાને નજરાણા તરીકે ભેટ ધર્યો) રાજા વશીકરણ રનના પ્રભાવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy