________________
૩૭૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
૧૯૬
૧૯૭
. ૧૯૯
એક દિવસ લોહજંઘો જાય, જઈ ભેદ તિણે ભરુચિરાય; ચંડપ્રદ્યોતન તેડઈ તુઝ, ઉતાવલો મોકલીઉં મુઝ ચિંતઈ તવ ભરુઅચનો ઘણી, એણઈ દૂતઈ કીધા રેવણી; પવન પરઈ આવઈ ને જાય, એ જીવ્યો દૂખ દાઈ થાય કહે રાયવલો નર તમ્યો, પાછલથી આવું છું અમ્યો; વિષ વિરવ્યું તે ઘાલી કરી, લાડુ કોથલિ હાથઈ ધરી ચાલ્યો દૂત પંથઈ તે જાય, નદી તરી બઈઠો થીર થાય; ખાવા લાડુ માંડે જિર્સ, માઠા શકુન હુંઈ સહી તિસે લાડુ દૂત તીહાં નવિ ખાય, પંથિં પુરુષ તે ચાલ્યો જાય; વૃષ છાયાઈ બૈઠો સહી, શ્રુકને વારયો ચાલ્યો સહી જાતાં બઈઠો વરી એક ઠામ, છોડયા લાડુ ખાવા કામ; શુકન પંખીઆ માઠાં કરઈ, ઉઠી દૂત આધો સંચરઈ ચંડપ્રદ્યોતન આગલિં ગયો, ભાવ શુકનનો સઘલો કહ્યો; ખાવા બૈઠો હું ત્રણ વાર, હવા શ્રુકનને અતિ હિંસાર રાજા મનિ તે ધરી વિચાર, વેગે તેડડ્યો અભયકુમાર; નવિ માનો તો જોઉં રાય, છોડાવો એ વન માંહાં જાય ચમત્કાર કાનઈ સાંભલી, છોડાવી વેગિં કોથલી; ભાં જી લાડુ જોઈ જિસે, દૃષ્ટી વિષ અહી પ્રગટયો સઈ વાડીમાં વન દીધા તે સહી, પુરષ વલી નઈ આવ્યા વહી; મનમાંહિ ચિંતઈ લહૂ..., અભયકુમાર સાચો પરધાન આવી રાયને કહ્યો વિચાર, સ્વામી સાચો અભયકુમાર; હુંતો તિહાં કણિ દષ્ટી વિષ અહીં, તેણી દષ્ટઈ નર મરણ જ સહી ... ૨૦૪ પર ઉપગારી અભયકુમાર, ન ધરઈ હઈડઈ રોસ લગાર;
અવગુણ પુઠઈ જે ગુણ કરે, સહી ઉત્તમ નર એ પણિ શરઈ ... ૨૦૫ અર્થ:- મહામંત્રી અભયકુમાર બુદ્ધિપૂર્વક મુક્ત થવાનો વિચાર કરવા લાગ્યા. તેમને બંદીવાન બનાવી ઉજ્જયિની નગરીમાં લાવવામાં આવ્યા. તેમને ચંડપ્રદ્યોતનરાજાને સોંપવામાં આવ્યા. ચંડપ્રદ્યોતનરાજાના (તપ્ત હૃદયને બદલાની ભાવનાથી પરમ શાંતિ મળી) હૈયામાં હરખ સમાતો નહતો. ...૧૮૭
ચંડપ્રદ્યોતનરાજાએ અભયકુમારને ઘણાં મહેણાં માર્યા (રાજાએ મૂછોને વળ દેતાં) અભયકુમારને કહ્યું, “હાથના કર્યા હૈયે વાગ્યા” એ યુક્તિ અનુસાર) “તમે મારી સાથે કપટ વિદ્યા આદરી હતી તેનું હવે ફળ ભોગવો. (બુદ્ધિનિધાન એક સામાન્ય સ્ત્રીથી છેતરાયા?)'' અભયકુમારે કહ્યું, “મહારાજ ! ધર્મના નામે
રO૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org