________________
૪૪૧
જલ્દીથી પકડો. તે બળપૂર્વક (જબરદસ્તીથી) કોઈ સ્ત્રીને પોતાની પત્ની શી રીતે બનાવી શકે?” ...૫૭૨
આ જગતમાં તે મારો જમાઈ થવાને યોગ્ય નથી. તે ઉત્તમ પુરુષ નથી. પૂર્વે પણ તેણે મારી સાથી છળકપટ કર્યું છે.' પાલગોપાલે લોખંડનું બખ્તર પહેર્યું. શસ્ત્રો લઈ અનલગિરિ હાથી ઉપર સવાર થઈ તે ઉદાયનરાજાને પકડવા દોડયો.
...પ૭૩ પાલગોપલે અનલગિરિ હાથી ઉપર બેસી ઝડપથી ઉદાયનરાજાનો પીછો કર્યો. તેઓ પચ્ચીસ યોજન દૂર ચાલ્યા હશે ત્યાં માર્ગમાં ભદ્રાવતી હાથિણી ઉપર બેઠેલા ઉદાયનરાજા મળ્યા. પાલગોપાલે તેમને મારવા ધનુષ્યમાંથી બાણ કાઢયું.
...પ૭૪ પાલગોપાલે અહ્વાહન આપતાં કહ્યું, “તમે ચાલ્યા જાવ! તમારું છોડેલું બાણ મને વીંધી નહીં શકે. ઉદાયનરાજા પુરુષોની બહોતેર કળામાં કુશળ હતા. તેમણે દરેક બાણોને નષ્ટ કર્યા. ...૫૭૫
- ત્યાં મહાવતે હાથિણીના મૂત્રથી ભરેલો એક ઘડો ફોડયો. તેની ગંધથી હવે અનલગિરિ હાથી કોઈ રીતે આગળ વધવા તૈયાર ન થયો. આ તકનો લાભ લઈ ઉદાયનરાજા ત્યાંથી ભાગી છૂટયા. પોલગોપાલનું કાંઈ ન ચાલ્ય” (બીજી વાર નજીક આવતાં બીજો મૂત્રનો ઘડો ફોડ્યો. આ રીતે સો યોજન સુધી અનલગિરિ હાથીની ગતિ અટકાવી.
...૫૭૬ પાલગોપાલે જ્યારે ઉદાયનરાજા ઉપર બાણ તાક્યું ત્યારે તેની બહેન વાસવદત્તા પતિને બચાવવા બે હાથ આડા રાખી ઊભી રહી ગઈ. તેણે કહ્યું, “હે બાંધવ! તારા બાણથી પ્રથમ તારી બહેન વીંધાશે. તારી બહેનને તેના સ્વામીનાથ જોઈએ છે.”
...૫૭૭ જે વ્યક્તિને જેની સાથે પ્રીત બંધાય છે, તે વ્યક્તિ તેના વચનોનું અનુકરણ કરે છે. (પ્રેમી માટે કાંઈ પણ કરવા તૈયાર છે) ઈલાતીપુત્ર વણિક હોવા છતાં, એક નટ કન્યાને પરણવા તૈયાર થયા. ...૫૭૮
*નંદીષેણમુનિ મહાન સંત હોવા છતાં ગણિકાની મોહ જાળમાં સપડાયા. અષાઢાભૂતિ મુનિએ પણ તેમ જ કર્યું. અરિણક મુનિ પણ તરૂણીના મોહપાશથી ચલિત થયા તેમજ પાંડવોની પત્ની 'દ્રોપદીનું પૂર્વ ચરિત્ર (સુકુમાલિકા સાધ્વી) પણ પ્રસિદ્ધ છે.
..પ૭૯ વાસવદત્તાએ ભાઈને કહ્યું, “ઉદાયનરાજા તો જગતમાં ઉત્તમ પુરુષ છે. તેઓ શૂરવીર અને દાનવીર છે. વાસવદત્તા જેવી વરૂપવાન સુંદરીમાં તેમનું મન મોહિત થયું તેમાં ખોટું પણ શું છે ? તેઓ શ્રેષ્ઠ અને ભદ્ર સ્વભાવના પતિ છે.”
...૫૮૦ ભાઈ-બહેને પરસ્પર સમજી લીધું. પાલગોપાલે પોતાના બનેવીનો પાછો છોડી દીધો. તેણે પોતાના પિતા ચંડપ્રદ્યોતનરાજાને પોતાની કન્યા ઉદાયનરાજાને આપવા સમજાવ્યા. (૧) કથાઓ અને કથા પ્રસંગો-પૃ ૭૬ થી ૧૧૧. (૨) શ્રી ભરોસર રાજઝાયની કથાઓ. પૃ.૩૪ (૩) શ્રી ભરફેસર સજઝીયની કથાઓ પૃ.૩૪ (૪) જુઓ પરિશિષ્ટ વિભાગ. (૫) શ્રી ભરફેસર સજઝાયની કથાઓ – પૃ ૧૯૬
••.૫૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org