________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
સાસુએ કહ્યું, “તેની આવી નાજુક અવસ્થા થઈ તેમાં જવાબદાર ગર્ભદોષ અથવા પૂર્વ કૃત કર્મ હોઈ શકે. સંભવ છે કે સુનંદાના મનમાં કોઈ દોહદ હોય, જે તે કહેતી નથી. હું તેની આવી કોઈ પરિસ્થિતી વિશે જાણતી નથી”.
.. ર૭૪ કુમારે કહ્યું, “સાસુજી! તમે હમણાં જ સુનંદાને પૂછજો કારણ કે શરમ રાખવાથી સમય જતાં સર્વ કાર્યો નષ્ટ થાય છે.' શેઠાણી પોતાની પુત્રી સુનંદા પાસે આવ્યા. તેમણે દીકરીના મસ્તકે હાથ ફેરવતાં પ્યારથી પૂછયું, “મારી વ્હાલી પુત્રી !તને કઈ બાબતની ચિંતા છે?”
સુનંદાએ કહ્યું, “માતા!મારા મનમાં જે દોહદ ઉત્પન્ન થયો છે તેને કોઈ પૂર્ણ કરી શકે તેમ નથી. એ દોહદની વાત અસાધ્ય હોવાથી કરવા જેવી નથી” માતાના આગ્રહથી સુનંદાએ કહ્યું, “હું રાજરાણીની જેમ શિબિકામાં બેસું તેમજ રાજાની પુત્રી અને રાજા પણ મારી સાથે આવી બેસે.
..૨૭૬ નગરમાં તે દિવસે સર્વત્ર અમારિ પ્રવર્તન થાય. હું હાથીની અંબાડી ઉપર બેસી જિનેશ્વર દેવના દર્શન કરવા જાઉં. એ દોહદ-મનોરથ મને ઉત્પન્ન થયો છે. માતા!મારા મનની વાત મેં તમને જણાવી દીધી.” ...
... ૨૭૫
સુનંદાને આશ્વાસન આપી માતા જમાઈ પાસે આવી. સાસુએ જમાઈને સુનંદાના દોહદની વાત કહી. રાજકુમાર શ્રેણિકને ચિંતા થઈ કે “આ વિષમ દોહદ શી રીતે પૂર્ણ કરવો?” તેઓ દોહદપૂતિના વિચારો ચિંતવવા લાગ્યા.
... ૨૭૮ રાજકુમાર શ્રેણિકે ધનાવાહ શેઠને વાત કરતાં કહ્યું, “(ધર્મ કાર્યની ઈચ્છા મહાન પુણ્યોદયથી થાય છે.) શેઠજી! તમે આળસ ત્યજી આ મનોરથ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારી પુત્રીનો દોહદ દર્શાવે છે કે તેના ઉદરમાં કોઈ ભાગ્યશાળી જીવ છે તેથી તેની આ ઈચ્છાઓ પૂર્ણ કરવી જ પડશે.” ... ૨૭૯
શેઠે તરત જ કહ્યું, “કુમાર! સાંભળો મારી પુત્રીનો દોહદ પૂર્ણ કરવાનો એક જ ઉપાય છે.” સાંગણના પુત્ર કવિ ઋષભદાસ કહે છે કે, શેઠે કહ્યું, “હું મારી પુત્રીનો દોહદ જરૂર પૂર્ણ કરીશ' ... ૨૮૦
દુહા : ૧૯ સેઠિ કહઈ સુણિકુમર તૂએક ઉપાય એહ, નૃપ ધરિ બેટી લાકડી, આંખિં આંધિ તેહ
.. ૨૮૧ અર્થ - શેઠે કહ્યું, “કુમાર! સાંભળો મારી પુત્રીનો દોહદ પૂર્ણ કરવાનો એક ઉપાય છે. રાજમહેલમાં રાજાની (સુલોચના નામની) એક વહાલી પુત્રી છે. તે જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે.
... ૨૮૧ ઢાળ ઃ ૧૬ દોહદપૂર્તિ એણી પરિ રાજ કરતા એ દેશી. રાગ : ગોડી. કુમરી નયણ વિશાલ રે, પણિ નવિ દેખતી; મનઈ આણિ સહુ તેહની એ.
•.. ૨૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org