SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ બકરાને જ્યારે તોલવામાં આવ્યો ત્યારે તેનું વજન જેટલું હતું તેટલું જ રહ્યું. ...૪૫૧ રાજાએ રોહકુમારની કસોટી કરવા પુનઃ ફરી થોડા દિવસ પછી એક તલનું ભરેલું ગાડું મોકલ્યું. રાજાએ કહ્યું, “રોહકુમાર ! તારે ઊંધા માપથી ભરીને લેવું અને સીધા માપથી માપીને આપવું.’’ કુશાગ્ર બુદ્ધિશાળી રોહાએ તરત જ એક અરીસો મંગાવ્યો. તે ક્રિયા અરીસામાં પ્રતિક્રિયારૂપે દેખાઈ. ૪૫૨ ત્યાર પછી રાજાએ ગજાદિક વિશે તે બાબતમાં ઘણાં પ્રશ્નો પૂછ્યા. રોહકુમારે ઔત્પાતિકી બુદ્ધિથી બીરબલની જેમ તરત જ પ્રત્યુત્તર આપ્યાં. રોહકુમાર નાનકડો હોવા છતાં તીવ્ર બુદ્ધિશાળી અને હાજરજવાબી હોવાથી રાજાએ તેને પ્રધાનપદે સ્થાપિત કર્યો. કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ... ૪૫૩ રત્નચૂડ નામનો એક તીવ્ર બુદ્ધિશાળી વણિક હતો. તે ઠગારાઓ પાસેથી ચોરેલું ધન પાછું મેળવતો હતો. એકવાર તે કુટકટા દ્વીપે ગયો ત્યારે માર્ગમાં તેને ચાર ઠગારાઓ મળ્યા. ૪૫૪ એક શેઠ ધન લઈને પોતાના દેશમાં આવતા હતા ત્યારે ચાર ઠગારાઓ માર્ગમાં મળ્યા. તેમણે કહ્યું, ‘‘તમે અમને વહાણમાં માલ ભરી આપજો. અમે તેનું મૂલ્ય આપી દઈએ છીએ.’’ (શેઠ ખૂબ ભોળા હતા. તેમણે મૂલ્ય પ્રમાણે કિંમતી વસ્તુઓ વહાણમાં ભરી. વહાણ થોડું જ ભરાયું. ઠગોએ કહ્યું, ‘‘શેઠજી ! આખું વહાણ ભરવાની આપણી વચ્ચે વાત થઈ છે. હવે શું કરવું ?’' શેઠે રત્નચૂડની સલાહ લીધી.) બુદ્ધિશાળી રત્નચૂડે કહ્યું, “મશાનમાંથી હાડકાં મંગાવી આખું વહાણ ભરી આપ. આ પ્રમાણે કરતાં ચારે ઠગારાઓ હારી ગયા. Jain Education International ... ૪૫૫ એક આંખે કાણો` ઠગ પુરુષ શેઠને કહે છે કે, ‘હું તમારે ત્યાં આંખ ગીરવી મૂકીને પાંચસો સુવર્ણમુદ્રા લઈ ગયેલો.'’ (હકીકતમાં આ વાત ધૂતારાઓએ ઉપજાવી કાઢેલી હતી. શેઠ કશું જાણતા ન હતા. ઠગે ખૂબ જીદ કરી.) ત્યારે રત્નચૂડ વેપારીએ કહ્યું, ‘મારે ત્યાં ઘણા માણસોની આંખ ગીરવે મૂકેલી પડી છે. તેમાં તમારી આંખ કઈ છે તે શી રીતે જાણવું ? તેથી તમારી બીજી આંખ કાઢી આપો તો તે પ્રમાણે વજન કરીને તમારી આંખ શોધી આપું.’’ (બિચારો ઠગ સમજી ગયો કે આ તો શેરના માથે સવા શેર જેવો છે તેથી ત્યાંથી જતો રહ્યો.) ૪૫૬ માળી ચોરસ હાર રત્નચૂડને આપે છે. માળી તેને પૂછે છે કે તું મને શું આપીશ ? રત્નચૂડ કહે છે કે કંઈક આપીશ ? (ગણિકાએ માળીને શીખવ્યું) માળીએ ઘડામાં દેડકો નાખી આપ્યો, કાઢતાં તેમાંથી કંઈક મળ્યું. (શઠમ્ પ્રતિ શાઠયમ્). ... ૪૫૭ સુથારે રત્નચૂડને લાકડાની ચાખડી આપી. તેણે કહ્યું ‘‘હું તને ખુશ કરીશ.’’ રાજાના ઘરે ધૂર્ત આવ્યો. સુથારે તેને કહ્યું, ‘‘તું ખુશ છે ને ?’’ ( જો ખુશ નથી એમ કહે તો રાજા દ્વારા વધ થાય.)... ૪૫૮ એક નગરમાં ધૂતારા વાણિયા આવ્યા. તેમણે કહ્યું, ‘‘સમુદ્રના જળની સંખ્યા ગણીને કહો.’’ ત્યારે રત્નચૂડે કહ્યું, “પ્રથમ તમે સર્વ નદીઓનાં જળને સમુદ્રમાં જતાં રોકી દો, પછી હું ગણી આપું કારણકે નદીનું નીર મીઠું અને સાગરનું નીર ખારું છે. બંને ભેગા થવાથી જળરાશિની સંખ્યા ગણવામાં ભૂલ પડે.’' ધૂતારાઓ (૧) કાણા ધૂર્તની કથા : કથારત્નમંજૂષા ભાગ-૧, પૃ.૨૪૬ થી ૨૫૨ For Personal & Private Use Only ... ... www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy