________________
૪૪૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
.૫૮૪
પાલગોપાલે પિતાને પ્રેમથી સમજાવતાં કહ્યું, “પિતાજી! તમે તમારી પુત્રીનો હાથ કોઈક યોગ્ય પુરુષને તો જરૂર સોંપશો. ઉદાયન (વત્સરાજ) જેવો ગુણવાન અને શૂરવીર બીજો રાજા (જમાઈ) કયો હશે? વાસવદત્તા પણ દિલથી ઉદાયનકુમારને પોતાના સ્વામી તરીકે સ્વીકારે છે તેથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ સમજો.''
...૫૮૨ ચંડપ્રદ્યોતનરાજાને પોતાના પુત્રની વાત યોગ્ય લાગી. તેમણે પ્રેમથી સ્વીકૃતિ આપતાં કહ્યું, “હવે કોઈ ઝધડો કે વિખવાદ ન કરશો (મારું મન રાજી છે.)” ઉદાયન રાજા પોતાની પત્ની વાસવદત્તા સાથે કૌશાંબી નગરી તરફ ચાલ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, ઉદાયન રાજા ખૂબ ખુશ થયા. ...૫૮૩
દુહા : ર૯ નગરીમાંહિ મંત્રી હતો, તે પણિ ચાલ્યો સાથિ; અનુક્રમે આવી મલ્યો, ઉદયનનેં સંઘાતિ.
... ૫૮૪ અર્થ - ઉજ્જયિની નગરીમાં ઉદાયનરાજાનો મંત્રી આવ્યો હતો. તે પણ ત્યાંથી નીકળી અનુક્રમે ચાલત ચાલતો માર્ગમાં રાજાને મળ્યો. હવે તે પણ રાજાની સાથે ચાલવા લાગ્યો. ચોપાઈ : ૧૧ મહાસતી મૃગાવતીના નામ સ્મરણનો પ્રભાવ -
ઉદાયન અને વાસવદત્તાના વિવાહ ઉદયન આઘો ચાલ્યો જેહ, તીન ઘડી પંથઈ ફોડેહ; સો જોયણ જબ આવ્યો રાય, ભદ્રાવતી મરતી તેણે ઠાય. ઉદયન બોલ્યો હીઅડે જસી, મંત્રી માહાંતને તેડયાતમેં; ભીમપલીપતિ કનેંતુઓ જઈ, મુઝમેં તેડી આણો સહી. ભીમકને તેડીનેં જાય, પાલો પંથઈ ચાલ્યો રાય; વાસવદત્તા થાકી બાલ, ભુપતિ કરતો સાર સંભાલ. ભુખ્યા વન ફલ આણી દોહ, પાઈ નીર નર ધરી સનેહ; પંથિ કંટાટાલેંરાય, ધરઈ વસ્ત્ર જવદાઝે પાય. વનનાફલ સહુખાંઈ જસે, ભીલ ઘાડિ આવ્યો તિહાતસેં; વાદવદત્તા પૂજે રડે, સબલતનદેખી ભોય પડે. ઉદયન કહે મમરો રે નારિ, મૃગાવતી સમરો એણિ ઠારિ; સત સીલ સજિન ગુણ ગાય, તુઝ સાસૂતે માહરી માય.
...પ૯૦ સોય સતીનો લઈઉં નામ, હવડાં ભીલનાટાલા ઠામ; આપણ જીત્યું હારઈ ભીલ, હવડાં મુંકાવું તસ મીલ.
... ૫૯૧
.. ૫૮૯
(૧) પાલગોપાલની જગ્યાએ મંત્રીએ રાજાને સમજાવ્યા (ત્રિ.શ.પુ.ચ. : પર્વ-૧૦, સર્ગ-૧૦, પૃ.-૨૦૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org