________________
૪૧0
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
દાઝવાનું થયું (જે થવાનું હોય તે થઈને જ રહે છે.)
... ૩૮૮ આ સૃષ્ટિમાં સર્વ પ્રાણીઓ દુઃખથી વ્યાકુળ બની ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. કોઈ પતિ, પુત્ર કે બાંધવના વિયોગથી દુઃખી છે, તો કોઈ નિર્ધન હોવાથી દુઃખી છે. (આ સંસાર દુઃખમય છે.) ... ૩૮૯
વિશ્વના દુઃખી જીવોને નયનથી, વચનથી અને મનથી નેહપૂર્વકના વ્યવહારથી સુખ-શાંતિ આપી શકાય છે. જગતના જીવો આ ઉપાય શા માટે ભૂલી જાય છે? (ચંદન સમાન શીતલ) પ્રેમ-સ્નેહથી બીજાનું શરીર કદી દાઝતું નથી.
... ૩૯૦ પતિના મૃત્યુથી ઝરણાં કરતાં મૃગાવતી રાણીએ પવનને ઉદ્દેશીને કહ્યું, “હે પવનદેવ! એક વાત સાંભળો. હવે હું જે દિશામાં બળીને ભસ્મ થાઉં, તેની જે રખ્યા (છાર) હોય તે દિશામાં તું વાજે. જેથી મારી રખ્યા ઉડીને જ્યાં મારા પતિ (મૃત્યુ પામ્યા) છે, તે દિશામાં રાખ્યારૂપે તું મને લઈ જાય. ... ૩૯૧
હું વિશેષ સ્નેહ ધરાવતી માછલી છું. મત્સ્યરૂપી પતિદેવ મારા સ્નેહને જાકારો આપી ચાલ્યા ગયા. માછલી નીરથી વિખૂટી પડતાં તેના પ્રાણ દેહથી જુદા થાય છે. (પતિ વિના હું પ્રાણહીન થઈ છું)' ... ૩૯૨
શતાનીકરાજાની પત્ની મૃગાવતી રાણી પતિના વિરહથી ખૂબ વિલાપ કરવા લાગ્યા. અંતે પોતાના શીયળની રક્ષા કરવા તેમણે પોતાના મનને સ્થિર (શાંત) કર્યું.
૩૯૩ ઢાળ : ૧૫ ચંડપ્રદ્યોતન રાજા છેતરાયા
ઈસ નગરીકા વણજારા એ દેશી. રાગ કેદારો નીજ મનમાહા ધીરજ ધરતી, નર શોક નીવારણ કરતી, મુઝને ચમએ નવિ ઝાલે, કૂદિ બુધિ એણિ નવિ ચાલે એક દાસી વેધક જેહ, મોકલી રાજા કે તે; તું કહેજે વાત વિચારી, એ મૃગાવતી છે તાહરી મરણ હવો ભૂપાલો, ઉદયન છે નાહનો બાલો; વેરી બલવંતા જેહો, આવી નગરી બેસે તેવો
••• ૩૯૬ ઈસ્યાં વચન કહઈ જઈ ચેટી, મૃગાવતી ગુણની પેટી; તેઈ છઈ છે તુમ રાય, કરો પુત્ર તણી રીખ્યાય સુણી હરખ્યો તિહાં નર નાથો, મૃગાવતી માહરી થાતો; પૂછે ઉજેણી નાથ, કિમ પુત્ર રખોપુ થાત
... ૩૯૮ બોલે મૃગાવતી તવ ફેરી, પાકી ઈટ અવંતી કેરી; તે આણી અહીં ગઢ કીજૈ, પછે મુઝ દેહ તુમ સોંપીજે કહે હા શિર વચન ચઢાવું, અવંતીનો કોટ પડાવે;
ચઉદ રાય તણો દલ જેહો, એક શ્રેણેિ કીધું તેવો (૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સ.-૮, પૃ.૧૪૬, ૧૪૭.
••• ૩૯૪
૩૯૫
••• ૩૯૭
••• ૩૯૯
• ૪૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org