________________
૫૧૧
ઉપશમ નીરથી ક્રોધરૂપી અગ્નિને ઓલવવામાં ન આવે તો તે ખૂબ દુઃખદાયી થાય છે. ... ૯૬૬
કવિ ઋષભદાસ કહે છે કે, “હે માનવો! તમે સાંભળો. તમે શા માટે ક્રોધ કરો છો? ક્રોધરૂપી કષાય પૂર્વકોડ વર્ષનું ઉત્તમ ચારિત્ર ક્ષણવારમાં બાળીને ભસ્મ કરે છે.”
•.. ૯૬૭ ઢાળ : ૩૪
તો ચઢીલું ધનમાંન ગજે એ દેશી. ક્રોધિં શ્રેણિક ઉઠીઉ એ, તેડયો અભયકુમાર તો; અંતેરિ તું બાલજે એ, મ કરીસ કીસ્યો વિચાર તો.
» ૯૬૮ દેઈ સીખ ગયો વાંદવાએ, પુછયો પ્રશ્ન જ એહ તો; પૂત્રી ચેડા રાયની એ, સતી કે અસતી તેહ તો.
. ૯૬૯ ભાખંઈ વીર જિનેસરુએ, સાતે સતીઉં સાર તો; ચિત ન આર્વે રાયને એ, પૂછે ફરી વિચાર તો.
... ૯૭૦ હવામી મુઝ ઘર કામની એ, કુંણની કરી ચિંતાય તો; જિન કહૈ મુનિવર સાંભરયોએ, સર તીરેં રીષી રાય તો.
... ૯૭૧ અર્થ :- મહારાજા શ્રેણિકોનો ચહેરો ક્રોધથી લાલચોળ થયો. તેમની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા.) તેમણે ઊભા થઈ અભયકુમારને સેવકદ્વારા પોતાની પાસે બોલાવ્યા. મહારાજાએ કહ્યું, “(પાણીમાં આગ લાગી છે) મારો હુકમ છે કે વિશ્વાસઘાતી મારી રાણી ચેલ્લણાને હમણાં જ અગ્નિમાં બાળી નાખ. તું કોઈ પણ જાતનો વિચાર ન કરીશ.”
... ૯૬૮ મહારાજા ક્રોધના આવેશમાં આદેશ આપી મનની શાંતિ મેળવવા પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરવા ચાલ્યા ગયા. ત્યાં જઈ તેમણે એકાએક ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછયો. “પ્રભો ! ચેડા રાજાની પુત્રીઓ સતી છે કે અસતી?”
... ૯૬૯ જિનેશ્વર ભગવંતે મહારાજાના પ્રશ્નોનો ઉત્તર આપતાં કહ્યું, “દેવાનુપ્રિય ! ચેડા રાજાની સાતે પુત્રીઓ સતી છે.” (તેઓ આ ભવમાં જ મોક્ષ મેળવશે) મહારાજા શ્રેણિકના ચિત્તમાં પ્રભુની વાત સમજાણી નહીં ત્યારે તેમણે પુનઃ ભગવાનને પ્રશ્ન પૂછયો.
... ૯૭૦ “પ્રભો! મારા અંતઃપુરમાં રહેલી મારી રાણી ચેલણા શું સતી છે? પ્રભુ! ઊંધમાં રાત્રિના સમયે તેણે કોની ચિંતા કરી હતી?” પ્રભુએ કહ્યું, “સરોવરના તટે અતિશય ઠંડા પવનમાં રહેલા વસ્ત્રરહિત જિનકલી મહર્ષિ પ્રત્યે ભક્તિભાવથી રાણીએ તેમનું સ્મરણ કર્યું હતું.
.. ૯૭૧ દુહા ઃ ૪૫ કાલઈ તું વાંદી ચલ્યો, સરોવર દીઠો સાથ; તે સાંભરયો રાણીઈ, જવ હુઈ હાથે બાધ.
••. ૯૭ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org