________________
રર૫
• ૧ર૧૬
જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામીએ રાજગૃહી નગરીમાંથી વિહાર કર્યો. મહારાજા શ્રેણિક રાજમહેલમાં પાછા આવ્યા. સંઘવી સાંગણના પુત્ર, આપણી રાસકૃતિના રચયિતા કવિ ઋષભદાસ કહે છે કે આ ચોથો ખંડ બનાવ્યો છે. (તે સંપૂર્ણ થયો.)
•.. ૧૨૧૩ ખંડ- ૫
દુહા ૬૨ અંતિમ મોક્ષગામી રાજા કોણ? રાયરમાં નિત માલીઈ, વિલસઈ સુખ અપાર; વલી જિન આવ્યા વિચરતા, વંદઈ અભયકુમાર.
•. ૧૨૧૪ ચઉદ સહેસ મુનિ વંદતા, દીઠો મુનિવર સાર; રૂપ વિનય ગુણ દેખનાં, હરખ્યો અભયકુમાર.
... ૧૨૧૫ પુછીઉં પ્રેમિં વીરનિ, એ કુણ ઋષિ કહેવાય; જિન કહઈ પશ્ચિમ દિસિ ધણી, વિભા પાટણ રાય. ઉદાઈ ઈ મુઝ સમરયો સહી, હું પોહોતો તેણઈ ગામિં; સુણતાં સમઝયો નરપતિ, દીક્ષા ગ્રહી તેણઈ ઠામિ.
... ૧૨૧૭ છેહલો રાજ ઋષિ સહી, હવઈ ન લીઈ કો દીક્ષ; એણઈ સંસાર કડૂઉં લહી, હુઉં અમારો શિષ્ય.
... ૧૨૧૮ તપ ઉપશમનો કુંપલો, મુગતિ તણો ભજનાર; સુણી વરાગ જ પામીઉં, મંત્રી અભયકુમાર.
. ૧૨૧૯ અભયકુમાર ચિંતવ્યું, જો લેઉં પ્રથવી રાજ; તો સંયમ મુઝનિ નહી, વિણસઈ પરભવિ કાજ.
.. ૧૨૦ અર્થ:- મહારાજા શ્રેણિક રાજમહેલમાં રાણીઓ સાથે આનંદ પ્રમોદમાં દિવસો વ્યતીત કરે છે. એકવાર ગ્રામાનુગ્રામ વિચરતાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યારે મહામંત્રી અભયકુમાર તેમના વંદન કરવા ગયા.
. ૧૨૧૪ મહામંત્રી અભયકુમારે ચૌદ હજાર(૧૪૦૦૦) મુનિવરોને વંદન કર્યા. તેમણે એક ઉત્તમ મહામુનિને જોયાં. તેમનું અનુપમ રૂપ, વિનય અને ગુણ જોઈ અભયકુમાર પ્રસન્ન થયા. ... ૧૨૧૫
મહામંત્રી અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું, “ભંતે! આ મહામુનિ કોણ છે?' ભગવાને કહ્યું, “તે પશ્ચિમ દિશાના વીતભયપાટણ નગરીના સ્વામી ઉદાયન રાજા છે. ... ૧૨૧૬
(તેમને મારી દેશના સાંભળી, વૈરાગ્ય ઉત્પન થયો. તેમણે શ્રાવકપણું અંગીકાર કર્યું. એકવાર તેમને સંયમ લેવાની અભિલાષા જાગી) ઉદાયન રાજાએ સંયમિત થવા મનમાં ભાવના ભાવી (જો પ્રભુ વીર પધારે તો હું દીક્ષા લઈશ.) મારું સ્મરણ કર્યું. (તેમના ઉત્કૃષ્ટ ભાવોને જાણી) હું તે સ્થાને પહોંચ્યો. તેમણે જિનવાણીનાં શ્રવણથી બોધમેળવ્યો. ઉદાયન રાજાએ દીક્ષા ગ્રહણ કરી શ્રમણધર્મ સ્વીકાર્યો. ... ૧૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org