SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ અભયકુમાર પોતાના મહેલમાં દેવભવન જેવાં સુખો ભોગવતાં હતાં. એક દિવસ તેઓ ધર્મધ્યાનનો વિચાર કરતા હતા. તે સમયે ભગવાન મહાવીરસ્વામી પોતાના શિષ્યો સહિત રાજગૃહી નગરીમાં પધાર્યા. અભયકુમારે ત્યાં જઈ સર્વને વંદન કર્યા. ૫૦૮ ...૯૪૭ અભયકુમારે ઉપાશ્રયમાં રહેલા ચારે દિશામાં સ્વાધ્યાય કરતા સંતોને વંદના કર્યા. તેમણે એક સ્વરૂપવાન, નવયુવાન મુનિવરને જોયા. તેમનું સૌંદર્ય (તેજ) અને તેમનો વિનય જોઈને અભયકુમાર અત્યંત હર્ષિત થયા. ...૯૪૮ અભયકુમારે ભગવાન મહાવીરસ્વામીને ભાવપૂર્વક વંદના કરી પૂછયું, ‘“ભંતે ! આ ઋષિરાય કોણ છે ?’’ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, ‘‘મહામંત્રી! આર્યાવર્તના પશ્ચિમ કિનારે (સિંધુ સૌવીર દેશની રાજધાની) વિતિભય પાટણ નગરીના તેઓ અધિપતિ ઉદાયનરાજા છે . ...૯૪૯ (એકવાર ઉદાયન રાજાએ પૌષધશાળામાં જઈ પૌષધની આરાધના કરી. રાત્રિ જાગરિકા કરતાં તેઓ વિચારે ચડયા. ‘તે દેશ અને નગર ધન્ય છે જ્યાં સ્વયં પરમાત્મા મહાવીરસ્વામી બીરાજે છે. લોકો તેમનાં દર્શન અને વાણી સાંભળી પવિત્ર બને છે. જો પ્રભુ મહાવીર સ્વામી અહીં પધારે તો હું મોહ-મમત્વનો ત્યાગ કરી રાજવૈભવ છોડી પ્રભુ પાસેથી દીક્ષા લઉં') ઉદાયન રાજાએ રાત્રિ જાગરણ કરતાં મારા આગમનની ચિંતવના કરી. (ઉદાયન રાજાના મનોગત ભાવોને આધીન બની) હું વીતિભય પાટણ નગરીમાં પહોંચ્યો. તેઓ જિન પ્રવચનથી વિશેષ સંવેગધારી થયા. તેમણે (રાજયની ધુરા ભાણેજ કેશીકુમારને આપી) મારી પાસે દીક્ષા લીધી. ...૯૫૦ દેવાનુપ્રિય ! આ યુગમાં આ અંતિમ રાજર્ષિ છે. હવે બીજા કોઈ રાજા જૈન દીક્ષા નહીં સ્વીકારે. તેમણે સંસારના સુખો કડવાં જાણી તેનો ત્યાગ કર્યો છે . તેમણે મારું શિષ્યત્વ સ્વીકાર્યું છે. ...૯૫૧ તેઓ મહાન તપસ્વી અને ઉપશાંત કષાયી ઋષિરાય છે. તેઓ મુક્તિપુરીના શાશ્વત સુખો ધારણ કરનારા છે’’ (‘રાજેશ્વરી તે નરકેશ્વરી !' જેઓ સત્તાને વળગી રહેશે તે દુર્ગતિમાં જશે.) પરમાત્માના વચનો સાંભળી બુદ્ધિશાળી મહામંત્રી અભયકુમારનો આત્મ વૈરાગ્યવાસિત બન્યો. ...૯૫૨ અભયકુમારે પરમાત્માના વચનો સાંભળી મનમાં ચિંતન કર્યું, ‘જો હું મગધ દેશનું આધિપત્ય સ્વીકારી રાજા બનીશ તો હું પરમાત્માના વચન અનુસાર દીક્ષા નહીં લઈ શકું. જો સંયમ નહીં સ્વીકારું તો નિશ્ચયથી મારો પરભવ પણ બગડશે.’ ... ૯૫૩ ઢાળ : ૩૩ અભયકુમાર મહાભિનિષ્ક્રમણના પંથે ! તો ચઢીઉં ધનમાંન ગજે એ દેશી. અભયકુમાર અનુમતી વલીએ, માંગઈ જેણી વાર તો; ભાજેં ભુપતિ ના વલીએ, વારઈ ભંભા સાર તે. બુધિનીધાન મંત્રી કહેં એ, કહીંઈ અનુમતિ થાય તો; જા જેવું તવ જઈ કરીએ, લેજે તું દીખ્યાય તો. Jain Education International For Personal & Private Use Only ૯૫૪ ... ૯૫૫ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy