SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ તે બને રાજકુમારોએ પાંચાલનરેશ ઉપર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કરી મારી નાખ્યો. ...૬૫૮ ઉદાયનરાજાએ આ વાત સાંભળી. તેમનું મન કૌશાંબી નગરીમાં જવા ઉત્સુક બન્યું. તેઓ વાસવદત્તા તથા પદ્માવતી એમ બન્ને પત્નીઓને સાથે લઈ પોતાના નગર તરફ ચાલ્યા. ...૬૫૯ ઉદાયનરાજા કૌશાંબી નગરીમાં આવ્યા. નગરજનોએ રાજાના આગમનની ખુશીમાં મોટા મહોત્સવનું આયોજન કર્યું. તેમની ચારેબાજુ કીર્તિ પ્રસરી. તેમણે ખૂબ ધર્મનાં કાર્યો કર્યાં. ...૬૬૦ યુગધરાયણ મંત્રી પણ ઉદાયન રાજાને મળ્યા. તેમણે વાસવદત્તા રાણીની કથા રાજાને કહી. “હું તેમને મરતાં બચાવવા ભોયરામાં લઇ ગયો.” ઉદાયનરાજાએ પ્રધાનમંત્રી યુગધરાયણની ખૂબ પ્રશંસા કરી. તેમને રાજ્યનો કારભાર સોંપી તેમનું સન્માન કર્યું. તેમના સાળાઓ પાલગોપાલ અને સુંદરસેનનો ખૂબ આદર કર્યો. તેઓ પણ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. ..૬૬૨ વાસવદત્તારાણીના દુઃખના દિવસો વ્યતીત થઈ ગયાં. તેઓ સુખેથી રાજ્યમાં રહેવા લાગ્યાં. રાજ્યમાં સર્વત્ર સુખ અને શાંતિ છવાઈ ગઈ. ઉદાયનરાજાની ચારે બાજુ પ્રતિષ્ઠા વધી. ઉદાયનરાજાએ કહ્યું, અહીં મારા માતા (મૃગાવતી સાધ્વીજી) આવે તો વીર પ્રભુના હાથેથી હું બાર વ્રત અંગીકાર કરી શ્રાવક ...૬૬૩ (ઉદાયનરાજાના ભાવો જાણી પરમાત્મા મહાવીર સ્વામી કૌશાંબી નગરીમાં આવ્યા.) વનપાળે જઈને કિંમતી ભેટ દાનમાં આપી (ઉદાયનરાજાની રાણીઓએ સુંદર શણગાર સજ્યા) ચંદન જેવા ઉત્તમ ઉદાયનરાજા સાથે તેમનું સધળું અંતઃપુર પ્રભુનાં દર્શન કરવા આવ્યું. . ૬૬૪ - ઉદાયનરાજાએ સપરિવાર ત્યાં પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી. તેમણે તીર્થકર પ્રભુ મહાવીરસ્વામીની સ્તુતિ, વંદના કરી. તેમણે પ્રભુને પાંચ અંગ નમાવીને ત્રણ ખમતખામણા આપ્યા. તેઓ અંતરંગ આનંદપૂર્વક પરમાત્માની દેશના સાંભળવા લાગ્યા. ...૬૬૫ પરમાત્મા અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હતા. તેમણે કહ્યું, “દેવાનુપ્રિય! જિન આજ્ઞા અનુસાર ધર્મનું આરાધન કરો, જેથી તમારા આત્મ પ્રદેશ પરથી અષ્ટ કર્મોરૂપી મળ ઘોવાઈ જાય....૬૬૬ તમે ક્ષમા અને દયા ધર્મને ધારણ કરો, સુપાત્રદાન આપો, શીલવ્રતને ધારણ કરી અજ્ઞાનનો ત્યાગ કરો. ઉત્તમ પુરુષો પોતાનું સમ્યકત્વ અખંડ રાખે છે તેમજ શ્રાવકના બાર વ્રતનું આરાધન કરે છે....... ૬૬૭ ઉદાયનરાજા મનના ઉલ્લાસપૂર્વક જિનવાણીનું શ્રવણ કરતા હતા. જિનવાણીથી પ્રભાવિત થઈ તેમણે પ્રભુ મહાવીરસ્વામી પાસેથી દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. ત્યારપછી તીર્થંકર પરમાત્માના ચરણે નમસ્કાર કરી પોતાની માતા મૃગાવતી સાધ્વીજી પાસે વંદન કરવા ગયા. ...૬૬૮ દુહા : ૩૪ ઉદયન વાંદી ઘર ચાલ્યો, સૂરચંદ ધર જ્ઞાન; કુણ થાનિક જિન વીરજી, દેહકનકનો વાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy