________________
ઘરમાંથી કાઢી મૂક્યો. પેટ ભરવા માટે તેણે રૂની પૂણિઓ બનાવવાનો વ્યાપાર શરૂ કર્યો. રૂની પૂર્ણિ બનાવી વહેંચતો હોવાથી તેનું નામ ‘પૂણિયો શ્રાવક’ પડયું. જેની સામાયિક ખરીદવા ભગવાન મહાવીરે મહારાજા શ્રેણિકને મોકલ્યા હતા. મહારાજા શ્રેણિકની સમસ્ત સંપત્તિ એક સમાયિકનો ક્રય ન કરી શકી. પૂણિયા શ્રાવકના જીવનમાં સાધર્મિક ભક્તિ, બ્રહ્મચર્ય વ્રત અને તપની પ્રધાનતા હતી. અભયકુમાર સદ્ધર્મ ઉદ્ધારક બન્યા ! ! !
પરપ
અભયકુમારનો પૂર્વભવ ઃ (સંસાર સપના કોઈ નહિ અપના : પૃ.૬૪-૬૬)
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બેનાતટ નગરમાં રુદ્રદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ અને અઢાર પુરાણનો જાણકાર હતો. એકવાર તે તીર્થયાત્રા કરવા નીકળ્યો. તે ઉજ્જયિની નગરીમાં અર્હદાસ નામના સુશ્રાવકને ત્યાં આવ્યો. તેને ખૂબ ભૂખ લાગી હતી તેથી તેણે શેઠ પાસેથી આહાર-પાણીની યાચના કરી. શેઠ-શેઠાણી બન્ને રાત્રિ ભોજનના ત્યાગી હતા. તેમણે કહ્યું, “રાત્રિભોજન દુઃખદાયી છે. સૂર્યોદય પછી જે માગશો તે આપશું.'' બ્રાહ્મણે જેમ તેમ રાત્રિ પસાર કરી. સૂર્યોદય થતાં બ્રાહ્મણે પીપળાના વૃક્ષને નમસ્કાર કર્યા. શેઠે પૂછયું, ‘‘તમે કોને નમસ્કાર કર્યા ?'' બ્રાહ્મણે કહ્યું, ‘ ,‘આ પીપળામાં દેવનો વાસ હોય છે. તેના પર શ્રદ્ધા કરવાથી આપણી મુશ્કેલીઓ દૂર થાય છે.’’ શેઠે પીપળાના પાનનો પગથી ચૂરો કરતાં કહ્યું, ‘‘તારો દેવ કોપાયમાન થતાં મારું શું બગાડશે ?’’ બ્રાહ્મણે સહેજ આવેશમાં આવી કહ્યું, “મારા દેવે ભલે પરચો ન આપ્યો પરંતુ તમારા દેવ મારા શરીરમાં પ્રવેશે તો હું જૈન ધર્મને માનું.’’ અર્હદાસ શેઠે નવકાર મંત્રનું સ્મરણ કર્યું. બ્રાહ્મણના શરીરમાં વેદના વ્યાપી. તેણે સ્વીકાર્યું કે જૈન ધર્મ સત્ય છે.
આગળ જતાં બ્રાહ્મણ સ્નાન કરવા ગંગા નદીમાં ઉતર્યો. શેઠે કહ્યું, ‘“વિપ્ર ! મેં ભોજન કરી લીધું છે, હવે તમે બેસો.’’ બ્રાહ્મણે કહ્યું, ‘‘આ ભોજન અપવિત્ર છે.’’ શેઠે કહ્યું, ‘ગંગાજળથી તેને પવિત્ર કર.’’ બ્રાહ્મણે કહ્યું, “પાણીથી આહાર શુદ્ધિ ન થાય.’’ શેઠે કહ્યું, “ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય ખરાં ?''
બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ. તેણે મિથ્યા ક્રિયાનો ત્યાગ કર્યો. તેણે તપસ્વી મુનિરાજ પાસે દીક્ષા લીધી. અતિ આકરી કષ્ટ ક્રિયા કરી મૃત્યુ પામી તે સ્વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવી (રુદ્રદત્ત બ્રાહ્મણનો આત્મા) અભયકુમાર થયો. સત્ય સ્વીકારવાની ઉમદાવૃત્તિ ધરાવતા અભયકુમારના આત્માને ધન્ય છે !
અષાઢાભૂતિ ઃ (ભરહેસરની કથા – પૃ.૧૩૪ થી ૧૩૯)
રાજગૃહી નગરીમાં વિશ્વકર્મા નામના નટની સ્વરૂપવાન બે પુત્રીઓ હતી.મહાત્મા અષાઢાભૂતી એકવાર ભૂલથી નટને ત્યાં ગોચરીએ ગયા. નટની કન્યાઓએ સિંહકેસરિયા મોદક વહોરાવ્યા. મોદકની ખુશ્બથી મુનિ લલચાયા. તેઓ રૂપ પરિવર્તન કરી પુનઃ પુનઃ નટને ત્યાં પહોંચ્યા. ફરી મનમાં કંગાલ સ્વાર્થ દોડયો. પુનઃ કૂબડા સાધુનું રૂપ લઈ મોદક વહોર્યા. આ રીતે કુષ્ટ રોગીનો સ્વાંગ સજી નટના ઘરમાં પેઠા. ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્મા નટે આ જોયું. તે સ્તબ્ધ બન્યા. તેણે પુત્રીઓને કહ્યું, “રસલંપટ મુનિને વશ કરજો.'' નટ કન્યાઓ મોદક વહોરાવતાં નટખટભરી વાતો કરી, મુનિનો હાથ પકડી ઓરડામાં લઈ ગઈ. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય થયો પરંતુ સમ્યગ્દર્શનની જ્યોત અખંડ રહી. તેમણે નટ કન્યાઓને કહ્યું કે, “દારૂની ગંધ આવશે ત્યારે હું અહીંથી ચાલ્યો
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org