SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ છળ પ્રપંચ અને અકાર્ય કરી તમે મને અહીં લાવ્યા તેમાં કેવી બુદ્ધિ ?(તમારી આવી બુદ્ધિથી રાજધર્મ વૃદ્ધિ પામે છે ?) ...૧૮૮ ૩૭૭ જે જાહેરમાં અપરાધીને પકડીને લાવે છે, તેની જ બુદ્ધિની જગતમાં પ્રશંસા થાય છે.'' મહામંત્રી અભયકુમારના આવાં કટાક્ષયુક્ત વચનો સાંભળી ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતન અત્યંત શરમિંદા બન્યા. તેઓ ત્યાંથી ઉઠી ચાલ્યા ગયા. ...૧૮૯ તેમણે અભયકુમારને (રાજહંસની જેમ) કાષ્ટના પાંજરામાં પૂર્યા. રાજા નિત્ય ભોજન – પાણી ઈત્યાદિ આવશ્યક સુવિધાઓ આપી (ભાણેજનું) ધ્યાન રાખતા હતા. ચંડપ્રદ્યોતનરાજાએ આ દરમ્યાન અભયકુમારને ચાર વરદાન આપ્યા. કવિ કહે છે કે,હવે હું તેની કથા કહું છું. તે સાંભળજો. ...૧૯૦ ચંડપ્રદ્યોતનરાજાના રાજદરબારમાં ચાર અમૂલ્ય રત્નો હતા. તેમના રાજ્યમાં અનલગિરિ નામનો ઉત્તમ ગંધ હસ્તી હતો. તે સો યોજન સુધી ચોક્કસપણે ચાલી શકે તેવો બળવાન હતો. ...૧૯૧ આ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ પણ ત્યાંથી નાસી જતા. અનલગિરિ નામના આ હસ્તીરત્ન વડે ચંડપ્રદ્યોતનરાજાએ ઘણા રાજાઓને હરાવી વિજય મેળવ્યો હતો. અગ્નિભીરૂ રથ, જેના કારણે રાજા અગ્નિમાં સહજતાથી પ્રવેશી શકતા હતા. ...૧૯૨ તેમની પાસે શિવાદેવી નામના પટરાણી હતી. તેઓ અપાર શીલવાન સન્નારી હતા. રાજા પાસે ચોથો લોહજંઘ નામનો વિશ્વાસુ દૂત હતો. (તે ક્રૂર અને કઠોર હતો.) તે સો ગાઉ (લગભગ ૩૦૦ કિ.મી.) પગે ચાલીને જઈ શકતો તેમજ લોકો ઉપર અત્યાચાર કરતો હતો. ...૧૯૩ ભરુચના એક દિવસ 'લોહજંઘ નામનો રાજાનો પ્રિય દૂત કોઈ કાર્ય માટે ભૃગુકચ્છ (ભરુચ) ગયો. તેણે રાજાને હુકમ કરતાં કહ્યું, “હે રાજન્ ! તમને ઉજ્જયિની નરેશ ચંડપ્રદ્યોતનરાજાએ શીઘ્ર બોલાવ્યા છે. રાજાના કહેવાથી ઉતાવળો આપની પાસે કહેવા માટે આવ્યો છું. ...૧૯૪ ભરુચ નરેશે વિચાર્યું, ‘આ મહાકાય દૂતે પ્રજાની ખૂબ કનડગતિ કરી છે. તે પવનની જેમ તીવ્ર વેગથી આવીને પાછો જતો રહે છે. આ દૂત જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પ્રજાને ખૂબ રંજાડશે' ...૧૯૫ ભરુચ નરેશે કહ્યું, ‘‘દૂતરાજ ! તમે પાછા વળો. હું થોડું કાર્ય પતાવી પાછળથી તરત જ આવું છું. ભૃગુકચ્છથી જતી વખતે રાજાએ માર્ગમાં ખાવા માટે ભાતામાં લાડુની કોથળી (ડબ્બો) દૂતના હાથમાં આપી. આ સિંહ કેશરિયા લાડુમાં સુગંધી વિષ ભેળવ્યું હતું. ...૧૯૬ (૧) એક દિવસ મંગુ પાટણના મહારાજાના ઘરે પુત્ર જન્મની ખુશાલીમાં ઉપહાર મોકલવા માટે ચંડપ્રદ્યોતનરાજાના કહેવાથી લોહજંધ પાટણમાં આવ્યો. ત્યાં આવી માલવપતિનો સંદેશો અને અભિનંદન આપી રાજાના ચરણે ભેટ ધરી. પાટણ નરેશે ભેટ સ્વીકા૨ી તેમણે દૂતને ખૂબ સન્માન આપ્યું. તે ઉજ્જયિનીથી ભરુચ સુધી પગે ચાલી જતો અને છાની વાતો રાજાને કહેવા પાછો આવતો તે સમયે ભૃગુકચ્છ ઉપર ચંડપ્રદ્યોતનરાજાનું શાસન હતું. (સંસાર સપના કોઈ નહિ અપના, પૃ.૧૧પ.) (૨) લોહબંધથી અસંતુષ્ટ પ્રજાના પ્રતિનિધિ નગરશેઠના ઘરે એકઠાં થયા. તેમણે તેના અત્યાચારથી છૂટવા ઉપાય શોધ્યો. ‘લોહજંઘના નાસ્તામાં ઝેર મેળવવું! એવો વિચાર કર્યો. એક વિચક્ષણ વૈદે ક્યું, ‘‘આ મહાકાયાને સંભવ છે કે ઝેરની અસર ન પણ થાય! હું તમને એવા બે દ્રવ્ય આપું છું, જેને સિંહ કેશરિયા લાડુના ડબ્બામાં રાખી દેજો. બે દ્રવ્યના મળવાથી દ્રષ્ટિ વિષ સર્પ ઉત્પન્ન થશે. જેવો દૂત ડબ્બો ખોલશો, દ્રષ્ટિ વિષ સર્પની આંખોની દ્રષ્ટિનું વિષ તેના ઉપર પડશે તેવો જ દૂત બળીને રાખ થઈ જશે. રાજકુમાર શ્રેણિક(હિન્દી), પૃ.૧૧૪, ૧૧૫.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy