SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” અર્થ - બંને પક્ષનું સૈન્ય યુદ્ધ ભૂમિમાં સામસામે એકત્રિત થયું. ત્યાં યુદ્ધની તૈયારી માટેની ભયંકર જય ભંભાનો નાદ થયો. આ અવાજ અતિશય મોટો હતો. જાણે પર્વતના ટુકડે ટુકડા ન થતા હોય! જાણે સાગરમાં ભયંકર લહેરો ઉછળી ન રહી હોય! ... ૧૪૯૯ મેઘગર્જના સાથે અનરાધાર વર્ષા ન થઈ રહી હોય, તેવા ભયંકર અવાજો રણભૂમિમાં સંભળાતા હતા. હાથીઓએ સુવર્ણ ગંજીપો પહેર્યો હતો. હાથીઓની સૂંઢમાં મુગરો શોભતી હતી. ... ૧૫૦૦ બંને દળોએ શસ્ત્રના ભરેલા ગાડાં અને રથો રણભૂમિમાં એક સ્થાને રાખ્યા હતા. તેમણે ઘોડાઓને કપાસિયા પાસે બાંધ્યા અને તેમને પાણી નીયું. .. ૧૫૦૧ સંગ્રામમાં યુદ્ધ કરતાં ઘાયલ થયેલા યોદ્ધઓના જન્મ રૂઝવવા માટે સંરોહિણી ઓષધિ પણ રાખવામાં આવી હતી. સૈનિકોએ પોતાના અંગ ઉપર પહેરવાના બખ્તર ઠીક કર્યા. તેમણે યુદ્ધ કરવા મ્યાનમાંથી તલવારો કાઢી. સૈન્યમાં પોરસ ચઢાવવા ભાટ-ચારણો પણ આવ્યા હતા. ... ૧૫૦૦ કોણિકરાજાએ યુદ્ધના દેવ ઈન્દ્ર મહારાજાની આરતી, ધૂપ-દીપ કરી પૂજા કરી. ત્યાર પછી તેમણે સુવર્ણનું બખ્તર અને અંગે સુરક્ષા કવચ પહેર્યું. .. ૧૫૦૩ કોણિક રાજાએ પીઠ ઉપર બાણ રાખવાના ભાથાઓ બાંધ્યા. ત્યાર પછી તેઓ પોતાના હાથી પર સવાર થયા. ત્યારે પદ્માવતી રાણીએ પોતાના પતિને સાચા મોતીથી વધાવ્યા. કોણિકરાજાએ યુદ્ધમાં જવા પ્રયાણ કર્યું. તેઓ રણમેદાનમાં આવ્યા. ... ૧૫૦૪ ચેડારાજાએ પણ યુદ્ધમાં જવા પૂર્વે કુળદેવીની પૂજા કરી. તેમણે રણભૂમિમાં જવા ચઢાઈ કરી. તેમણે યુદ્ધને યોગ્ય પોશાક જેમ કે બખ્તર, શિરછત્ર વગેરે પહેર્યા. તેઓ ધનુષ્ય, બાણ આદિ શસ્ત્રો લઈ રણભૂમિમાં દોડયા. ... ૧૫૦૫ ઉગ્રસેન રાજા અને ચેડારાજા પરસ્પર મળ્યા. બને યોદ્ધાઓ વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું. ચેડારાજાના સુભટોએ કહ્યું, “અમે અમારા રાજાનું નમક ખાધું છે તેથી નમકહરામ નહીં બનીએ.” ... ૧૫૦૬ ઉગ્રસેન રાજાનાં બાણ સન્ કરતાં શત્રુ પક્ષ ઉપર છૂટયાં. રણસંગ્રામમાં ઘણા શત્રુ સેનાનીઓનાં અંગોલોહીલુહાણ થયાં. ચેડારાજાના સુભટો ઘાયલ થયા હોવાછતાં યુદ્ધનું મેદાન ન છોડવું.... ૧૫૦૭ હબસ દેશના હબસીઓ શત્રુઓને મારવા દોડયા. તેમણે પડકાર ફેંકતા કહ્યું, “ખબરદાર! એ કોણ ‘દાસ’ રણભૂમિ છોડીને નાસે છે? તેમને પકડી પગમાં જંજીર બાંધો, જેથી તે “સૂતપુત્ર' ચાલી જ ન શકે.” .. ૧૫૦૮ રણભૂમિમાં ભૂંગળ, કાબલી, નેની, કંક (પીંછાળું તીર) અને તીણ જલદ તીરો વડે સુભટો લડતાં હતાં. (યુદ્ધમાં વિવિધ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો હતો.) તેઓ મોટેથી ત્રાડ પાડી કહેતાં હતાં કે, “કેદખાના સમાન દાસરૂપી કુંપથી બચીને તમે અમારી પાસેથી ક્યાં જશો? (અમારા પંજામાંથી તમે છટકી નહીં શકો?). .. ૧૫૦૯ અજવાળી રાતે રણમાંથી દોડીને અમારી આગળથી બચીને કોણ દોડયું? અમારી સાથે લડતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy