________________
૫૦૭.
૯૪૬
અભયકુમારે સાચા શેઠને ઘણાં ઉપાલંભ આપ્યા. સાચા શેઠ પોતાને સમકિતી કહેવાડતા હતા તેમનું નીર ઉતાર્યું.
... ૯૪૩ અભયકુમારે કહ્યું, “સાચા શેઠ! તમે ધર્મી થઈને પારકી થાપણને ઓળવવાનું નીચ કૃત્ય કરો છો? હવે આ તમારું પાપ તમને અત્યંત દુઃખ-સંતાપ આપશે. જે પાપી વ્યક્તિ પાપ કર્મ કરે છે તે સુગમતાથી છૂટી શકતો નથી.”
.. ૯૪૪ અભયકુમારના વચનો સાંભળી સાચા શેઠ શરમિંદા થયા. રાજાના ચરણે પડયા. પોતાના પાપકૃત્યનો એકરાર કરતાં સાચા શેઠે કહ્યું, “હે મહારાજ! મારા અપરાધ બદલ મને ક્ષમા કરો” અભયકુમારે કહ્યું, “જો સાચા શેઠ સાચા શ્રાવક બને તો કોઈ શિક્ષા ન કરતાં મુક્ત કરો'' સાચા શેઠ સાચા શ્રાવક બન્યા તેથી તેમને છોડી દેવામાં આવ્યા.
...૯૪૫ દુહા : ૪૩ ભક્તને આધીન ભગવાન - ઉદાયનરાજાની કથા શ્રાવક માટે મુંકીઉં, દેઈ સીખામણ સાર; દે જિણદત્તનો વાટુઉ, ધન્ય તું અભયકુમાર. રમતો રંગઈ માલીઈ, કરતો ધરમ વીચાર; વીર જિનેશ્વર આવીઆ, વંદઈ અભયકુમાર.
... ૯૪૭ ચિહું દિસે મુંની વંદતા, દીઠો મુનીવર સાર; રુ૫ વીનઈ ગુણ દેખતા, હરખ્યો અભયકુમાર.
૯૪૮ પુછયો પ્રેમઈ વીરને, એ કુણ રીષિ કહેવાય; જિન કહે પશ્ચિમ દશા ઘણી, વિભા પાટણ રાય.
••• ૯૪૯ ઉદાઈ મુઝ સમરઈ સહી, હું પહંતો તેણે ગામ; સુણતાં સમઝયો નરપતિ, દીક્ષા ગહી તેણે ઠામ.
... ૯૫૦ છેહલો રાજ રબી સહી, હર્વે ન લેં કો દીખ; એણે સંસાર કડુઉં લહી, હુઉં અમારો શિષ્ય.
... ૯૫૧ તપ ઉપસમનો કુપલો, મુગતી તણો ભજનાર; સુણિ વૈરાગ જ પાંમિઉં, મંત્રી અભયકુમાર.
.. ૯પર અભયકુમાર મનિ ચિંતવે, જો લેઉ પૃથવીરાજ; તો મુઝને સંયમ નહી, વિણસે પરભવિ કાજ.
••• ૯૫૩ અર્થ - તેમને યોગ્ય શિખામણ આપી મુક્ત કર્યા અભયકુમારે સાચા શેઠને શ્રાવક બન્યા તેથી માફ કર્યા. સાચા શેઠે જિનદત્ત શેઠને તેમની થાપણ પાછી આપી. ધન્ય છે અભયકુમારની પ્રખર બુદ્ધિને! ...૯૪૬ (૧) ઉદાયનરાજાની કથા : શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, પૃ. ૧૫૦-૧૫૧. લે. મુનિશ્રી પ્રકાશચંદ્રજી, પ્ર. શ્રી નવલ સાહિત્ય પ્ર. મ., ચતુર્થીવૃત્તિ, ઈ.સ. ૨૦૦૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org