________________
પર૬
જઈશ.” એકવાર મેડા ઉપર બંને પુત્રીઓ દારૂના નશામાં ચકચૂર બની સૂતી હતી. અષાઢાભૂતિને ખબર પડતાં તેઓ રવાના થયા. ત્યારે પિતાના કહેવાથી નટ કન્યાઓએ નિર્વાહના બહાને તેમને રોક્યા. અષાઢાભૂતિએ “રાષ્ટ્રપાળ' (ભરત ચક્રવર્તી) નામે નાટક ભજવ્યું. તેઓ અરિસા મહેલમાં ગયા. શરીરના અલંકારો ઉતાર્યા. તેમને એકત્વ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમની સાથે ૫૦૦ રાજકુમારો નાટક ભજવતાં હતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. કર્મ સત્તાએ સંસારના નાટકો કરાવ્યાં, આત્મ સત્તાએ સિદ્ધગતિનું શાશ્વત રંગમંચ અપાવ્યું!
દશાર્ણભદ્રરાજાઃ (ભરડેસરની કથાઓ, પૃ. ૫૭, ૫૮)
દશાર્ણપુરના જૈન ધર્મી દશાર્ણભદ્ર રાજા હતા. તેઓ અપાર ઋદ્ધિ સાથે પરમાત્માના દર્શન કરવા ગયા. ૧૮,૦૦૦ હાથી, ૪૦,૦૦,૦૦૦ ઘોડા, ૨૧,૦૦૦ રથ, ૯૧,૦૦,૦૦,૦૦૦ પાયદલ, ૧૬,૦૦૦ ધજા, ૫૦૦ મેઘાડંબર, છત્ર, ૫૦૦ રાણીઓ, સામંતો અને મંત્રીઓ વગેરેને સાથે લીધા. તેમણે અહંકારપૂર્વક વિચાર્યું,“હું અપાર ઋદ્ધિ સાથે અનોખી રીતે પ્રભુને વંદન કરીશ.” તે સમયે સૌધર્મ ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી રાજાનો ગર્વ ઉતારવાદેવી શક્તિ વિદુર્વા.
ઈન્દ્રએ ૬૪,૦૦૦ હાથી વિદુર્ગા. એક એક હાથીના પાંચસો બાર (૫૧૨) મુખ કર્યા. એક મુખમાં આઠ આઠ દંતશૂળો કરી. એક એક દંતશૂળ ઉપર આઠ આઠ વાવ ગોઠવી. એક એક વાવમાં આઠ આઠ કમળ, દરેક કમળે એક એક કર્ણિકા, એક એક કર્ણિકા ઉપર સિંહાસન ગોઠવ્યા. તે સિંહાસન ઉપર પોતે આઠ અગ્ર મહિર્ષ સાથે બેઠા. પ્રત્યેક કમળની લાખ પાંદડીઓ વિદુર્થી. દરેક પત્ર પર બત્રીસ દેવ દેવીઓ બત્રીસ પ્રકારના નાટયરંગો કરતા હતા. અદ્ભુત, અદ્વિતીય સજાવટ જોઈ દશાર્ણભદ્રરાજાનો ગર્વ ઉતરી ગયો, છતાં વિલક્ષણ કાર્ય કરી દેવરાજ શકેન્દ્રથી ચડિયાતા થવા પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઈન્દ્ર દીક્ષા ન લઈ શકવાથી હાર્યા. દશાણભદ્ર સર્વસ્વનો ત્યાગ કરી અકિંચન શ્રમણ બન્યા. તેઓ સર્વકર્મનો ક્ષય કરી મોક્ષે ગયા. ઔદારિક શરીરની કરામત કોણ આંબી શકે?
અરણિક મુનિ (મોટી સાધુવંદના: ભા.૧, પૃ.-૬૫થી૭૦)
તગરા નામની નગરીમાં દત્તનામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની પણ શેઠની જેમ ધર્મિષ્ઠ હતી. તેમનો એક અરણિક નામનો પુત્ર હતો. પડોસીના બાળકનું અચાનક મૃત્યુ થતાં શેઠ અને શેઠાણીને આયુષ્યની ક્ષણભંગુરતા સમજાણી. તેમણે પુત્રને પણ ધર્મના માર્ગે વાળ્યો. ત્રણે જણાએ દીક્ષા લીધી. અરણિક મુનિ પિતા દ્વારા લાવેલી ગોચરીનો આહાર કરતા. એક દિવસ પિતા દત્તમુનિ બીમાર પડયા. તેમનું અવસાન થયું. અરણિક મુનિ ત્રીજા પ્રહરમાં ભિક્ષાર્થે નગરમાં નીકળ્યા. વૈશાખ-જેઠ મહિનાનો તાપ સુકુમાર અરણિક મુનિ સહન ન કરી શક્યા. એક ઘરની છાયામાં ઉભા રહ્યા. ઘરની માલકિન એક સુંદર તરુણ મહિલા હતી. તેણે બારીમાંથી મુનિને જોયા. દાસી દ્વારા મુનિને ઘરમાં બોલાવ્યા. પુરુષના ભાગ્ય અને સ્ત્રીના ચરિત્રનું અનુમાન દેવો પણ ન લગાવી શકે. મહિલાએ મુનિને લાડું વહોરાવતાં કહ્યું, “આપની અવસ્થા ભિક્ષુ બનવાની નથી. આ વય ભોગ ભોગવવાની છે. તમે આ વિશાળ ભવનમાં આનંદથી રહો. આવી સુંદર કાયાને દુઃખોની અગ્નિમાં ન બાળો.” અરણિક મુનિ વિચલિત બન્યા. ઈન્દ્રિયો પરનું નિયંત્રણ દૂર થયું. તરુણીના નેહ પાશમાં ફસાયા. સાધ્વી બનેલા માતાને તેની ખબર પડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org