________________
૨૫૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
હે નાથ! આપનો જો એવો સાચો સ્નેહ ન હોય તો શું સર્યું? આપના વિરહમાં વિલાપ કરવાથી કે રુદન કરવાથી એક પણ કાર્ય નહીં સરે? અર્થાત્ માયાવી પ્રેમથી તો આ ભવ અને પરભવ બંને ભવ ખોઈ બેસશું. (રાણીઓની વિચારધારાએ વળાંક લીધો.) હવે અમે આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે. આ સંસાર એ તો ઈન્દ્રજાળ સમાન છે. લક્ષ્મીએ તો સાગરના તરંગ સમાન ચંચળ અને ક્ષણિક છે. તે ગમે ત્યારે વિસરાળ થઈ જાય છે.
... ૧૩૯૯ યૌવન નદીના પૂરની જેમ અલ્પ સમયમાં આવીને ચાલ્યું જાય છે. આ આયુષ્ય એ તો પાકી ગયેલા પીળા પાન જેવું છે. (આયુષ્ય ખૂટતાં ક્ષણવારમાં દેહ છોડી આત્મા ચાલ્યો જાય છે.) હે નાથ! તમે અમને નિરાધાર મૂકી કેમ ચાલ્યા ગયા? આ સંસાર અનેક મથામણોથી ભરેલો છે. તેમાં કહી ન શકાય એટલી અપદાઓ જોઈ છે. હવે આદુઃખમય સંસારમાં જ્યારે ઈન્દ્ર સમાન અમારા સ્વામી જ નથી રહ્યા તો અમે અહીં રહીશું કરીએ?
... ૧૪૦૦ મહારાજા શ્રેણિકની કાલીયાદિક તેર રાણીઓને વૈરાગ્ય ઉત્પન થયો. તેઓ ભગવાન મહાવીર સ્વામી પાસે આવી. તેમણે ભગવાનને વંદન કરી સંયમ સ્વીકાર્યો. નંદા, નંદવતી, અનંદા, મરૂતા, મરૂદેવાએ દીક્ષા લઈ ગૌરવ મેળવ્યું.
... ૧૪૦૧ સિવા, સુમેરૂતા, સુમણા, ભદ્રા, ભૂતદિના(ભૂતદત્તા)એ દીક્ષા લઈ અણિશુદ્ધ સંયમનું પાલન કર્યું. સુભદ્રા, સેનાય અને સુજાતા એમ તેર રાણીઓએ સંયમ લઈ સિદ્ધપુરમાં વાસ કર્યો. તેઓનાં દેવો પણ ગુણકીર્તન ગાય છે.
.. ૧૪૦૨ દુહા ઃ ૭૨ નૃપનારી મુગતિ ગઈ, સારઈ આતમ કાજ; શ્રેણિક પટિ કોણી હવો, સબલ વધ્યું તસ રાજ.
••• ૧૪૦૩ શ્રેણિક રાસ તણો વલી, ખંડ પાંચમો થાય; 2ષભ કહઈ હવઈ સાંભલો, કોણી તણી કથાય.
••• ૧૪૦૪ અર્થ - મહારાજા શ્રેણિકની રાણીઓ (સંયમનું શુદ્ધપણે પાલન કરી) શિવપુરમાં પહોંચી. તેમનાં આત્માનાં સર્વ કાર્યો સિદ્ધ થયાં. (તેમણે આત્માને કૃતકૃતાર્થ કર્યો.) મહારાજા શ્રેણિક પછી તેમની રાજગાદીએ તેમનો પુત્ર કોણિક આવ્યો. તેમના સમયમાં રાજ્યની સીમાઓ ખૂબ વધી. ... ૧૪૦૩
આ શ્રેણિક રાસનો પાંચમો ખંડ થયો. કવિ ઋષભદાસ કહે છે કે, હે ભવ્યાત્માઓ! હવે પછી તમે ચંપાપતિ કોણિકરાજાની કથા આગળ સાંભળો.
... ૧૪૦૪
(૧) શ્રી અંતગડ સૂત્ર અનુસાર શ્રેણિકરાજાની તેર રાણીઓનાં નામમાં થોડો ફેરફાર છે. નંદા, નંદવતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મરૂતા, સુમરૂતા, મહામરૂતા, મરૂદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાયિકા, ભૂતદત્તા.(વર્ગ-૭, પૃ.૫૫.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org