SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” અણગાર જિનકલ્પીપણું ધારણ કરી ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાન કરી રહ્યા હતા. આ મુનિવરે ક્રોધ, અભિમાન અને મદનો ત્યાગ કર્યો હતો. ... ૯પ૭ ધ્યાનસ્થ મુનિવરને જોઈ મહારાજા શ્રેણિક અને મહારાણી ચેલ્લણા રથમાંથી નીચે ઉતર્યા. તેમણે મુનિવરને ભાવપૂર્વક વંદના કરી. તેમણે મુનિને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરી તેમની સ્તુતિ કરી. (મુનિવરને વસ્ત્રરહિત દશામાં કડકડતી ઠંડીમાં સરોવરના તટે પ્રશાંત મુદ્રામાં બેઠેલા જોઈ રાજા-રાણી વિસ્મય પામ્યા. તેઓ મનોમન બોલ્યા, “ભગવાનના શાસનમાં કેવાં કેવાં શ્રમણરત્નો છે ! તેમને શરીરની કોઈ ચિંતા નથી. આત્મસાધનામાં સંયમ જીવન દીપાવી રહ્યા છે. તેમને ધન્ય છે.') મુનિવરની પ્રશંસા કરતા તેઓ નગરમાં આવ્યા. ... ૯૫૮ રાત્રિના સમયે ભર નિદ્રામાં સૂતેલા મહારાણી ચેલ્લણાનો હાથ કામળીની બહાર ઉઘાડો રહી ગયો. અતિશય ઠંડીના કારણે મહારાણીનો હાથ જકડાઈ ગયો. તે લાકડા જેવો કડક થઈ ગયો. તે વાળવા છતાં સહેજ પણ વળ્યો નહીં. ચલ્લણારાણી ભર ઊંધમાંથી જાગૃત થયા. તેમને અસહ્ય વેદના થઈ આ વેદના ખમાતી ન હતી. તે સમયે અચાનક સરોવરની પાળે ધ્યાન કરી રહેલા જિનકલ્પી મુનિવરની સ્મૃતિ થઈ. ... ૯૬૦ ભોળાં ચલ્લણારાણીએ મુનિવર પ્રત્યેની ભક્તિભાવથી પ્રેરાઈને એકાએક કહ્યું, “તેમની શી હાલત હશે? તેમને કેવી પીડા થતી હશે? અતિશય ઠંડીથી થરથરતા હશે. તેમનું પોતાનું ઘર પણ નથી.... ૯૬૧ તેઓ વસ્ત્રહીન, હાથ-પગ સંકોચીને કોકડુંવાળી ઠંડીને સહન કરતા હશે. આજે તો અતિશય ઠંડીના કારણે તેમનો દેહ ઓગળી જશે.” મહારાણી ચેલ્લણા પડિમાધારી મુનિવર પ્રત્યે મનમાં અનુકંપા લાવી એવું બોલ્યા, ત્યારે મહારાજા શ્રેણિક આ શબ્દો સાંભળતા હતા. .. ૯૬૨ મહારાજા શ્રેણિકે શંકિત બની સ્વયં એવો વિચાર કર્યો કે, “મહારાણીનું મન સ્થિર નથી. મારી પ્રાણવલ્લભા કોઈ પરપુરુષમાં આસક્ત છે. મારી પત્ની પતિવ્રતા નથી'. .. ૯૬૩ શ્રેણિક મહારાજા અત્યંત કોપાયમાન થયા. તેમણે વિચાર્યું કે, “મારે વિશ્વાસઘાત ચેલણાનો અવશ્ય ઘાત કરવો જોઈએ.” કવિ ઋષભદાસ કહે છે કે, જ્યારે ક્રોધરૂપી વાઘ જાગૃત બને છે ત્યારે વિવેકરૂપી વાછરડાનો નાશ થાય છે. ...૯૬૫ દુહા ઃ ૪૪ જાગે કોહપલેવણે, દાઝે ગુણ રાયણાય; ઉપસમ જલેં ન ઉલવે, પામેં દુખ સહાય. .. ૯૬૬ રીષભ કહે નર સાંભલો, ક્રોધ કરો નર કાંય; પૂરવ કોડિ ચારિત્ર વલી, તે બાંલે ખીણમાંય. •.. ૯૬૭ અર્થ - જ્યારે ક્રોધરૂપી દાવાનળ પ્રજ્વલિત થાય છે ત્યારે ગુણરૂપી રત્નાકર (સમુદ્ર) ને દઝાડે છે. જો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy