SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” • ૬૫૮ ...૬૫૯ ••૬૬૧ ચંડપ્રદ્યોતનના સુત સહી, પાલ ગોપાલતે આવ્યા વહી; કોસંબી પરિકરતા હડી, પંચાલો મારયો તિહાં ચઢી. ઉદયન રાય સુણઈ સોય વાત, જાવા હરખ ઘણેરો થાય; વાસવદતા પદમાવતી, સાથિંલેઈ ચાલ્યો નરપતિ. કોસંબીમાં આવ્યો રાય, માહા મહોશવ તિહાં કણિ થાય; વાળુ ઉદયન કેરો રાય, કરે ઘરમતણા બહુ કાજ. ...૬૬૦ યુગંધ રાયણ મંત્રી જેહ, આવી રાયને મલીઉં તેહ; કહી તેણે વાસવદત્તા વાત, હુંતસ સણગિં વાઢી જાત. સબલ પ્રસંસ્યો તિહાં પર ધ્યાન, રાજ ભાર દિધો દેઈ માંન; પાલગોપાલ સુંદરસેન જેહ, દેઈ માનનેં ચાલ્યાં તેહ. વાસવદત્તાદીઠરયો રાજ, સુખ સાતા વાધઈ નૃપ લાજ; ઉદયન કહે અહી આવઈ માય, વીર હાર્થિ વ્રત મુને થાય. વધ્યામણીદેતો વનપાલ, હરખદાન આપઈ ભૂપાલ; અંતેવર સઘલોં સજ કરી, ચંદન ચાલ્યો નૃપ પરવરી. ૬૬૪ ત્રિણ પ્રદક્ષણ દેઈ તાંતિ, સ્તવતો વીર જિનેશ્વર જાંહિ; દીઈ ખમાસણ તિહાં પંચાંગ, સૂણી રાય ધરી મન રંગ. અરધ માગધી ભાષા માહિ, દીઈ દેસના જિનવર ત્યાં હિં; આણા સહીત આરાધો ધરમ, જિમ ધોવાઈ આઠઈ કરમ. ખીમા દયાને પાત્રેદાન, સીલ ધરઈ મુકંઈ વીગન્યાન; સમકત વરત રાખે નર સાર, આરાધે શ્રાવક વ્રત બાર. સુણતો ઉદયન મન ઉલ્હાસ, દસ વરતી લેતો જિન પાશ; પ્રણમી વીર જિનેશ્વર પાય, મૃગાવતી નંઈ વાંદી જાય. •..૬૬૮ અર્થ - પદ્માવતીએ વિચાર્યું, ‘ઉદાયનરાજા મારા પ્રાણ વલ્લભ છે. તેઓ આ સ્થાને આવ્યા તે સારું થયું.” પદ્માવતીએ પોતાના પિતા મહાબાહુને દીપક વિશે વાત કરી. ...૬૫૫ મહાબાહુ રાજાએ પોતાની પુત્રી પદ્માવતીના લગ્ન ઉદાયનરાજા સાથે કરાવ્યા. હવે રાજાએ પોતાના જમાઈને ખુશ થઈ રાજ્ય આપ્યું તેમજ કરિયાવર તરીકે ખૂબ ધન, રથ અને દેશ આપ્યા. તેમણે ઉદાયનરાજા સાથે ઘણું સૈન્ય પણ મોકલ્યું. ..૬પ૬ મહાબાહુ રાજાના પુત્ર, જેનું નામ સુંદરસેન હતું. તે મોટું સૈન્ય લઈ ઉદાયન કુમારની મદદ કૌશાંબી નગરી તરફ ગયા. .. ૬પ૭ બીજી તરફ ચંડપ્રદ્યોતનરાજાના પુત્ર પાલગોપાલે પણ કૌશાંબી નગરી તરફ તીવ્ર ગતિથી દોટ મૂકી. ••.૬૬૫ » ૬૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy