________________
४०८
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
ચંડપ્રદ્યોતનરાજા ચૌદ દેશના રાજાઓને લઈ યુદ્ધ કરવા નીકળ્યા. તેમણે કૌશાંબી નગરીને ચારે તરફથી ઘેરી ત્યાં પડાવ નાખ્યો. મૃગાવતી રાણીએ વિચાર્યું, ‘આ યુદ્ધ મારા કારણે થશે, તેનું મહાપાપ મારા મસ્તકે લાગશે'
.. ૯૭૩ શતાનીકરાજાની કૌશાંબી નગરીમાં ચારે તરફ લોકોમાં ગભરાટ ફેલાયો. બહુલ સંખ્યામાં નગરીમાં લોકો નાસ ભાગ કરવા લાગ્યા. પૃથ્વી કંપાયમાન (ઘરતીકંપ) જેવા અશુભ શુકનના એંધાણ થવાથી શતાનીકરાજા ચિંતાતુર થયા.
...૩૭૪ “શત્રુપક્ષ પ્રબળ અને બહુલ સંખ્યામાં છે. એવું જાણી શતાનીકરાજાએ મનમાં અપાર ચિંતા ધરી. દુઃખ ભરી મનઃસ્થિતિમાં શતાનીકરાજા બીમાર પડયા. રાજાને અતિસાર નામનો રોગ થયો. ...૩૭૫
(પ્રતિદિન રાજાની સ્થિતિ બગડતી ગઈ) મૃત્યુકાળ નજીક જાણી ચતુર મૃગાવતી રાણીએ નગરના દરવાજા બંધ કરાવ્યા. તેમણે પોતાના પતિને કહ્યું, “સ્વામીનાથ! તમે તમારું મન સ્થિર, અને શાંત રાખો. કોઈ શત્રુ આપણા નગરમાં પ્રવેશી નહીં શકે.”.
...૩૭૬ દેવપુત્ર જેવા ઉદાયનકુમાર ત્યારે ઉઠયા. તેમણે એકલાએ શત્રુઓને નગરીની બહાર ભગાડયા. ઉદાયનકુમાર બળવાન, સાહિસક અને પ્રતાપી હતા. મૃગાવતી રાણીએ રાજાને સાંત્વના આપતાં કહ્યું, “હે નાથ!તમે નિર્ભય રહેજો.
...૩૭૭ તમે હૃદયમાં ધર્મધ્યાનનું ચિંતન કરજો. તમે સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખી વેરભાવનું વિસર્જન કરજો. તમે ધર્મની ઉત્તમ આરાધના કરો. તમને હું આરાધનાના દશ પ્રકાર કહું છું. ..૩૭૮
(૧) વ્રત પાલનમાં લાગેલા અતિચારોની આલોચના કરો (૨) બાર વ્રતનું પુનઃઉચ્ચારણ કરો (૩) તમે ચોર્યાશી લાખ જીવાયોની સાથે ખમતખામણી કરો (૪) અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરો....૩૭૯
(૫) તમે ચતુદશરણ (અરિહંત , સિદ્ધ, સાધુ -સાધ્વી અને કેવલી પ્રરૂપિત ધર્મ) ની શ્રદ્ધા કરો. (૬) આ ભવમાં કરેલાં પાપ કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરો. (૭) સુકૃત્યોની અનુમોદના કરો (૮) તમે શુદ્ધભાવ રાખો.
.. ૩૮૦ (૯) તમે અનશન વ્રતનું આરાધના કરો (૧૦) નવકારમંત્રનું સમરણ કરો. આ દશ પ્રકાની આરાધના છે. શ્રાવક શુદ્ધ ભાવે આ દશ પ્રકારની શુદ્ધપણે આરાધના કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં અવતરે છે.
...૩૮૧ જો તમે લજ્જનથી, અભિમાનથી પાપોનું પ્રગટીકરણ નહીં કરો, જ્ઞાનનો મદ કરી મનમાં કપટ નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્ય રાખી, સુગુરુ પાસે વ્રતોની આલોચના નહીં કરો તો ચતુર્ગતિનું પરિભ્રમણ કરી ઘણું દુઃખ ભોગવશો.
તમે શલ્યસહિત મૃત્યુ પામી પરલોકમાં પ્રયાણ ન કરશો. સદ્દગુરુની આજ્ઞાનું અક્ષરસઃ પાલન કરો. આ વિશ્વમાં કોનો પુત્ર? કોની પત્ની? સુધર્મ સિવાય કોઈ કોઈને શરણભૂત નથી.” ... ૩૮૩
- મૃગાવતી રાણીએ પોતાના પતિને ધર્મ અંગેની સમજણ આપી. શતાનીકરાજા મૃત્યુની અંતિમ
...૩૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org