SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ ... ૩૮૪ • ૩૮૮ પળોમાં જાગૃત થયા. તેમણે દશ પ્રકારની આરાધના કરી, નવકાર મંત્રનું સતત સ્મરણ અને ચાર શરણ ગ્રહણ કરીને મૃત્યુ પામ્યા. દુહા ઃ ૧૯ મૃગાવતી રાણીનો વિલાપ મરણ હવો રાજા તણ, મૃગાવતી ઝૂરંત; કુણ વેલા કંતા ગયો, દઈવો દુખ કરત •.. ૩૮૫ અવલી ગતિ છઈ દઈવની, રખે પતીજો કોય; આરંભ્યા મહીયલ રહૈ, અવર અચિંત્યો હોય ... ૩૮૬ ધનવંત મ કરીસ ગારવો, નીરધન પાય મ ઠેલિ; કોઉક વાઉ વાયસેં, કિહાં તુંબડ કિહાં વેલિ ન લણી સરોવર ઘર કીઉં, દવ દાઝણા ભયણે એ; તો દાધી હેમા જલેં, પૂરવ દત્ત ફલેણ સહુ દુખી 6 જગમાંહા ભમે, કંત વિયોગી કોય; કો પુત્રે કો બંધવે, કો ધન હીણું હોય ... ૩૮૯ નયણે વયણે મન તણે, જે ઉપાયો નેહ, તસ જન કિમ વીસરે, જિહાં નવિ દાઝઈ દેહ પવન સુણો એક વાતડી, હવે હું હોઈસ છાર; તેણી દિસે તું વાયજે, જેણી દિસ મુઝ ભરતાર ... ૩૯૧ એક સસનેહી માછલી, હુ જાકારિ માસ નેહ; જબધી પાણી વડે, તબહી છોડે દેહ ... ૩૯૨ એમ વિલાપ કરિ ઘણા, સતાનીકની નારિ; સીલ રખોપા કારણઈ, નીજ મન આણે હારિ ••• ૩૯૩ અર્થ :- શતાનીકરાજા સમાધિ મરણે મૃત્યુ પામ્યા. મૃગાવતી રાણી પતિના મૃત્યુથી ગુરણા કરવા લાગ્યા. કેવી વિપત્તિની વેળાએ પતિદેવ પરલોક સિધાવ્યા છે ? અણધારી ઘટનાઓ દુઃખ આપે છે. ... ૩૮૫ નસીબની ગતિ અવળી (ચારી) છે. જે આપણું રખોપું કરનારા હોય છે તે જ સાથ છોડીને ચાલ્યા જાય છે. પ્રારંભેલું કાર્ય પૃથ્વી ઉપર જ રહે છે અને ન ચિંતવેલું કાર્ય અચાનક થઈ જાય છે. ... ૩૮૬ હે શ્રીમંતો! તમે શ્રીમંતાઈનો ગર્વ ન કરશો. તમે નિર્ધનનાં પગ પાછાં ન ઠેલશો. (તેમને અપમાનિત નકરશો.) કોઈકવાર કર્મરાજાનો ભયંકર પ્રતિકૂળ વાયુ ફૂંકાશે ત્યારે તુંબડું (મોટું ફળ) અને વેલો (નાનું ફળ) બધુંજ ઉડી જશે. (ભાગ્ય બદલાતાં નિર્ધન થવાય છે.) ... ૩૮૭ વનમાં દવ લાગવાનાં ભયથી આજુબાજુનું ઘાસ લણ્યા વિના (ઉખેડયા વિના) આસપાસ સરોવર બંધાવ્યું. પૂર્વકૃત કર્મ વડે તે વર્ષે વધુ ઠંડી પડવાથી સરોવરનું પાણી થીજીને હિમ થઈ ગયું તેથી હિમથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy