________________
૩૫૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
પૂત્ર પરધાન થાપ્યો સહી, સુણો ઘરતણો ભાર રે; રાય શ્રેણીક કરતો તીહાં, વરત્યો જય જયકાર રે... કંત
... ૯૮ પૂણ્ય યોગઈ મલ્યો દીકરો, સુતની વલી માય રે; અભયકુમાર તણા હવે, ગુણ રીષભ તે ગાય રે... કંત
... ૯૯ અર્થ :- મહારાજા પ્રસેનજિતનો પત્ર વાંચી શ્રેણિક રાજાએ પોતાની પત્ની સુનંદારાણીને કહ્યું, “(પિતાજીની તબીયત સારી ન હોવાથી) હું હવે અહીંથી સત્વરે પિતાજી પાસે જઈશ.” સતી સુનંદાએ કહ્યું, “નાથ! આપ મને નિરાધાર કરી જશો? હું ગર્ભવતી છું, તમે જ કહો, મારો આધાર કોણ થશે? ... ૫૧
હે પ્રિયતમ! આપ મને આ રીતે એકલી મૂકીને ક્યાં ચાલ્યા? જળ વિના શું માછલી જીવી શકે ખરી? નીર વિના વેલીઓ પણ પાંગરતી નથી (સૂકાઈ જાય છે, તેમ હું પણ તમારા વિના એકલી શી રીતે રહી શકીશ? સ્વામી !તમે તમારી અર્ધાગિનીને સાથે લઈ જાવ''
... પર શ્રેણિકરાજાએ સાંત્વના આપતાં કહ્યું, “હે દેવી! તમે શાંત થાવ. મારા પિતાને મારા પ્રત્યે અગાધ પ્રેમ છે. તેમનું મુખ જોયા વિના હું તમને અહીંથી ન લઈ જઈ શકું.
... ૫૩ સુનંદારાણીએ કહ્યું, “નાથ ! હું આપના માર્ગમાં અવરોધક નહીં બનું. આપ અહીંથી સુખેથી સિધાવો પરંતુ નાથ ! હું આપના સ્થાન (પરિચય) થી અજાણ છું. આપ મારા કાનમાં તમારા નગરનું નામ કહો.
...૫૪ શ્રેણિક રાજાએ પત્ર લખી રાણીને આપતાં કહ્યું, “આપણા પુત્રને તમે જન્મ આપશો, તે બાળક જ્યારે મોટો થશે ત્યારે આ પત્ર તેને વંચાવજો. તે બાળક આ પત્રનો મર્મ જરૂર સમજી જશે.' ... ૫૫
શ્રેણિક રાજાએ પત્રમાં લખ્યું કે, “રાજગૃહી નગરી અત્યંત સુંદર છે. ત્યાં સફેદ રંગનું સુંદર, ઊંચું મકાન છે. ત્યાંના ગોપાલ છીએ.'
..પ૬ જો એ પુત્ર બુદ્ધિશાળી હશે, તો તરત જ તેને શોધી કાઢશે.” એ પ્રમાણે કહી શ્રેણિકરાજાએ ત્યાંથી પ્રમાણ કર્યું. શેઠે તેમના રક્ષણ માટે સાથે લશ્કર મોકલ્યું.
...૫૭ શ્રેણિક રાજા રાજગૃહી નગરીની નજીક આવ્યા ત્યારે તેમના નાના ભાઇઓ તેમને સામે મળવા ગયા. તેઓ નગરમાં પ્રવેશ કરી પ્રથમ પિતાજીના આવાસે આવ્યા તેમને ચરણ સ્પર્શ કરી પ્રમાણ કર્યા....૫૮
પિતાજી પોતાના વિનયી પુત્રને જોઈ અત્યંત હર્ષિત થયા. પોતાનો પ્રાણપ્રિય પુત્ર આજે પુનઃમળ્યો. મહારાજાએ હર્ષના અતિરેકથી પુત્રને છાતી સરસો ચાંપ્યો. પિતાએ પુત્રને મીઠો ઠપકો આપતાં કહ્યું, “સુજ્ઞ! તું મને છોડી કયાં ગયો હતો?”
..૫૯ શ્રોણિકરાજાએ કહ્યું, “પિતાજી! હું બેનાતટ નગરમાં ગયો હતો. હું નિત્ય તમને યાદ કરતો હતો. હું હરઘડી આપના નામના જાપ જપતો હતો. પિતાજી! આપના દર્શનથી આજે જાણે મને પ્રભુ દર્શનનો લાભ થયો છે ! મારા સર્વ કાર્યો આજે સિદ્ધ થયાં છે.'
...૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org