________________
પ૦૯
• ૯૫૭
... ૯૫૮
••. ૯૫૯
•.. ૯૬૦
... ૯૬૧
અભયકુમાર બુધિ બહુ કરંઈએ, પણિ નોહઈ આદેસતો; એણી અવસર જિન આવઆ એ, વંદન ગયો નરસતો.
૯૫૬ જિન વાંદી પાછો વલ્યો એ, આવ્યો સરોવર પાલતો; તિહાં મુનીવર કાઉસગ રહ્યો છે, ક્રોધ માંન મદ ટાલિતો. શ્રેણીક જઈ તસ વંદતો એ, ચીલણા પણિ વંદેહ તો; દેઈ પરદક્ષણ મુનિ સ્તવ્યો, પછે નગરી આવે તે. નીશા ભર સૂતી ચીલણા એ, રહ્યો ઉઘાડો હાથ તો; તાઠે ઠરી થયો કાષ્ટ મેં એ, વાલ્યો કિંમૅહિં ન જાત તો. જાગી તતખણ ચીલણા એ, વેદના ખમીઅ ન જાય તો; તવ મુનીવર તસ સાંભરયો એ, પાલું રહયો રિષીરાય તો. ભોલી ભાખઈ ભગતિનું એ, સી હોસિં તસ પિરંતો; તાઠે ઠરસેં બાપડો એ, નહીં પોતાનું ધરતો. વસ્ત્ર હીન ટૂટૂ કરઈ એ, તાઢિ ગલર્સે આજ તો; દયા ધરી એમ બોલતી એ, સૂણતો તવ મહારાજ તો.
» ૯૬ર શ્રેણીક આપ વિચારતોએ, નહી એહનું મન ઠારિ તો. કો એક પુરુષ સ્યું વલીએ, સહીજ વિલુધી નારિ તો. મુકું નારી પરીહરી એ, નહીં અંતેઉર સારતો; અસતી નારી એ મલીએ, કીધો ઈસ્યો વીચારતો.
.. ૯૬૪ રીષભ રાય કોણો ઘણોએ, કરું ચલણાનો ઘાત તો; ક્રોધ વાધ જવ જાગીઉ એ, વિવેક વછ તવ જાત તો.
... ૯૬૫ અર્થ :- અભયકુમારે જ્યારે જ્યારે પિતાજી પાસે વિનમ્રતાપૂર્વક સંયમ લેવાની અનુમતિ માંગી ત્યારે ત્યારે ભંભાસાર મહારાજા શ્રેણિકે તેમને રોક્યા. તેમણે કહ્યું, “તું લાખ ઉપાય કર પરંતુ હું તને સંયમની અનુમતિ નહીં આપું.)”
..૯૫૪ ચાર બુદ્ધિના સ્વામી મહામંત્રી અભયકુમારે કહ્યું, “પિતાજી ! હમણાં દીક્ષાની અનુજ્ઞા નહીં આપો તો ક્યારે આપશો?'' મહારાજા શ્રેણિકે કહ્યું, “હું જ્યારે તને “જા જા' કહું ત્યારે તું જઈને સંયમ સ્વીકારજે.”
.... ૯૫૫ અભયકુમારે દીક્ષાની અનુમતિ માટે ઘણાં પ્રયત્નો કર્યા, છતાં તેમને મહારાજા તરફથી દીક્ષા માટેનો કોઈ આદેશ ન મળ્યો. આ સમયમાં રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા ત્યારે મહારાજા શ્રેણિક ચતુરંગી સેના અને પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા ગયા.
.. ૯પ૬ પરમાત્માના દર્શન કરી તેઓ પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં સરોવરની પાળે એક પ્રતિસાધારી
. ૯૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org