SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પાછાં કોણ ફરે છે ? તેઓ સૌ તલવારોથી છેદાઈ જશે.'' (યુદ્ધમૂમિને છોડી ડરપોક બનીને નાસી જવું તે કરતાં યુદ્ધના મેદાનમાં પોતાના જીવનનું બલિદાન આપવું શ્રેયસ્કર છે.) ... ૧૫૧૦ 'કાલકુમાર (શત્રુસેનાનીઓને ભગાડવા) હાંક મારીને રણમાં લડવા ઊભા થયા. ત્યાં હાથીએ તેમને લોહીલુહાણ કરી માર્યા તેથી રણમાંથી પાછા વળવા તેઓ કોણિક ભાઈની પાસે ગયા. ૧૫૧૧ ૧૫૧૨ ત્યાર પછી સુકાલ કુમાર યુદ્ધમાં જવા ઉઠયા. તેમને જોઈને મહાકાલ કુમાર પણ રણમેદાન તરફ દોડયા. મહારાજા શ્રેણિકના પુત્ર કૃષ્ણકુમાર પણ યુદ્ધ કરવા તત્પર થયા. તેમણે પણ યુદ્ધભૂમિ તરફ ઝડપથી પ્રયાણ કર્યું. (પ્રત્યેક કુમાર સાથે ત્રણ ત્રણ હજાર હાથીઓ, અશ્વો, તેટલા જ રથો અને ત્રણ કોટી પાયદળોનું સૈન્ય હતું) પોતાના ભાઈઓ જ્યારે યુદ્ધભૂમિમાં પોતાની વીરતા બતાવવા ગયા ત્યારે સુકૃષ્ણ કુમારથી આ સહન ન થયું. પોતાનું ક્ષત્રિયત્વ બતાવવા તેઓ પણ લડાઈના મેદાનમાં દોડયા. તેમને જોઈને ત્યાર પછી તેમના ભાઈ મહાકૃષ્ણ કુમાર પણ પોતાનું પાણી બતાવવા રણમેદાનમાં દોડયા. પોતાના બંધુઓને સાથ આપવા અને શત્રુઓનો સંહાર કરવા વીરકૃષ્ણ કુમાર ઉઠયા. તેમને જોઈને રામકૃષ્ણ કુમાર પણ યુદ્ધભૂમિમાં આવ્યા. તેઓ શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. ૧૫૧૩ પ્રિયસેનકૃષ્ણ કુમાર જુસ્સામાં હુંકારો કરતાં યુદ્ધ ભૂમિમાં પ્રવેશ્યા, ‘જો જો ચેડારાજા જીવતા ન જવા જોઇએ.’ (સર્વત્ર મારો અને કાપોના ભીષણ અવાજો થતાં હતાં.) આવા પડકારોથી મહાસેનકૃષ્ણ કુમારનું ક્ષત્રિય લોહી ગરમ થઈ ગયું. તેઓ ગુસ્સામાં અશ્વ ઉપર ચઢી શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તેઓ પોતાના બાંધવોની રક્ષા ક૨વા યુદ્ધ ભૂમિ તરફ દોડયા. ૧૫૧૪ કાલકુમાર આદિ ઉપરોક્ત દસ રાજકુમારો મહારાજા શ્રેણિકના પુત્રો હતા. તેઓ અતિ શૂરવીર અને સ્વાભિમાની હતા. તેઓ પોતાના ભાઈ કોણિકરાજા માટે, પોતાના નાના ચેડારાજા સાથે યુદ્ધમાં ઉતર્યા હતા. તેઓ કોણિકરાજાના બાહોશ સેનાપતિઓ હતા. ૧૫૧૫ આ દશે સેનાપતિઓ ક્ષત્રિય ધર્મનું પાલન કરવામાં અતિ દઢ઼ હતા. તેઓ નીડર હતા. તેઓ યુદ્ધની ભયંકરતા જોઈ ડરીને ભાગી જાય તેવા ડરપોક ન હતા. ચંપાનરેશ કોણિકરાજા અને વિશાલા નરેશ ચેડારાજા બન્ને શૂરવીર યોદ્ધાઓ રણભૂમિમાં સામ સામે ઝઝૂમતા હતા. બંનેની તલવારો પરસ્પર ટકરાતાં ટંકારવ થયો. ... Jain Education International ... ૨૭૭ ... ૧૫૧૬ જેમ પાડે પાડા એકબીજા સાથે ઝઘડે તેમ બંને યોદ્ધાઓ છલાંગ લગાવીને એકબીજા સાથે બાથે વળગ્યા. યુદ્ધભૂમિમાં અશ્વથી અશ્વ પરસ્પર ટકરાયા. હાથીની સાથે હાથી અને રથની સાથે રથના યોદ્ધાઓ લડતા હતા. સૌ એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. ત્યાં યુદ્ધ કર્યા વિનાનો કોઈ યોદ્ધો ન હતો. ... ૧૫૧૭ આ યુદ્ધભૂમિમાં અનેક ઘોડેસવારો ઘાયલ થઈને પડયા હતા. તેમના શરીરમાંથી લોહી વહેતું હતું. (૧) શ્રેણિક૨ાજાના દસ રાજકુમારોનાં નામ – કાલકુમાર, સુકાલકુમાર, મહાકાલકુમાર, કૃષ્ણકુમાર, સુકૃષ્ણકુમાર, મહાકૃષ્ણકુમાર, વીરકૃષ્ણકુમાર, રામકૃષ્ણકુમાર, પિતૃસૈનકૃષ્ણકુમાર, મહાસેનકૃષ્ણકુમાર. આ દસ અને કોણિક મળી અગિયાર રાજકુમારો સંયમ ગ્રહણ કર્યા વિના મૃત્યુ પામી નરકમાં ગયા. (શ્રી નિરયાવલિકા સૂત્ર : ૧/૧/૪/૭-૮.) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy