________________
પ્રાપ્તિ, બેનાતટ નગરે ધનાવાહ શ્રેષ્ઠીની પુત્રી સુનંદા સાથે લગ્ન ઈત્યાદિ પ્રસંગો આલેખ્યાં છે.
બીજા ખંડમાં પરદેશી સાર્થવાહ સાથે તેજંતુરીનો વ્યાપાર, શેઠની ઉત્તરોત્તર ચઢતી, શ્રેષ્ઠી પદ અને રાજ સન્માન પ્રાપ્ત થવું, પ્રસેનજિત રાજા દ્વારા પુત્રને આમંત્રણ, રવમાની પુત્રે આપેલો પત્રનો જવાબ, ઈત્યાદિ પ્રસંગો રોચક છે. સો પગવાળા કાનખજુરા, સો પીંછાવાળો મોર અને પિથાણ નામના પાટિયાના ઉદાહરણો નવીનતા અર્પે છે. જેના ભાવો અત્યંત ગહન છે. સુનંદાનો દોહદ શ્રેણિકની વિશિષ્ટ આવડતથી દોહદ પૂર્તિ, પિતા-પુત્રનું મિલન, અભયકુમારનો જન્મ, સુનંદાનું રાજગૃહીમાં આગમન, અભયકુમારને મળેલી મહામાત્યાની પદવી જેવા પ્રસંગો કવિએ સરળ શૈલીમાં રસિક રીતે વર્ણવ્યા છે.
ત્રીજા ખંડમાં બુદ્ધિનિધાન અભયકુમારે અવંતી નરેશને છેતર્યા. ચેડારાજાની દીકરી સુજયેષ્ઠાનો તપસ્વીની સાથે ધર્મવાદ, રાજકુમારી ચેલણાનું અપહરણ, ચંદનબાળા પ્રવર્તિની પાસે સુજ્યેષ્ઠાની દીક્ષા, સત્યકીનો જન્મ, ઉમા નામની વેશ્યા દ્વારા સત્યકીનું મૃત્યુ, સતી સુભદ્રાની સમ્યકત્વની પરીક્ષા, સુલતાના બત્રીસ પુત્રોના જન્મ, ચેડારાજાના સુભટો દ્વારા બત્રીસ પુત્રોનું નિધન, ચેલણા રાણીનો દોહદ, નવજાત શિશુનો ત્યાગ, અનાથી મુનિનો સત્સંગ, શાલિભદ્ર અને મમ્મણ શ્રેષ્ઠીનો વૃત્તાંત, ધારિણી રાણીનો દોહદ, નંદીષણકુમારનો જન્મ, મેઘકુમારની પ્રવજ્યા અને તેમના પૂર્વભવોનાં વર્ણન પરમાત્માના મુખેથી કહેવાયા છે.
ચોથા ખંડમાં પરમાત્માના સમવસરણમાં કુષ્ટી દેવનું આગમન, દેવનો પૂર્વભવ, શ્રેણિક રાજાના નરક નિવારણ માટેના પ્રયત્ન, દેવોએ તેમની કરેલી કસોટી, દેવોએ આપેલો દિવ્યહાર અને બે ગોળા, દિવ્યહારની ચોરી ઈત્યાદિ પ્રસંગો સુંદર રીતે વર્ણવે છે.
પાંચમાં ખંડમાં ભાવધર્મના સંદર્ભમાં કવિ ઉદાયનરાજા, પ્રસનચંદ્ર રાજર્ષિ, જીરણ અને અભિનવ શ્રેષ્ઠીનાં કથાનકો આલેખે છે. મહારાજા શ્રેણિકને ચેલણા રાણીના શીલ સંબંધી શંકા, અભયકુમારને અંતઃપુર બાળવાની આપેલી આજ્ઞા, “જા ચાલ્યો જા” એવી આજ્ઞા મળતાં અભયકુમારે સ્વીકારેલો શ્રમણધર્મ, કોણિકનો રાજ્ય માટે છળકપટ, કોણિકનો પુત્ર પ્રેમ, સત્યદષ્ટિ પ્રાપ્ત થતાં કોણિકનો પ્રશ્ચાતાપ, મહારાજા શ્રેણિકનું મૃત્યુ અને તેમનો પૂર્વભવ, કાલીયાદિક રાણીઓની દીક્ષા ઈત્યાદિ પ્રસંગો પ્રસ્તુત છે. મહારાજા શ્રેણિક દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો પરમાત્માના મુખેથી વહે છે. પરમાત્માની દિવ્ય વાણી શબ્દાયમાન થતાં મહારાજા શ્રેણિકની શંકાઓનું સમાધાન થાય છે.
છઠ્ઠા ખંડમાં કોણિકની પત્ની પદ્માવતીની દિવ્યહાર અને સેચનક હારતી માટેની હઠ, ચેડા અને કોણિકરાજા વચ્ચે ભીષણ યુદ્ધ, સેચનક હસ્તીનું અવસાન, હલ-વિહલ કુમારની દીક્ષા, કાલાદિ દશ સેનાપતિઓનું મૃત્યું, વરૂણનાગ શ્રાવકનું સ્વર્ગગમન, કૂળવાળુક મુનિ દ્વારા વિશાલા નગરીનો વિનાશ, ચેડારાજાનું વર્ગીગમન ઈત્યાદિ પ્રસંગો આલેખાયેલાં છે.
સાતમા ખંડમાં ભાટ ચારણે કોણિક રાજાને આપેલા આશીર્વાદ, કોણિકનો ચક્રવર્તી થવાનો મિથ્યા પ્રયાસ, ઉદાયી રાજાનું મૃત્યુ, રાજ્યપરંપરા, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકરનો પરિચય, ગુરુ પરિચય, ખંભાત નગરીનું વર્ણન, રાસકવનથી થતા લાભ અને કળશગીત ઈત્યાદિ પ્રસંગો પ્રસ્તુત થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org