________________
૩૭૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
દૂત ભાથાની કોથળી લઈ માર્ગ પર ચાલવા લાગ્યો. તેને ખૂબ ચાલ્યા પછી બપોર થતાં ભૂખ લાગી. તે નદીના તટ ઉપર એક જગ્યાએ ભાતું ખાવા બેઠો. જેવો તે ડબ્બો (કોથળી) ખોલવા જતો હતો ત્યાં તેને અપશુકન થયા.
...૧૯૭ (લોહબંધને શુકન-અપશુકનમાં અતિ વિશ્વાસ હતો.) દૂતને ત્યાં અપશુકન થવાથી તેણે ભોજન ન કર્યું. લોહજંધ કોથળી ન ખોલતાં એમને એમ મૂકી પુનઃ ભાથું લઈ અવંતી નગરી તરફ આગળ વધ્યો. (ચાર માઈલ પછી) એક ઘટાદાર વૃક્ષની શીતલ છાયામાં તેણે વિશ્રામ કર્યો. લાડવા ખાવા કોથળી ખોલવા જતો હતો ત્યાં ફરીથી તેને માઠા શુકન થયા તેથી તે અટકી ગયો. (બીજી વખત પણ) ભોજન કર્યા વિના તે આગળ ચાલ્યો.
...૧૯૮ દૂત ઘણું ચાલ્યા પછી સુધા મટાડવા પુનઃ એક સ્થાને ભોજન કરવા બેઠો. તે સિંહ કેશરિયા મોદક ખાવા કોથળી છોડવા જતો જ હતો ત્યાં પક્ષીઓએ કલરોળ કરી અપશુકન કર્યા. (ત્રીજી વખત પણ અપશુકન થતાં) દૂતે ઉઠીને ત્યાંથી આગળ પ્રયાણ કર્યું.
..૧૯૯ દૂત ભૂખ્યા પેટે સૌ પ્રથમ ઉજ્જયિની નગરીમાં ચંડપ્રદ્યોતનરાજા પાસે આવ્યો. તેણે ચંડપ્રદ્યોતન રાજાને માર્ગમાં થયેલા અપશુકનની વાત કહી. “મહારાજા! હું માર્ગમાં ત્રણ વખત ભોજન કરવા બેઠો પરંતુ મને ત્રણ વખત ઘણાં માઠાં શુકન થયાં”.
...૨૦૦ (અપશુકન શા માટે થયા?) રાજાના મનમાં વિચાર આવ્યો, “આ ઘટનાનું રહસ્ય શું હશે?” રાજાએ અપશકુનનું રહસ્ય જાણવા અભયકુમારને શીધ્ર બોલાવ્યા. અભયકુમારે લાડુની કોથળી સુંધીને કહ્યું, “હે રાજન! જો લોહજંધે લાડુ ખાધા હોત તો તેનું મૃત્યુ ચોક્કસ થાત. તમે મારી વાત માનશો નહીં પરંતુ આ કોથળી જલ્દીથી જંગલમાં લઈ જઈ ત્યાં છોડજો”.
..૨૦૧ કોથળીમાં ફસફસાહટનો અવાજ કાને સાંભળી અભયકુમારે સેવકોને સાવધાનીપૂર્વક કોથળી જંગલમાં છોડવાનું સૂચન કર્યું. સેવકો તરત જ જંગલમાં ગયા. કોથળીમાંથી લાડુ નીચે પડતાં લાડુના બે ટુકડા થયા. તેમાંથી દ્રષ્ટિ વિષ સર્પ નીકળ્યો.
..૨૦૨ (તેની દ્રષ્ટિ વૃક્ષ ઉપર પડતાં વૃક્ષ બળીને ભસ્મ થઈ ગયું.) તે સર્પને જંગલની હદમાં મૂકી સેવકો ત્યાંથી પાછા આવ્યા. તેમણે વિચાર કર્યો, “ખરેખર! અભયકુમારનાં વચનો પ્રમાણ છે. તેઓ સાચા પ્રધાનમંત્રી છે.'
...૨૦૩ સેવકોએ આવીને રાજાને સત્ય ઘટના બની તે કહી. તેમણે કહ્યું, “મહારાજ ! અભયકુમારનાં વચનો તદ્દ્ન સત્ય હતાં. જેવાં લાડવા માંગ્યા તેવોજ તેમાંથી દ્રષ્ટિવિષ સર્પ પ્રગટ થયો. તેની દ્રષ્ટિ જો દૂત ઉપર પડી હોતતો દૂતનું મૃત્યુ ચોક્કસ થાત”
...૨૦૪ મહામંત્રી અભયકુમાર પરોપકારી હતા. તેમણે પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર ચંડપ્રદ્યોતન રાજા પ્રત્યે હૃદયમાં કોઈ વૈરભાવ ન ધર્યો. જે વ્યક્તિ અવગુણ (અપરાધ) કરનાર પ્રત્યે કૃતજ્ઞી) ગુણી બને છે, તે વ્યક્તિ જ ઉત્તમ કહેવાય છે.
•..૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org