SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' હે મંત્રીશ્વર ! આ ઉદાયન રાજા, છેલ્લા રાજા છે, જેમણે સંયમ સ્વીકાર્યો છે. હવે કોઈ રાજા દીક્ષા નહીં લેશે. તેમને આ સંસાર કડવો-ખારો લાગ્યો તેથી તેમણે મારું શિષ્યત્વ સ્વીકાર કર્યું છે. ... ૧૨૧૮ ઉદાયન રાજા તપ અને ઉપશમ ભાવરૂપી કૂપથી ભરેલા છે. (તેઓ ઉગ્ર તપસ્વી અને ઉપશાંત કષાયી છે.) તેઓ આ જન્મમાં જ મુક્તિ પદને પ્રાપ્ત કરશે. તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી આવાં મધુર શબ્દો સાંભળી મહામંત્રી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન થયો. ... ૧૨૧૯ ચતુર એવા મહામંત્રી અભયકુમારે મનોમન વિચાર્યું, ‘જો હું પૃથ્વીનો રાજા થઈશ તો મને સંયમ નહીં મળે. મારો પરભવ નિષ્ફળ જશે. તેથી મારે રાજા ન બનતાં સંયમ પુરુષાર્થ કરવો જોઈએ.)' ... ૧૨૨૦ ઢાળ : પ૩ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચરિત્ર તો ચડીઉં ઘણમાણ ગજે એ દેશી. અભયકુમાર અનુમતિ વલીએ, માગઈ જેણી વાર તો; ભાખઈ ભૂપતિ ના વલીએ, વારઈ ભંભાસાર તો. ... ૧રર૧ બુધિ નિધાન મંત્રી કહઈ એ, કહીંઈ અનુમતિ થાય તો; જા જપું તવ જઈ કરીય, લે જે તું દિક્ષાય તો. •.. ૧રરર અભયકુમારિ બુધિ બહુ કરી એ, પણિ નોહઈ આદેશ તો; એણઈ અવસરિ જિન આવિઆ એ, વંદન ગયો નરેશ તો. જાતાં દીઠો મુનિવરૂ એ, રહીઉ એકઈ ધ્યાનિ તો; નવિ બોલઈ હાલઈ ચલઈ એ, જાણ્યો મેર સમાનિ તો. ૧૨૨૪ વાંદી પૂજી સંચરયો એ, આવ્યો જિનવર પાશ તો; વંદી પૂછઈ પ્રેમર્યું એ, મનહ તણઈ ઉલાસિ તો. .. ૧રર૫ પ્રસેનચંદ ધ્યાનિ રહિઉં એ, કબી એક કરઈ એ કાલતો; કુણ થાનકિ જઈ ઉપજઈ એ, ભાખઈ જિન ભૂપાલ તો. ... ૧રર૬ વિર કહઈ સુણો નરપતી એ, હવડાં હોય જો મરણ તો; પહેલી નરગિં ઉપજઈ એ, જિહાં નહી કોઈનૂ શરણ તો. વલી પૂછિઉં જિનવર તણાઈ એ, મરઈ તો કો હો કિયાં જાય તો; બીજી નરગિં નારકી એ, પ્રસેનચંદ મુનિ થાય તો. ક્ષિણ ક્ષિણ રહીનિ પૂછતો એ, નરગ વાધંતાં જાય તો; ત્રીજી ચોથી પાંચમી એ, છઠ્ઠી સાતમી થાય તો. ૧. ૧રર૯ શ્રેણિક અચંબઈ થઈ રહ્યો એ, કહ્યું કહઈ જિનરાજ તો; કે મુઝ દોસ છઈ કાનનો એ, પુરૂં નવિ સમઝાય તો. ... ૧૨૩૦ (૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિ : શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૧, પૃ. ૪ થી ૧૮. • ૧રર૩ • ૧રર૭ ૧રર૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy