________________
પુણ્ય યોગિં મલ્યો દિકરયો, સુનિં વલી માય રે; દેવ તણાં સુખ ભોગવઈ, સાચો શ્રેણિકરાય રે
૪૮૬ અ૦
... ૪૮૭ અ
શ્રેણિક રાસ ખંડ જ વલી, બીજો એટલઈ હોય રે; ઋષભ કહઈ નર સાંભલો, કથા આગલિં સોય રે અર્થ : - અભયકુમારે ટોળા વચ્ચે જઈને પૂછ્યું, “ભાઈ ! અહીં આટલા બધા લોકો શા માટે ભેગાં થયાં છે ?’’ લોકોએ કહ્યું, ‘‘અહીં નગરજનો કૂવામાંથી રાજાની નાખેલી મુદ્રિકા કાઢી તે પહેરવા એકત્રિત થયાં
છે .
...૪૬૨
(ભાઈ ! તમે કોઈ પરદેશી લાગો છો) આ નગરીના મહારાજા શ્રેણિક છે. તેમના ઘણાં મંત્રીઓ છે. તેમને એક મુખ્યમંત્રીની જરૂર છે. તેમણે મહામાત્યાની નિમણૂંક કરવા માટે નગરમાં આ પરીક્ષા ગોઠવી છે.(જે પ્રધાન મંત્રી બનશે તેને અડધું રાજ્ય રાજા આપશે)’’
...૪૬૩
(અભયકુમાર કૂવા પાસે આવ્યા. તેણે કૂવામાં પડેલી હીરાની વીંટી જોઈ) અભયકુમારે પૂછ્યું, “શ્રેષ્ઠીવર્ય ! કોઈ પરદેશી આ કૂવામાંથી મુદ્રિકા લઈ પોતે પહેરે તો તેને રાજા પ્રધાનપદ આપશે ? તમારા રાજાને જઈને પૂછો.’’
...૪૬૪
શેઠે જઈ રાજાની સમક્ષ પરદેશીનું વર્ણન કર્યું તેમજ સર્વ વિગત કહી ત્યારે રાજાએ કહ્યું, ‘“જે ઢોરોને ચરાવવા લઈ જાય તે ગોવાળિયાને પણ આજે ભાગ્ય અજમાવવા મળશે. શેઠજી તમે જલ્દીથી પરદેશી કુમારને બોલાવો.’’
Jain Education International
...૪૬૫
મહારાજા શ્રેણિકે તરત જ અભયકુમારને રાજસભામાં બોલાવ્યો.( તેની તેજસ્વીતા જોઈ રાજા ખુશ થયા.) રાજાએ કહ્યું, ‘‘કુમાર ! કૂવામાંથી મુદ્રિકા લઈ તું મંત્રીપદ મેળવ.’’
૪૬૬
(અભયકુમારે આજ્ઞા મળતાં જ રાજાને પ્રણામ કર્યા. પોતાની બુદ્ધિ અને ચાતુર્યનું પ્રદર્શન ક૨વાનો મોકો મળ્યો તેથી) અભયકુમાર ખુશ થયા. તે કૂવાની કાંઠે ચડચા. ત્યારપછી તેમણે બાજુની પોળ માંથી જ્યાં ગાય ભેંશનાં વાડામાંથી તાજું અને કઠણ છાણ મંગાવ્યું.
...૪૬૭
તેમણે કૂવામાં રહેલી મુદ્રિકા પર બરાબર નિશાન તાકી છાણ તેના પર ફેંક્યું (ગોબર બરાબર મુદ્રિકા પર પડયું.) મુદ્રિકા તેમાં ચોંટી ગઈ. ત્યાર પછી તેમણે સૂકા ઘાસના પૂળા મંગાવી તેને સળગાવી ગોબર ઉપર ફેંક્યાં. અગ્નિની ગરમીથી ગોબર સૂકાઈ ગયું) ત્યાર પછી પાસે રહેલા કૂવામાંથી તેનું પાણી યંત્રની નીક વાટે ખાલી કૂવામાં ભરવામાં આવ્યું.
૪૬૮
કૂવો પાણીથી કાંઠા સુધી છલોછલ ભરાઈ ગયો. હલકું છાણું પાણીની ઉપર તરવા લાગ્યું. અભયકુમારે પોતાના હાથે છાણું બહાર કાઢયું. તેમણે છાણામાંથી વીંટી કાઢી પોતાની આંગળીમાં પહેરી લીધી. લોકો તેમની ચતુરાઈની પ્રશંસા કરવા લાગ્યા.
૪૬૯
મહારાજા શ્રેણિક અભયકુમારની પ્રખર બુદ્ધિ ચાતુર્યથી પ્રભાવિત થયા. રાજાએ કહ્યું, ‘“હે કુમાર તમે કોણ છો ? તમારો સર્વ વૃત્તાંત પ્રકાશો.'' અભયકુમારે કહ્યું, ‘‘હું બેનાતટ નગરનો રહેવાસી છું. હું ત્યાંની
For Personal & Private Use Only
૯૫
...
..
www.jainelibrary.org