SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” હતા. સુંદર ચહેરા ઉપર અણિયારી પાતળી નાસિકા હતી. ... ૯૫ તેના પગમાં પાયેલ હતા. આ પાયલ ભીલકન્યાના ચાલવાથી ઇનકાર કરતા હતા. હાથમાં સોનાનાં કંકણ હતા. ગળામાં ચણોઠીનો લાલ રંગનો હાર પહેર્યો હતો. તેણે શરીરે મયૂર પંખનો ચણિયો પહેર્યો હતો. તે મલ્હાર રાગમાં મધુર કંઠે ધીમું ધીમું ગીત ગણગણતી હતી. આ ભીલકન્યા નવ યૌવના હતી. તે અવિવાહિત હતી. રાજકુમાર શ્રેણિકનું સુંદર રૂપ જોઈ ભીલ કન્યા પ્રભાવિત થઈ. તેણે મધુર સ્વરમાં હરખાતાં કહ્યું, “હે કુમાર ! આપને જોઈને હું મોહિત બની છું. મને મારા જીવનસાથી મળી ગયા છે. હું તમારી સાથે લગ્ન કરવા માંગું છું. જો આપ ઊભા થઈને મારો હાથ ગ્રહણ કરશો તો સૌ સારા વાના થશે. મારા કંઠનું રુદન ત્યારે જ અટકશે જ્યારે તમે મારી સાથે વિવાહ કરી મારા તનનો તાપ બુઝાવશો. ... ૯૮ નિર્જન બોરડી અને નારી જોઈ ભલ ભલા પુરુષો પીગળી જાય છે. તમે કેવા પુરુષ છો? મારી સામે પણ જોતા નથી. તમે તો ભારે નપુંસક છે! (તમે તો નિર્વિકારી છો.) ... ૯૯ (ભીલકન્યા આંખો નચાવતી, લટકા કરતી બોલી) આપણા બંનેનાં રૂપ, વય અને કલા સમાન જ છે તેથી આપણે બંને એકબીજા માટે સર્જાયાં છીએ. કુમાર! ચાલો ઉઠો, આપણે બંને પાણિગ્રહણ કરી આ વનમાં સુખેથી રહીએ. તમે મારા જેવી સ્વરૂપવાન કન્યાનો ત્યાગ કરી મનુષ્ય ભવ વ્યર્થ શા માટે ગુમાવો છો?” ... ૧૦૦ (ભીલ કન્યાના વિકારી વચનો સાંભળ્યા છતાં રાજકુમાર શ્રેણિક શાંત બેસી રહ્યા. ભીલકન્યાને કોઈ પ્રત્યુત્તર ન મળતાં) તેણે ગુસ્સામાં યું, “મારી પાસે વિકરાળ-ભયંકર વિદ્યા, મંત્ર-તંત્ર ઈત્યાદિ છે. મારી સાથે લગ્ન નહીં કરો તો હું વિદ્યાનો પ્રયોગ કરીશ. તમને જવા નહીં દઉં. રાજાના કોપિત થવાથી જેમ મયણા બળી (દુઃખી)ગઈ તેમ મારા રૂઠવાથી તમને પણ હું બાળી નાખીશ.” .. ૧૦૧ કુમારે શાંતિથી વિસ્મય પામી આંખો પહોળી કરી પૂછયું, “હે કન્યા! તું કોણ છે?' ભીલકન્યાએ કહ્યું, “હું આ વનના અધિપતિ વનચર રાજાની દીકરી છું. આ મલક-વિસ્તારમાં અમારો અધિકાર છે. ... ૧૦૨ મારા પિતા પાસે કરોડો વિદ્યા મંત્રો છે. જો તમે મારી સાથે લગ્ન કરશો તો તે બધી વિદ્યા તમને પ્રાપ્ત આપશે. આ ઉપરાંત આ જંગલનું રાજ્ય અને પોતાની પુત્રી પણ તમને આપશે. તમને રાજ્યધિકારી તરીકે સ્થાપશે. ... ૧૦૩ (ભીલકન્યા રાજકુમારને ડરાવતાં બોલી) હે કુમાર! ના ન કહેશો. તમે મારી સાથે વિવાહ કરો, અન્યથા મારા પિતાજી તમારા પર અત્યંત ખીજાશે. જો એ ક્રોધિત થશે તો તમને શિક્ષા કરશે, તમને દુઃખ આપશે. અરે !તમારા પ્રાણ પણ લઈ લેશે. ... ૧૦૪ હું વનની સર્વ ઔષધિઓના ગુણો જાણું છું. વૃક્ષ કાપતાં જ્યારે વ્યક્તિના હાથ પર ઘા પડે, છેદાઈ જાય ત્યારે જલ્દીથી રુઝ આવે તેવી વિદ્યા પણ અમારી પાસે છે. ... ૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy