SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નગરમાંહિ વરતી જઈ અમારયો, ગજ ખંધિ ચઢી જાઉં જિન બારયો; એ ડોહલો ઉપનો મુઝો, ભાખું વાત એ મનની તુઝો ... ૨૭૭ સાસઈ શ્રેણિક નઈ જણાવિઉં, કુમર તણાઈ મનિ દુખ બહુ આવિવું; વિષમ ડોહલો પૂરેઢું કેમો, શ્રેણિક રાજા ચિંતઈ એનો . ૨૭૮ સેઠ ધનાવા નઈ ડહઈ રાય, આલસ તજો તમે એણઈ ઠાય; તુમ પુત્રીનો ડોહલો જેહો, પૂરયો જોઈ ઈ નિશ્ચિઈ તેવો ૨૭૯ ભણઈ સુણિ શ્રેણિક રાય, એ ડોહલાનો એ ઉપાય; સાંગણ સુત કહઈ બોલ્યો સેઠો, પુત્રી ડોહલો કરી બેઠો ... ૨૮૦ અર્થ:- ધનાવાહ શેઠનું ભાગ્ય બદલાઈ ગયું. રાજાએ તેમને નગર શ્રેષ્ઠીનું પદ આપ્યું. નગરમાં ચારે તરફ શેઠની ખ્યાતિ ફેલાઈ. પૂર્વે જે શેઠના શત્રુઓ હતા, તેઓ પણ તેમને નમસ્કાર કરી પગે પડવા લાગ્યા. (પૂર્વે જે તેમની મજાક ઉડાળતાં હતાં તેઓ શેઠની ચાપલુસી કરવા લાગ્યા) શેઠની હવેલીમાં હાથી, ઘોડા, રથ જેવી સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં વધી. (શ્રેણિક જેવા જમાઈ, શ્રેષ્ઠીપદ અને સંપત્તિ મળતાં) શેઠની મનની સર્વ અભિલાષાઓ પૂર્ણ થઈ. રાજકુમાર શ્રેણિકે પોતાનું નામ ગોપાલ' રાખ્યું. તેઓ સુનંદા સાથે વર્ગીય મનોહર અને રમણીય સુખો ભોગવતાં હતાં. ... ર૬૭ જેવો સૂર્યવંશી રામને પોતાની ભાર્યા સીતા પ્રત્યે, કૃષ્ણને પોતાની સખી રાધા પ્રત્યે, મણિરથ રાજાને પોતાની રાણી મયણરેહાપ્રત્યે નેહ હતો, તેવો રાજકુમાર શ્રેણિકને સુનંદા પ્રત્યે નેહ હતો. ... ૨૬૮ જેમ મૃગાવતી પોતાના પતિને વહાલી હતી, પાર્વતી વિના શંકર એક પગલું પણ ભરતા ન હતા (અર્થાત્ શંકરને પાર્વતી અતિ પ્રિય હતી), તેમ રાજકુમાર શ્રેણિકને સુનંદા પ્રત્યે અતિ સ્નેહ હતો. કુમારે પોતાનું તન અને મન સુનંદાને સોંપી દીધું હતું. ... ર૬૯ સંસારના સુખો ભોગવતા સુનંદા ગર્ભવતી બની. (સુનંદાએ સ્વપ્નમાં ઐરાવતને મુખમાં પ્રવેશતાં જોયો.) તેનું રૂપ-લાવણ્ય દિન-પ્રતિદિન ખીલવા માંડયું. ત્રીજા માસે તેને દોહદ ઉત્પન થયો. એ દોહદ અકથ્ય હોવાથી સુનંદા મનમાં જ ચિંતા કરી ઉદાસ બની જતી. ... ૨૭૦ સુનંદા લજ્જાના કારણે કોઈને દોહદની વાત ન કહી શકી ત્યારે તે દુબળી થવા લાગી. તેનું મુખ અને શરીર પીળું (નિસ્તેજ) બન્યું. તેનું સૌંદર્ય ઢળવા લાગ્યું. તેના શરીરનો વર્ણ કાળો બન્યો. ... ર૭૧ એક દિવસ કુમારે સુનંદાને જોઈ(તેની આંખોમાં અશ્રુ હતા. તે પતિ સમક્ષ પરાણે હસવાનો પ્રયત્ન કરતી હતી) કુમારે મનમાં વિચાર્યું, ‘તે આવી કેમ થઈ ગઈ છે? તેને શું દુઃખ છે?' સુનંદા અથડાતી, પડતી આમતેમ ફરતી, ઊંડો શ્વાસ લઈ નિસાસો નાંખતી હતી. ... ૨૭૨ સુનંદાને મૃત પ્રાયઃ સમાન જોઈને રાજકુમાર શ્રેણિકનું મન બેચેન બન્યું. (હું પૂછીશ તો મને નહીં બતાવે તેથી) તેમણે સાસુને જઈ પૂછયું, “તમારી પુત્રી પ્રતિદિન કેમ સુકાતી જાય છે ? તે આવી વિકરાળરૂપવિહોણી કેમ દેખાય છે?' ... ૨૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy