________________
૩૭૯
દુહા : ૧૨ અપકાર સામે ઉપકાર અગર દહંતો ગુણ કરઈ, ચંદન ઘાસંતાંય, સુપુરુષ દૂહaો ગુણ કરે, પાન રસ ચાવંતાંય
. ૨૦૬ ગિરુઆ સહિ જઈ ગુણ કરે, કારણ ચિંત્ત મ જાણ; કરસણ સીચે સરભરે, મેઘ ન મગઈ દાણ
... ૨૦૭ ગુણ કેડિ ગુણ સહુ કરે, ઉછીનું વલ વાલ; અવગુણ પુઠિ ગુણ કરે, પ્રણમાં ત્રણ કાલ
... ૨૦૮ અર્થ - અગરબત્તી સ્વયં બળીને પણ ફોરમ પ્રસારે છે. ચંદન સ્વયં ઘસાઈને સુવાસ ફેલાવે છે, તેમ સજ્જન પુરુષો બીજાના દુભવ્યા છતાં સદા પરોપકાર કરે છે. નાગરવેલના પાન દાંત નીચે ચગદાય છે છતાં તેનો રસ મુખને સુગંધિત બનાવે છે.
...૨૦૬ ખરેખર! સજ્જન વ્યક્તિઓ કોઈ કારણ વિના(બદલાની અપેક્ષા વિના) પરોપકાર કરે છે. ખેતી (કરસણ) વખતે મેઘ પાણી પુરું પાડે છે પણ કોઈ દાણ (કર-TAx) માંગતો નથી. ... ૨૦૭
ઉપકાર પાછળ ઉપકાર કરે તે તો ઉછીનું લીધું કહેવાય પરંતુ અપકાર કરનાર પ્રત્યે પણ ઉપકાર કરનારા વ્યક્તિઓને ત્રણે કાળ વંદન હો.
...૨૦૮ ઢાલ : ૯ ઉદાયન ચરિત્ર : મૃગાવતી રાણીનો વિયોગ સુણો મોરી સજની નીંદ ન આવૈ રે એ દેશી. રાગ કેદારો ત્રણિ કાલ તે સમરું સોયો રે, અભયકુમાર સમ કો નવી હોયો રે; રંજ્યો રાજા સબલો ત્યાંહો રે, માંગો મંત્રી જે મનમાંહો રે ... ૨૦૯ એક વચનું મમ માંગીસ આજો રે, જાવા ન દેઉં અહી તુમ કાજો રે; વર ભંડારી કહે અભયકુમારો રે, માંગી શકું કરી વિચારો રે ... ૨૧૦ રહિં તિહાં સોહિલઈ અભયકુમરો, ખિણ ખિણ પુછે રાય વિચારો રે; રાયને પૂત્રી છઈ અભીરામો રે, વાસવદતા તેહનું નામો રે
...૨૧૧ અંગારવતીની ધે મન મોહકઈ રે, સાયર ઘરિ જિમ લખમી સોહઈ રે; જોવનવંતી હુઈ જ્યારઈ રે, કલા ચોસઠિ શીખી ત્યારઈ રે .. ૨૧ર પુત્રી પુત્રથી વહાલી હોયો રે, સકલ કલા સીખી ભણી સોયો રે; ગાન કલા નવી જાણઈ જ્યારઈ રે, અભયકુમારને પૂછડ્યો ત્યારઈ રે ગાંદ્રવ શાસ્ત્ર ભણાવે જેહો રે, તમ્યો કો જાણ્યો જગમાહિ તેહો રે; ભરતારને ઘર જઈ જ્યારી રે, હોઈ મોહનકલા તેહ જ ત્યારઈ રે ... ૨૧૪ અભયકુમાર નર બોલ્યો તમો રે, ઉદયન કુમરથી હોઈ કાંમો રે; ગાઈ ગીત નઈ વેણિ વજાવે રે, સુણી વન હસતી ઉહોરા આવઈ રે ... ૨૧૫
» ર૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org